રોમાંચક 2019ના વર્ષમાં કયા કયા નવા સ્માર્ટફોન્સ Launch થવાના છે?

  0
  162

  વર્ષ 2019 નો પ્રારંભ થઇ ચુક્યો છે. ઘણા બધા કારણોને લીધે આ વર્ષ ખુબ જ ખાસ રહેવાનું છે. ભારત દેશ માટે પણ આ વર્ષ ખુબ જ મહત્વનું છે. આ વર્ષે દેશમાં લોકસભાની ચૂંટણીઓ યોજાવાની છે તો બીજી તરફ ક્રિકેટ વર્લ્ડ કપ પણ ઇંગ્લેન્ડમાં યોજાવા જઈ રહ્યો છે જોકે આપણે હાલ તો ક્રિકેટ અને લોકસભાની ચૂંટણી બંને ને બાજુ પર રાખીએ અને Technology પર ધ્યાન આપીએ તો આ વર્ષે કેટલાક ખાસ Mobile Phone Launch થવા જઈ રહ્યા છે અને આજે આપણે એ બાબતે જ ચર્ચા કરીશું.

  Photo Courtesy: latestly.com

  Samsung Galaxy S10

  દક્ષિણ કોરિયાની Samsung આ વર્ષે તેના Flagship Model તરીકે S10 ને Launch કરી શકે છે. મોટેભાગે Samsung દ્વારા દર વર્ષે February માં યોજાતા World Mobile Congress માં તેના Flagship Model ને Launch કરવામાં આવે છે. Internet પર ખાંખાખોળા કરતા જાણવા મળે છે કે આ વર્ષે Samsung S10ના ત્રણ મોડેલ્સ લોન્ચ કરશે. Samsung S10, Samsung S10 Lite અને Samsung S10 Plus. ત્રણેત્રણ મોડેલ્સમાં Holographic Technologyનો ઉપયોગ થશે. આ સિવાય Infinity-Oનો ઉપયોગ પણ નક્કી જ છે. ત્રણેય મોડેલ્સમાં મુખ્ય તફાવત તેની Screen Sizeનો હશે. હાલ કિંમત વિષે ખાસ કોઈ જાણકારી મળી રહેલ નથી.

  Nokia 9 Pureview

  આ વર્ષે World Mobile Congress ખુબ જ રસપ્રદ બનવાની છે. HMD Global દ્વારા Nokia 9 Pureview Model launch કરવામાં આવનાર છે. થોડા સમય પહેલા જ નોકિયા 9 Pureviewની Image Leak થઇ છે અને તેને જોતા જ ખબર પડે છે કે Nokia 9 Pureview 7 Camera Lens ધરાવતો દુનિયા નો પહેલો Smartphone બનશે. Nokia દ્વારા Camera પર જ મુખ્યત્વે focus કરાઈ રહ્યું હોવાને લીધે Cameraનું Result કેવું હશે તેના પર જ Phone Successful જશે કે કેમ તે નક્કી થશે. Internet પર Leak થયેલ સમાચાર ને સાચા માનીએ તો Nokia 9 Pureviewની કિંમત 59000 થી 65000 રૂપિયાની વચ્ચે રહી શકે છે.

  Xiaomi Poco F2

  Xiamoi દ્વારા આ વર્ષે ભારતીય બજારમાં Poco F1 Launch કરવામાં આવ્યો છે અને ભારતીય યુવા વર્ગને આ Phone ખુબ જ પસંદ પણ આવી રહ્યો છે. Xiaomi દ્વારા સમયાંતરે Pocket Friendy Phone પણ નવી ટેક્નોલોજીના મહત્તમ ઉપયોગ સાથે Launch કરવામાં આવે છે જેને લીધે યુવા વર્ગને આસાનીથી આકર્ષી શકાય છે. આ વર્ષે આવનારા Poco F2માં Snapdragon 855 Processorનો ઉપયોગ કરવામાં આવી શકે છે. આ સિવાય Poco F1 માં રહેલા Notchની size પણ નાની કરવામાં આવી શકે છે. Fingerprint Sensorને In Display મુકવામાં આવી શકે છે.

  લાગતું વળગતું: સસ્તા બજેટના સ્માર્ટ ફોન્સ જે પોકેટને પણ ગમે અને તમારી શાન પણ વધારે

  Xiaomi MI9

  Xiamoi દ્વારા ચીનમાં આ વર્ષે MI9 પણ Launch કરવામાં આવી શકે છે. Xiamoi 9માં Triple Camera અને Qualcom Snapdragon 855 Processor નો ઉપયોગ કરવામાં આવશે. આ સિવાય Sony IMX586 Sensor સાથે 48 Megapixelનો Camera તથા 24 Megapixelનો Front Camera પણ હશે. 32 Volte સાથે Fast Chargingનું એક નવું જ સ્વરૂપ અહીંયા મળવાનું છે. ચીનમાં લોન્ચ થયા બાદ Company ભારતીય બજારમાં આ Phone મુકવો કે કેમ તે નક્કી કરશે. જો ભારતમાં આ Phone Launch થયો તો તેની કિંમત 35000 રૂપિયા સુધીની હોઈ શકે છે.

  Oneplus 7

  વર્ષ 2018માં Oneplus 6 દ્વારા વધુ એક વખત ભારતીય બજારમાં છવાઈ જવાને લીધે આ વર્ષે પણ One Plus પાસેથી ઘણી આશાઓ છે. વર્ષ 2018માં યોજાયેલ એક Summitમાં One Plusના CEOએ કહ્યું હતું કે તેઓ 5G Support કરે તેવો વિશ્વનો સહુ પ્રથમ Smartphone બનાવશે અને એવું લાગે છે કે તેઓ One Plus 7 દ્વારા આ વાત સાચી ઠેરવી શકે છે. One Plus 7માં પણ Qualkom Snapdragon 855 Processor નો ઉપયોગ થવાનો છે.

  Huawei P30

  વર્ષ 2018માં Huawei દ્વારા P20 Launch કરવામાં આવ્યો હતો અને તેના Upgraded version તરીકે Huawei P20 Pro પણ આવ્યો છે. આ વર્ષે Flagship Model તરીકે Company P30 અને તેના Upgraded Version તરીકે Huawei P30 Proને લોન્ચ કરી શકે છે. Huawei P30 Proના Conceptનો એક Render video પણ હાલ Youtube પર ઉપલબ્ધ છે જે વર્ષ 2019માં Huawei P30 Series આવશે તેની સાબિતી આપે છે. બંને Modelમાં Curved Display હશે તેમ જ full screen Display સાથે top પર notch પણ હાજર હશે. Sony IMAX607 Sensor સાથે 38 Megapixelનો કેમેરા પણ અહીંયા મળવાનો છે. આ સિવાય અન્ય 2 Lens હશે જે Telescopic Lens તરીકે કામ કરશે.

  તો આ હતા આ વર્ષે Launch થનારા કેટલાક ખુબ જ ખાસ અને મુખ્યત્વે તો યુવા વર્ગને આકર્ષે તેવા Smartphones … તો તમને આ બધામાંથી કયો સ્માર્ટફોન ગમ્યો ? જે-તે સમયે જે જે મોડેલ્સ લોન્ચ થશે તેના વિષે વિસ્તૃત માહિતી પણ તમને eછાપુંના માધ્યમથી મળી જશે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: જેમ ચળકે એટલું સોનું નહીં એમ જેવી જાહેરાત એવા ચ્યવનપ્રાશ નહીં

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here