ભૂતપૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહ આજે દિલ ખોલીને બોલી રહ્યા છે…

    0
    377

    Fryday ફ્રાયમ્સમાં ફરી એક વાર એ સૌનું સ્વાગત કરતાં હું અત્યંત હર્ષની લાગણી અનુભવું છું…  મને એકાદ વર્ષ પહેલાં સ્વપ્નેય ખ્યાલ નહોતો કે હું કદીક આ પ્રકારનો શો હેન્ડલ કરી શકીશ… પણ દુનિયામાં ઘણીવાર આવું  બધું… અચાનક… અકસ્માત બની જાતું હોય છે…. એ હિસાબે હું એક્સિડેન્ટલ  ઇન્ટરવ્યુઅર કહેવાઉં…. અને આજના આપણા મહેમાન પણ એવા જ છે કે જેમની જોડે પણ ભૂતકાળમાં સુખદ અકસ્માત સર્જાયેલો… તો સ્વાગત કરીએ આદરણીય ભૂતપૂર્વ વડાપ્રધાન શ્રી મનમોહન સિંહ નું…..

    Photo Courtesy: newsx.com

    પંકજ પંડ્યા : વેલકમ સર…

    મનમોહન સિંહ : ….

    પંકજ પંડ્યા :  સર, કેવું લાગી રહ્યું છે અહીં આવીને ?

    મમોસિ : ………

    પંકજ પંડ્યા :  સર, તમે કેમ કંઈ બોલતા નથી ? મને હંમેશાં તમારા માટે ખૂબ આદર રહ્યો છે….  તમને કોઈ મૌન મોહન સિંહ કહે એ મને ક્યારેય ગમ્યું નથી… પણ તમે તો….

    મનમોહન સિંહ : ….

    પંકજ પંડ્યા : શું ઈશારો કરો છો ? પાણી પીવું છે એમ ? અરે કોઈ સાહેબ માટે પાણી લાવો તો જરા….

    મમોસિ : (પાણી પીધા પછી) હાશ… હવે બોલાશે…

    પંકજ પંડ્યા : કેમ ? શું થયું ??

    મનમોહન સિંહ: આપણે……

    પંકજ પંડ્યા : ઓહ…

    મમોસિ : એમાં એવું છે કે અહીં આવ્યા પછી મને થયું કે ચા વાળાના પ્રદેશમાં આવ્યો છું તો અહીંની ચા મજેદાર હશે… લાવ જરા ચાની મજા માણી લઉં… પણ પીતાં નાકે દમ આવી ગયો… ચા હતી કે ચાસણી કંઈ ખબર જ ના પડે… હોઠ ચોંટી ગયેલા એટલે બોલી શકાતું નહોતું…

    પંકજ પંડ્યા :  ઓહ…. હવે બધું બરાબર છે ને ?

    મનમોહન સિંહ : એકદમ… સબ સલામત…

    પંકજ પંડ્યા : તમે મને પહેલાં જણાવ્યું હોત તો આપણે પછી ઇન્ટરવ્યુ ચાલુ કરત….

    મમોસિ : તમારે કન્ટેન્ટનું પણ જોવાનું હોય ને ?

    પંકજ પંડ્યા : એ ખરું…. આભાર… સર, મૂળભૂત રીતે તમે અર્થશાસ્ત્રી હોવાના લીધે સૌ પહેલાં દેશની આર્થિક પરિસ્થિતિ અંગે આપનું મંતવ્ય જાણવા માગીશ….

    મનમોહન સિંહ : જેટલો….

    પંકજ પંડ્યા : અરે સર… આ શું બોલો છો… આફ્ટર ઑલ હી ઇઝ અવર સીટીંગ ફાઇનાન્સ મિનિસ્ટર…

    મમોસિ: પૂરી વાત સાંભળ્યા વગર કેમ ચાલુ પડી જાઓ છો…

    પંકજ પંડ્યા : આ તો તમે જેટલો કહ્યું એટલે મને એમ કે તમે અરુણ

    મનમોહન સિંહ: કંઈ પણ ??

    પંકજ પંડ્યા :  તો પછી જેટલો થી તમારો મતલબ શુ હતો ?

    લાગતું વળગતું: પ્રકાંડ અર્થશાસ્ત્રી વડાપ્રધાનને WEF જવાનું કેમ સુજ્યું નહીં હોય?

