આલોક વર્મા – મોદીનો સ્પષ્ટ સંદેશ: સ્વાયત્તતાના નામે સ્વચ્છંદતા ચલાવી ન શકાય

    1
    259

    CBI વડા આલોક વર્માને રજા પર ઉતારવાના મામલે સર્વોચ્ચ અદાલતનો ચુકાદો એવો હતો કે આલોક વર્મા સામેની કાર્યવાહીમાં નિર્ધારિત પ્રક્રિયાને અનુસરવામાં આવે અને તપાસ પૂરી ન થાય ત્યાં સુધી વર્માને પુનઃ ફરજ પર મૂકવામાં આવે. અલબત્ત આ ચુકાદામાં જ તેમને “મહત્વની ફરજો ન સોંપવા” બાબતે તાકીદ હતી. પરંતુ તેઓ ભાન ભૂલ્યા હતા. ફરજ પર આવતાની સાથે જ તેઓએ કલાકોમાં જ કેટલાક અધિકારીઓની બદલી માટે ચક્રો ગતિમાન કર્યા. કેટલાક અધિકારીઓ સામે તપાસના નિર્દેશ આપ્યા. વાસ્તવમાં આ મિસ્ટર આલોક વર્મા જ કેટલાક અતિ ગંભીર આરોપોનો સામનો કરી રહ્યા છે.

    Photo Courtesy: moneycontrol.com

    વિજય માલ્યા સામેની તપાસ ધીમી ગતિએ ચલાવવા, લાલુ યાદવ સામેની તપાસમાં તેઓએ શંકાસ્પદ ભૂમિકા ભજવી હોવાના મજબૂત પુરાવાઓ છે. તે ઉપરાંત વર્મા બનાવટી દસ્તાવેજો ઉભા કરી તપાસને પોતાની ઇચ્છિત દિશામાં દોરી જતાં હોવાનું પણ CVCએ સ્વીકાર્યું છે. તેઓએ રૂપિયા બે કરોડની કિકબેક સ્વીકારી હોવાની વાતમાં પણ CVCને પ્રથમ દર્શનીય પુરાવાઓ દેખાયા છે. એટલે જ વર્માની રાતોરાત હકાલપટ્ટી થઈ.

    CVCને તેમની સામેના એ આરોપમાં પણ તથ્ય દેખાયું છે કે લાલુ યાદવ સામેની તપાસ તેઓએ ગુન્હાહિત ઇરાદાથી ધીમે ચલાવી હતી, તેમના રહેણાંક પર દરોડા પાડયા ન હતા અને FIRમાં તેમનું નામ જ દર્શાવ્યું ન હતું. તેઓ સામે એવો આક્ષેપ પણ સિધ્ધ થઈ રહ્યો છે કે તેઓ અગત્યના દસ્તવજો જરૂરતના સમયે ગુમ કરી દઈ અંગત લાભ ઉઠાવતા હતા અને બનાવટી દસ્તાવેજો તૈયાર કરી તપાસને ફારસ બનાવી દેતા હતા.

    CVCને તેમની સામેનો એ આરોપ પણ સાચો લાગ્યો છે કે તેઓ શંકાના પરિઘમાં હોય એવા અધિકારીઓને રહસ્યમય કારણોસર મહત્વની ફરજો સોંપતા હતા. CVC એ બાબતને પણ સાચી માની રહ્યા છે કે તેઓનું વર્તન આટલા વરિષ્ઠ અધિકારીને અનુરૂપ ન હતું.

    લાગતું વળગતું: 2019માં તો મોદી જ આવશે: શેરબજારના બિગ બુલ રાકેશ ઝુનઝુનવાલા

    બીજી તરફ વર્માની નફ્ફટાઇને મોદી સરકારે ગંભીરતાથી લઈ સર્વોચ્ચ અદાલતના નિર્દેશ મુજબ આલોક વર્મા સામે તપાસ માટે એક ઉચ્ચ કક્ષાની કમિટી તાત્કાલિક બનાવી તેમાં વિરોધ પક્ષના મલ્લિકાર્જુન ખડગે અને સર્વોચ્ચ અદાલતના ન્યાયાધીશ અને સ્વયં વડાપ્રધાન નરેન્દ્ર મોદીની નિયુક્તિ કરી હતી. આ કમિટીની કુલ બે બેઠકો મળી તેમાં બહુમતીથી એવો નિર્ણય લેવામાં આવ્યો વર્માને પદોચિત્ત કરવામાં આવે. મોદી સરકારની આ કાર્યવાહી મનસ્વી અધિકારીઓના માનસમાં એ વાત પ્રસ્થાપિત કરશે કે તેઓ પ્રજાના સેવકો છે, રાજકારણનો તખ્તો પલટવાના ખ્વાબ તેમણે ન જોવા જોઈએ. રફેલ મામલે રાહુલ ગાંધીના ઇશારે કામ કરવા વર્મા તૈયાર જ હતા, રાજકીય બાબતોનો અભ્યાસ કરતા લોકો આ વાત જાણે છે પણ એક અનિષ્ટની આવરદાનો કદાચ યોગ્ય જ અંત આવ્યો છે.

    આલોક વર્મા દ્વારા મજબૂત મોદીજીનો મક્કમ સંદેશ: તમે તપાસનીશ સંસ્થાના વડા છો તો તપાસ કરે રાખો, ષડયંત્રો નહિ!

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: વેવિશાળ – સુશીલાના ‘સુખ’ની સફર મેઘાણીની રસઝરતી કલમે

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here