નરેન્દ્ર મોદીની સૌથી મોટી જીત – એસ્સાર 54000 કરોડનું દેવું ભરવા સહમત!

    0
    442

    કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકાર પાંચ ઉદ્યોગપતિઓ માટે જ કામ કરે છે એવી કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીના ગેરમાર્ગે દોરતા આરોપનો અંત આવી ગયો છે કારણકે એક મોટા ઉદ્યોગગૃહ એસ્સાર જેના પર લગભગ 54000 કરોડનું દેવું હતું તે મોદી સરકારના એક કડક કાયદાનો કડક અમલ થતાં પોતાનું સમગ્ર દેવું ચુકવવા માટે તૈયાર થઇ ગયું છે.

    Photo Courtesy: energyinfrapost.com

    ગયા વર્ષે Willful Defaulters એટલેકે જાણીજોઈને જાહેરક્ષેત્રની બેન્કોનું દેવું ઉભું કરતા અને પછી તેને પરત કરવા માટે ખાડા કરતા દેવાદારોને સીધા દોર કરવા અપનાવેલી IBC – Insolvency and Bankruptcy બિલ મોદી સરકારે પસાર કર્યુ હતુ . નવા કાનૂન મુજબ માત્ર 180 દિવસમાં જ દેવાની બધી પ્રક્રિયાઓ પતાવીને પગલા લેવાના હોય છે.

    કોંગ્રેસની સરકારે એસ્સાર સ્ટીલ લિમિટેડને લોન અપાવી લ્હાણી કરી હતી પણ મોદી સરકાર પ્રજાનો એ પૈસો પાછો લાવશે. કોંગ્રેસની સરકારે મોટા ઉદ્યોગપતિઓને કરોડો રૂપિયાની લોનની લ્હાણી કરી હતી અને આ લોન તેમને મફતમાં મળી હોય તેમ બેંકોને ભરપાઈ કરવાથી ઈન્કાર કરી દીધો હતો જેથી બેંકોનું NPA વધી રહ્યુ હતું જેનો બોજ સામાન્ય લોકો પર પડી રહ્યો હતો.

    દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પદ સંભાળતા સાથે જ દેશને લૂંટી રહેલી કંપનીઓ પર ગાળીયો કસવાનુ શરૂ કરી દીધુ હતું. જો કે કાયદાની મર્યાદામાં રહીને કરવામાં આવે તો અનેક છટકબારીઓને કારણે દેવાદારો દશકાઓ માત્ર કોર્ટમાં તારીખોના નામે પાડી દે છે અને વસૂલાત લગભગ અસંભવ બની જાય છે. આ માટે 2016માં બેંકરપ્સી અને ઈનસોલ્વન્સી બિલ (IBC) પસાર કરવામાં આવ્યુ હતુ.

    આ કાયદા અંતર્ગત કોઇપણ મોટા દેવાદાર સામે માત્ર 180 દિવસમાં જ કાર્યવાહી કરી નાંખવામાં આવે છે. બેંકો અથવા તો જેના પર દેવુ છે તે આ કાયદા હેઠળ અરજી કરીને દેવાની પ્રક્રિયાનો અંત આણી શકે છે. કોંગ્રેસ ફક્ત ઉદ્યોગપતિઓને પૈસા આપવામાં વ્યસ્ત હતી જ્યારે નરેન્દ્ર મોદીએ તેમના પર ગાળીયો કસતા એસ્સાર સ્ટીલે IBCની શરણાગતિ સ્વીકારી પોતાનુ તમામ દેણુ એટલે કે 54000 કરોડ રૂપિયા ચૂકવવાની તૈયાર દર્શાવી છે. આ મોદી સરકારની સૌથી મોટી જીત છે, એસ્સારની જેમ જ હવે ધીરે ધીરે બીજી કંપનીઓ પણ આ કાયદાની હેઠળ આવીને શરણાગતિ સ્વીકારશે. નહિતર તેમને ગંભીર પરિણામો ભોગવવા પડશે.

    એસ્સાર પોતાનુ 54000 કરોડ રૂપિયાનું દેવુ ચૂકવવા તૈયાર થયુ છે જે, વિજય માલ્યાના દેવા કરતા 6 ગણુ છે નિરવ મોદીના દેવા કરતા 8 ગણુ છે, રફાલ ડીલ કરતા પણ વધુ છે.

    લાગતું વળગતું: મોદીએ આર્જેન્ટીનામાં બે અંતિમો વચ્ચે ગજબની ઠંડક દર્શાવી બનાવ્યો રાજદ્વારી વિક્રમ

    1947માં દેશ આઝાદ થયો ત્યારથી છેક 2006 સુધી બેંકોનુ કુલ ધીરાણ 19 લાખ કરોડ રૂપિયાનુ હતું.

    જ્યારે કોંગ્રેસે 2007થી 2013 સુધીમાં ઉદ્યોગપતિઓને લોનની લ્હાણી કરી અને માત્ર 2007થી 2013 સુધીમાં બેંકોનું એનપીએ 54 લાખ કરોડ રૂપિયા થઇ ગયું. એટલે કે દેશ આઝાદ થયો ત્યારથી 2006 સુધી જેટલી લોન નથી અપાઈ તેના કરતા અનેક ગણી લોન અપાઈ જે તમામ રકમ બેંકો માટે ડૂબત નાણા સાબિત થયા. નરેન્દ્ર મોદીની આગેવાનીમાં ભાજપ સરકાર આ કરોડો રૂપિયાનું NPA ઘટાડવા કટિબધ્ધ છે. 2022 સુધીમાં આઇબીસી દેશના એનપીએમાં 30 ટકાનો ઘટાડો કરે તેવો અંદાઝ છે જેથી બેંકોને ડૂબત નાણા પરત મળતા લોન સસ્તી થશે અને બેંકિગ સેવાઓનો ખર્ચ પણ ઘટશે જે સામાન્ય નાગરિકોને ફાયદો કરાવશે.

    આ સમગ્ર ઘટના એ લોકોના મોઢા પર પણ સજ્જડ તમાચો છે જે રોજ સવારે ઉઠીને સોશિયલ મિડિયા પર “મોદીએ શું કર્યું?” એવા વાહિયાત સવાલો કરતા હોય છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: “હવે ખેતીની આવક પર ટેક્સ લાદવાનો સમય આવી ગયો છે”- બિબેક દેબરોય

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here