“કેજરીવાલકી ખાંસી માટે તો મોદીકા નુસખા જ કામમાં આવે!

  0
  207

  શિયાળો આવે એટલે ઘરઘરમાં ઉધરસ એટલેકે ખાંસી હોય જ. એમાં પણ દિલ્હીના મુખમંત્રી અરવિંદ કેજરીવાલની ઉધરસ એકદમ જાણીતી છે ! આજે આપણે ઉધરસથી કેમ બચવું એના એકદમ સાદા પણ અકસીર ઉપાય જોઈએ.

  દરેક પ્રાણીમાત્રમાં ભગવાને એક અંતઃસ્ફૂર્ણા આપી છે કે જે વસ્તુથી નુકસાન થાય એ ન જમવું જોઈએ. ગાય અને કુતરા પણ અમુક સમયે આ અંતઃસ્ફુરણાને અનુસરીને ખાવાપીવામાં ધ્યાન રાખતા હોય છે. આયુર્વેદ કહે છે કે નિદાન પરિવર્જન એટલે કે કોઈ પણ રોગ થવાના કારણથી બચવું એ સારવારનું પહેલું પગથિયું છે. કારણ જ ના હોઈ તો કાર્ય ના થાય.

  Photo Courtesy: india.com

  આયુર્વેદ પ્રમાણે નીચેના કારણોથી ઉધરસ થાય છે.

  • રુક્ષ એટલે કે લૂખો કે એકદમ ઠંડો આહાર
  • એકદમ ઓછું જમવું કે ના જમવું
  • તીખું કે તળેલું ભોજન વારેવારે જમવું
  • અત્યંત પરિશ્રમ કરવો
  • મળ, મૂત્ર, નિદ્રા, બગાસું, ક્ષુધા, તરસ જેવા કુદરતી વેગોને રોકવા
  • ખાટાં, તીખા, ખારા રસનું અતિ સેવન
  • ક્રોધ
  • અભિષ્યંદિ, પચવામાં ભારે આહારનું અતિસેવન
  • દૂધ દહીં છાશ માખણનો અતિરેક
  • ઉજાગરા
  • ટ્રાવેલિંગનો અતિરેક

  ભેજવાળા વાતાવરણમાં યોગ્ય પ્રોટેક્શન વગર મોર્નિંગ વોક કરવાથી વાયુ અને કફ દુષિત થાય છે અને ખાંસી થાય છે.

  આજકાલ વિકેન્ડમાં રેસ્ટોરન્ટમાં જમવા જવું એ જાણે કે ફેશન સ્ટેટમેન્ટ બની ગયું છે. જેમાં મોટા ભાગે ફ્રોઝન ફૂડ ખાવાનો ચસ્કો લાગ્યો છે. કેટલીક રેસ્ટોરન્ટમાં કોલ્ડ સેલડ પણ ઓફર કરવામાં આવે છે. મનુષ્યનું પાચનતંત્ર ઈવોલ્યુશન બાદ હવે કાચા શાકભાજી જે ઠંડા પણ હોય, એના માટે નથી. સરખી રીતે અગ્નિથી પકાવેલું ભોજન જ સુપાચ્ય છે. આવા કોલ્ડ સેલડ પાચક અગ્નિના દુશ્મન છે. જેનાથી પાચનતંત્રને લગતા અનેક રોગો તો થાય જ  છે, પણ ઉધરસ પણ થઇ શકે.  એ જ રીતે મોર્નિંગ વોક એ તબિયત સુધારવા સારો માર્ગ છે. પણ આયુર્વેદ સ્પષ્ટપણે કહે છે કે શિયાળાની સવારે ભેજવાળી હવાના વાતાવરણમાં પૂરતા કપડાં પહેર્યા વગર કે નાક કાનને ઢાક્યા વગર ફરવાથી વાયુ અને કફ પ્રકુપિત થઇને ખાંસી કરે છે.

  છાશ તો ધરતીનું અમૃત છે. દેવતાઓને પણ અલભ્ય છે. મને તો છાશ વગર ચાલે જ નહિ. પાઉંભાજી કે ઢોસામાં બટર તો જોઈએ જ ને? ચીઝ ઢોસા, ચીઝ પીઝા, ચીઝ પરોઠા, ચીઝ હાંડી સુધી ઠીક હતું પણ હવે તો પાણીપુરી પણ ચીઝ વાળી મળતી થઇ ગઈ છે ત્યારે… રુક જાવ !!!

  દૂધ તો બાળકને આપવું જ પડે ને? બાળક દૂધ ન પીવે તો મમ્મીઓ ચિંતામાં પડી જાય. એટલે બોર્નવીટા કે હોર્લિક્સ કે કેળા કે કેરી કે ચીકુ શેક બનાવીને મમ્મીઓ બાળકોને દૂધ લિટરલી ઠૂંસે છે. અરે મારી બહેનો, એના શરીરનો અગ્નિ મંદ છે એટલે એનું શરીર જ ના પડે છે. શરીરમાં કફ વધી ગયો હોય ત્યારે દૂધ એ ઝેર સમાન છે.