    મમોસિ : હું એમ કહેવા માંગતો હતો કે જેટલો મારો અર્થશાસ્ત્રનો અભ્યાસ અને અનુભવ છે એ મુજબ અત્યારની પરિસ્થિતિમાં સુધારાને ઘણો અવકાશ છે……

    પંકજ પંડ્યા :  એ સંદર્ભમાં તમને મળેલ તકનો તમે જે રીતે એક અર્થશાત્રી તરીકે દેશને લાભ આપેલો…. તમે એક સાચા વ્યર્થશાસ્ત્રી છો…

    મનમોહન સિંહ : વ્યર્થશાસ્ત્રી ? તમે શું બોલો છો તેનું તમને કંઈ ભાન છે ?

    પંકજ પંડ્યા :  હું કંઈ ખોટું કે ખરાબ નથી બોલ્યો…  જેમ  જ્ઞાનની આગળ વિ ઉમેરવાથી વિજ્ઞાન બની જાય છે જે આપણને  વિશ્વને વધુ સારી રીતે સમજવામાં અને સરળતાથી જીવવામાં મદદરૂપ થાય છે… એ જ રીતે અર્થશાસ્ત્રીની આગળ વિ ઉમેરવાથી ( વિ + અર્થશાસ્ત્રી = વ્યર્થશાસ્ત્રી ) અર્થ થોડો બગડી જાય ?

    મમોસિ : એ અંગે તમારી જોડે ચર્ચા કરવી જ વ્યર્થ છે…

    પંકજ પંડ્યા :  ઓકે.. આગળ વધીએ… તમે કદી વિજય માલ્યા છો ?

    મમોસિ : શું કહ્યું ? હું કેવી રીતે વિજય માલ્યા હોઈ શકું ? હું તો મનમોહન સિંહ છું….

    પંકજ પંડ્યા : અરે મારો કહેવાનો વ્યર્થ… સોરી… અર્થ છે કે તમે કોઈ દિવસ વિજય મ્હાલ્યા છો ? એટલે કે કોઈ ક્ષેત્રે વિજય મેળવ્યાના આનંદની પરમ અનુભૂતિની ઉજવણી કરી છે ?

    મમોસિ: તમને શું લાગે છે ?

    પંકજ પંડ્યા : અસંભવ….

    મનમોહન સિંહ : હાહાહાહાહા…..

    પંકજ પંડ્યા :  રાહુલ ગાંધી વિશે કંઈ પૂછું ?

    મમોસિ: પૂછો…

    પંકજ પંડ્યા : તમે એમને બાળપણથી જ ઓળખો છો એટલે એ અંગે પૂછીશ…

    મનમોહન સિંહ : હું જ્યારે બાળપણમાં હતો ત્યારે રાહુલજીનો જન્મ પણ નહોતો થયો….

    પંકજ પંડ્યા : ઓહ… હું રાહુલ ગાંધીના બાળપણની વાત કરું છું…

    મમોસિ : એમ કહોને…

    પંકજ પંડ્યા : હા તો રાહુલ ગાંધી એમના બાળપણથી જ તમારા સંપર્કમાં હતા… તેમના વિશે કંઈ અંગત….

    મનમોહન સિંહ : રાહુલજી જાહેર જીવનના વ્યક્તિ છે…. એમના વિશે અંગત તો શું હોય ? પણ એમને પંજાબી વાનગીઓ બહુ ભાવે..

    પંકજ પંડ્યા :  જેમ કે…

    મમોસિ: જેમ કે… પનીર ભુરજી.. પાલક પનીર…   ચના મસાલા… બટર રોટી… અને..

    પંકજ પંડ્યા : અને શું ?

    મનમોહન સિંહ : નાન પણ

    પંકજ પંડ્યા : હા એ તો મને ખબર છે… નાનપણ એમને એટલું ગમે છે કે હજુ છૂટતું નથી…

    મમોસિ : હાહાહાહા…… અરે હા… તમને એક વાત પૂછવી હતી… તમને ગુજરાતી ફિલ્મો  જોવી ગમે ?

    પંકજ પંડ્યા :  હા…. ખૂબ ગમે…

    મનમોહન સિંહ : મેં રસ્તામાં પોસ્ટર જોયાં… સાહેબ આવે છે..

    પંકજ પંડ્યા : હા ખબર છે મને…. સાહેબ આવે છે પરથી યાદ આવ્યું… નેક્સ્ટ જનરલ ઇલેક્શનમાં કોણ આવે છે ?

    મમોસિ: …..

    પંકજ પંડ્યા :  સારું એ માટે તો હજુ ઘણો સમય છે…. તમારી બાયોપિક એક્સિડેન્ટલ પ્રાઈમ મિનિસ્ટર રિલીઝ થઇ રહી છે એની અપાર સફળતા માટે શુભેચ્છાઓ…….

    મનમોહન સિંહ : ……

    (Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: Tips and Tricks: ધીમી 4G સ્પિડ, પેટ્રોલ માટે કેશબેક, Online AADHAAR Update

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here