નરેન્દ્ર મોદી પર ટાઈમિંગનો પશ્ન ઉઠાવનાર કોંગ્રેસે જાટ આરક્ષણ વખતે શું કર્યું હતું?

    0
    337

    સંસદના બંને ગૃહોમાં વિપક્ષી પાર્ટીઓ ખાસકરીને કોંગ્રેસ ઉછળી ઉછળીને સરકારે સત્રના છેલ્લા દિવસે અને ચૂંટણીના ત્રણ મહિના પહેલા જ કેમ આ બિલ રજુ કર્યું તેવા સવાલો કરી રહ્યા હતા. બીજા બધા પક્ષો તો ગમે તે કહે પરંતુ કોંગ્રેસે આ પ્રકારે મોદી સરકારના ટાઈમિંગ અંગે પ્રશ્ન કરતા અગાઉ જરા પોતાના ભૂતકાળમાં જોઈ લેવાની જરૂર હતી. કોંગ્રેસે વધુ નહીં પણ માત્ર સાડાચાર વર્ષ અગાઉ જાટ આરક્ષણ મુદ્દે પોતાના શાસનના અંતિમ દિવસોમાં નિર્ણય લીધો હતો.

    Photo Courtesy: dnaindia.com

    પરંતુ આખરે આર્થિકરીતે પછાત વર્ગો માટે શિક્ષણ અને સરકારી નોકરીઓમાં અનામતનો બંધારણીય સુધારો કરતું બિલ સંસદના બન્ને ગૃહોમાં ભારે એટલેકે બેતૃત્યાંશ બહુમતીથી પણ વધારે મતે પસાર થઇ ગયું છે. નરેન્દ્ર મોદી અને ભાજપે આ સુધારાને ગૃહમાં લાવવાના સમય અંગે વિપક્ષોએ ખુબ દલીલો આ બિલની ચર્ચા દરમ્યાન કરી હતી પરંતુ તેમની પાસે આ સિવાય અન્ય કોઈ દલીલ હતી પણ નહીં. જો તેઓ આ બિલનો વિરોધ કરત તો સવર્ણોને તેઓ નારાજ કરી દેત.

    વર્ષ 2014નો આ એ સમય હતો જ્યારે દેશભરમાં નરેન્દ્ર મોદીને આગલા વડાપ્રધાન બનાવવાનું જોશ તેના ચરમ પર હતું અને કોંગ્રેસ તેમજ UPAના તેના સાથી પક્ષો પોતાની હાર ભાળી ગયા હતા આથી ઈલેક્શન કમિશન લોકસભા ચૂંટણીની તારીખો જાહેર કરે અને જેને લીધે દેશભરમાં આચારસંહિતા લાગુ પડી જાય તેના એક કે બે દિવસ અગાઉ જ એ સમયની સરકારે એક નોટિફિકેશન બહાર પાડ્યું હતું અને OBCના સેન્ટ્રલ લિસ્ટમાં જાટ આરક્ષણ આપવાની જાહેરાત કરી દીધી હતી.

    વિચારો, ચૂંટણી અગાઉના માત્ર બે જ દિવસ અગાઉ જાટ સમુદાયના મતો અંકે કરવા માટે કોંગ્રેસે આ પ્રકારની ચાલ ચાલી દીધી હતી. કોંગ્રેસને એમ હતું કે જાટ આરક્ષણ જાહેર કરીને તે સમગ્ર ઉત્તર ભારત, રાજસ્થાન, મધ્ય પ્રદેશ અને ગુજરાતમાં લોકસભાની ચૂંટણીઓમાં પોતાને ફાયદો થશે એવું માની રહી હતી. પરંતુ જ્યારે 2014ની લોકસભાની ચૂંટણીઓના પરિણામ આવ્યા ત્યારે કોંગ્રેસ આ સમગ્ર પટ્ટામાં અતિશય ખરાબ રીતે સાફ થઇ ગઈ હતી.

    લાગતું વળગતું: કેરળના પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ શરમજનક રાજકારણ રમાયું

    અને જાટ આરક્ષણ અંગે પેલા ઉતાવળે જાહેર કરેલા નોટિફિકેશનનું શું થયું? બીજા જ વર્ષે માનનીય સુપ્રિમ કોર્ટે આ નોટિફિકેશનને કાઢી નાખ્યું હતું. કોર્ટે UPA સરકારના એ નોટિફિકેશનને રદ્દ કરતા જણાવ્યું હતું કે આ અંગે ઈતિહાસને ધ્યાનમાં લઈને જે પછાત જાતિઓને અન્યાય થયો હતો તેને ધ્યાનમાં લેવું જોઈએ જેને બંધારણે પણ માન્ય રાખ્યું છે. આ પ્રકારે નવા ઉભા થયેલા જાતિગત જૂથો હાલમાં પોતાની તરફ સરકારનું ધ્યાન ખેંચવા  માંગે છે.

    આમ સુપ્રિમ કોર્ટે સ્પષ્ટપણે તે સમયે કહ્યું હતું કે આ પ્રમાણે ઉતાવળમાં કોઇપણ જાતિગત જૂથને અનામત આપવાની બંધારણમાં કોઈજ જોગવાઈ છે નહીં. પરંતુ આગળ જણાવ્યું તેમ કોંગ્રેસ જાતિગત આધારે નરેન્દ્ર મોદીને મળનારા મતોમાં ભાગલા પડાવવા માંગતી હતી અને આથી જ તેણે આ પ્રમાણે પોતાના શાસનના છેક છેલ્લે દિવસે નોટિફિકેશનરૂપી લોલીપોપ જાટ સમુદાયને પકડાવી દીધી હતી.

    પરંતુ, નરેન્દ્ર મોદી સરકારે ભલે પોતાના શાસનકાળના છેલ્લા મહિનાઓમાં આર્થિકરીતે પછાતવર્ગો માટે અનામતની વ્યવસ્થા કરી હોય પરંતુ તેનું સંપૂર્ણ કામ પાકેપાયે છે, કારણકે તેણે જાટ આરક્ષણ રૂપી કોંગ્રેસની જેમ માત્ર નોટિફિકેશન લાવીને કે સંસદમાં સામાન્ય પ્રસ્તાવ પાસ કરાવીને નહીં પરંતુ બંધારણમાં કહ્યા અનુસાર બંને ગૃહોમાં બેતૃત્યાંશ બહુમતીથી બંધારણીય સુધારો પસાર કરાવીને આર્થિક પછાત વર્ગને શિક્ષણ અને નોકરીઓમાં અનામતનો લાભ અપાવ્યો છે.

    આમ, કોંગ્રેસે અનામત આપવાના ભાજપ અને નરેન્દ્ર મોદીના ટાઈમિંગ પર સવાલ ઉઠાવતા પહેલા જરાક પોતાના ભૂતકાળ તરફ નજર નાખી લેવાની જરૂર છે. તેણે માત્ર નોટિફિકેશન જાહેર કરીને એક ખાસ સમુદાયને લોલીપોપ આપવાની કોશિશ કરી હતી જ્યારે મોદી સરકારે બંધારણે જે અઘરો માર્ગ દર્શાવ્યો છે તેને સફળતાપૂર્વક પસાર કરીને પાકે પાયે અનામત આપ્યું છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: શિયાળાને પણ ગરમી આપી શકે તેવી હોટ ચોકલેટ રેસિપીઝ શીખીએ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here