  આવી બધી ડેરી પ્રોડક્ટ્સ તમારા શરીર ને ફાવે એટલી જ લો. ભાવે એટલી બધી નહિ…

  એ જ રીતે જૂની કબજિયાતના દર્દીઓને પણ ઉધરસ જલ્દી મટતી નથી. એમાં પાછા જાત જાતની એન્ટિબાયોટિક્સ લેવામાં આવે. જે કબજિયાત કરે. એટલે ઉધરસ મટવાના બદલે વધે.

  લાગતું વળગતું: બોલો તો? તમે તમારા લીવર ની સર્વિસ કેટલા મહીને કરાવો છો?

  તો પછી શું કરવું જોઈએ?

  • સૂવાનો સમય રેગ્યુલર રાખો.
  • એલર્જન (પ્રદૂષણ, ધૂળ, પરાગ વગેરે) સાથે ક્રિયાપ્રતિક્રિયા ટાળો. જો ડસ્ટ કે સુગંધી દ્રવ્યોની એલેર્જીથી ખાંસી આવતી હોય તો રોજ સવારે ઘર ની બહાર નીકળતા પહેલા એરંડિયાના તેલના ચાર ચાર ટીપા બંને નસ્કોરામાં નાખવાથી આવા એલર્જેન્ટસ ના દુષ્પ્રભાવ ને ટાળી શકાશે.
  • પાચન અગ્નિ મજબૂત બને ત્યાં સુધી પોષણયુક્ત ખોરાક નાની માત્રામાં (ખાસ તો ઘરે બનાવેલ વેજી સૂપ કે મગ નું પાણી) લો.
  • જો ટ્રાવેલિંગ ના કે ઉજગરાના અતિરેક થી ઉધરસ થઇ હોય તો પુરતો આરામ કરો
  • કેટલાક લોકોને ઠંડા પાણીથી નાહવાનો ક્રેઝ હોય છે. જેનાથી પણ ઉધરસ થઇ શકે છે. બને ત્યાં સુધી ગરમ કે હુંફાળા પાણી થી જ નહાવું જોઈએ.
  • ફેફસાના આરોગ્ય માટે પ્રાણાયામ કરો.
  • આજકાલ મચ્છરથી બચવા માટે મચ્છર અગરબત્તી કે કોઇલનો વપરાશ આજકાલ ઘરે ઘરે થાય છે. એ સ્મોકિંગ કરવા જેટલું જ ખતરનાક છે.
  • ઘર કે કારમાં એરકંડિશનર વાપરતા હો તો હમીડિફાયર મોડનો ઉપયોગ કરો.
  • ક્વિક ટીપ: ઘણા લોકોને ઊંઘતી વખતે રાત્રે ખાંસી વધી જાય છે. આવું થાય છે કારણ કે જ્યારે તમે સૂઈ જાઓ છો ત્યારે કફ નાકમાંથી ગળામાં જાય છે. જેનાથી ખાસી આવે છે. તમે તમારા માથાને થોડું ઊંચા સ્થાને રાખીને સૂવાથી આ પરિસ્થિતિને હલ કરી શકો છો. આમ સૂવાથી ખાંસીને ઘટાડે છે અને તમને વધુ ઊંઘમાં મદદ કરશે.
  • જયારે તમારી ડાયજેસ્ટિવ ફાયર મંદ હોય ત્યારે ભારે, ઠંડા, ચીકણા ખોરાક જેમ કે દહીં, ચીઝ, મેંદાવાળી વસ્તુઓ ખાવાની ટાળો.
  • શરદી ઉધરસ અને ઠંડી સામે લડવા તમારું રસોડું ખુબ જ અગત્યના એવા બધા જ શસ્ત્રો ધરાવે છે. સુતા પહેલા હળદરવાળું દૂધ અને હળદર સાથે લો. આ કુદરતી એન્ટિબાયોટિક તરીકે કાર્ય કરે છે. જો દૂધ ની એલર્જી હોઈ તો ત્રણ વખત મધ સાથે મિશ્ર હળદર પાવડરનો ઉપયોગ કરો. લવિંગ એલચી તજ કે જેઠીમધ મોઢામાં રાખવાથી ઉધરસ માં તાત્કાલિક રાહત થાય છે.
  • તુલસી (તુલસીનો પાંદડા), આદુ અને મધની બનેલી ચા પીવો.

  આટલું ધ્યાન રાખવાથી તમે ખાંસીથી ચોક્કસ બચી શકશો. છતાં પણ જો તકલીફ વધુ થાય તો નજીકના સરકારી દવાખાનામાં વૈદ્યને મળો. એ તમારી ખાંસીના પ્રકારનું નિદાન કરી યોગ્ય દવાઓ સજેસ્ટ કરશે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: eChhapu @ 1000! – થઇ જાય ક્વિક રેસિપીઝ સાથે ક્વિક સેલિબ્રેશન?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here