નસીરુદ્દીન શાહ ફરી ફફડી ઉઠ્યો!: કહ્યું, “અબ કી બાર, માનવ અધિકાર”!

    2
    236

    લોકશાહીમાં પ્રત્યેક ચૂંટણી કૈંક નવી આશા, કેટલાક નવા ચહેરા અને અમુક અનિષ્ટ પ્રજા સમક્ષ લઈ આવે છે. આ પરંપરા મુજબ આવનારી ચૂંટણીઓ નસીરુદ્દીન શાહ નામના તે નટને એક મહા અનિષ્ટ રૂપે આપણી સમક્ષ લઈ આવી રહી છે. અલબત્ત નસીર નામનો આ ફિલ્મી નટ ક્યારેય જન સામાન્ય સાથે જીવંત સંપર્ક ધરાવતો ન હોવાથી તેણે એમનેસ્ટી ઇન્ટરનેશનલ નામના એક બીજા અનિષ્ટનો કાંખઘોડી તરીકે ઉપયોગ કર્યો છે.

    Photo Courtesy: newsx.com

    જાહેર જીવનમાં ગઈ કાલે જ એક “વિચારક” તરીકે તેણે પદાર્પણ કરી દીધું છે. એમનેસ્ટી ઇન્ટરનેશનલના સ્ટેજ પરથી નસીરુદ્દીન શાહ દ્વારા શુક્રવારે એક મહત્વનું નિવેદન કરવામાં આવ્યું છે, “અબ કી બાર માનવ અધિકાર” તેનું આ એલાન આવનારા સમય માટે ઘણા સંકેતો આપી જાય છે. કારણ કે એમનેસ્ટી નામનું આ NGO સ્વયં એક મોટું અનિષ્ટ છે. કાશ્મીરના ઇસ્લામિક ત્રાસવાદીઓ માટે તેની સહાનુભૂતિ અત્યંત સક્રિય અને બોલકી છે.

    આકાર પટેલ નામના સૂત્રધારના વડપણ હેઠળની આ સંસ્થા માઓવાદીઓને “હિન્દુ ત્રાસવાદીઓ”તરીકે ઓળખાવે છે અને કહે છે કે અન્ય હિન્દુઓના જક્કી વલણના કારણે આ હિંદુઓ ત્રાસવાદી બન્યા છે માટે સાચા અર્થમાં જોઈએ તો તેઓ ક્રાંતિકારીઓ છે.

    આકાર પટેલ નામના આ શખ્સનું એવું માનવું છે કે આધુનિક ભારતના નિર્માણ આડે હિંદુઓ એક બહુ મોટું વિઘ્ન છે. આવી માનસિકતા ધરાવતી એમનેસ્ટી નામની આ સંસ્થા વિદેશમાંથી ઘણું મોટું નાણાં ભંડોળ મેળવે છે. તેના વિદેશી દાતાઓ વાસ્તવમાં આંતરરાષ્ટ્રીય સ્તરના અસામાજિક અને વિધ્વંસકારી તત્વો હોવાનું અધિકૃત રીતે સ્પષ્ટ થઈ ચૂક્યું છે અને આ સંસ્થા સામે આવી બાબતો અંગે કાનૂની કાર્યવાહી પણ ચાલી રહી છે.

    લાગતું વળગતું: નસીરુદ્દીન શાહને તો દુનિયા આખી સાથે બસ પ્રોબ્લેમ જ પ્રોબ્લેમ છે!

    બીજી તરફ ભારતની પ્રજાએ જે નસીરુદ્દીન શાહના મુસ્લિમ હોવા બાબતે ક્યારેય હરફ પણ ઉચ્ચાર્યો નથી ને ઉલ્ટો બેશુમાર પ્રેમ આપ્યો છે તે નસીરુદ્દીનને એક મુસ્લિમ તરીકે ભારત દેશ અસલામત લાગી રહ્યો છે. આ નસીરુદ્દીન શાહ અને પેલી એમનેસ્ટી નામની સંસ્થાએ એક બીજા સાથે હવે હાથ મિલાવ્યા છે અને પોતાના શુક્રવારના વક્તવ્યમાં ભાઈ શ્રી નસીરુદ્દીન ફિલ્મી અદામાં પોતાના અવાજમાં જરૂરી ઉતાર ચડાવ લઈ આવી અત્યંત કલાત્મક ઢબે કહે છે, “ધર્મ અને જાતિના આધાર પર દેશમાં લોકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. ચોતરફ અંધાધૂંધી છે. આ બાબતે કોઈ વિરોધ કરે તો તેને યેનકેન રીતે પરેશાન કરવામાં આવે છે. કલાકારો, કવિઓ, લેખકો અને સર્જકો પર ભારે દબાણ છે. આવી ભયાનક સ્થિતિ સામે કોઈ સંસ્થા લડત આપે તો તેના કાર્યાલયો પર દરોડા પાડવામાં આવે છે, તેના બેંક ખાતાઓ સ્થગિત કરી દેવામાં આવે છે. પરિવર્તન હવે જરૂરી છે, અનિવાર્ય છે માટે જ અબ કી બાર માનવ અધિકાર!!!!”

    યસ ઓફ કોર્સ, નસીરુદ્દીન એક નટ છે. પૈસા લઈને પાત્ર ભજવતો નટ બજાણીયો! હા, એ સાચું કે તે એક સક્ષમ નટ છે. અને વળી તે એ સમુદાયમાંથી આવે છે જે સમુદાયને અન્યાય થતો હોવાનું તે પોતાના અન્ય વક્તવ્યોમાં કહી ચુક્યો છે. આમ તે આ નવું પાત્ર વધુ અસરકારક રીતે ભજવશે તે પણ સ્વાભાવિક છે. પણ, તેના ધંધાદારી મઝહબી માનસને પ્રજાએ પીછાણવાનું છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: શરીરને તંદુરસ્ત અને પેટને પણ ખુશ રાખતા કેટલાક હેલ્ધી સલાડ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here