ચહેરા પર ચમક જાળવી રાખવી હોય તો આ રહી 5 ઘરેલુ ટિપ્સ

  0
  1

  કામકાજી મહિલા હોય કે પછી ગૃહિણી અથવાતો બંને, આ તમામને પોતાનું કાર્ય પતાવ્યા બાદ જ્યારે બહાર જવું હોય ત્યારે પોતાના ચહેરા પર ચમક જાળવી રહેશે કે કેમ એની સતત ચિંતા રહેતી હોય છે. આખા દિવસ ધૂળ અને પરસેવામાં વિતાવ્યા બાદ ચહેરો ઝાંખો પડી જ જતો હોય છે તે હકીકત છે. હવે, દરરોજ તો બ્યુટી પાર્લર જવાય નહીં?

  Photo Courtesy: biobloomonline.com

  તો પછી બ્યુટી પાર્લર ગયા વગર અથવાતો વધુ પડતા ફેસપેક અને બજારમાં મળતા મેકઅપના સાધનો વાપર્યા વગર ચહેરા પર ચમક જાળવી રાખવી હોય તો એનો કોઈ રસ્તો ખરો? રસ્તો છે અને તે પણ એક નહીં પરંતુ પાંચ પાંચ રસ્તા છે અને મજાની વાત એ છે કે આ તમામ રસ્તાઓ આપણા ઘરના રસોડામાંથી જ નીકળે છે!!

  તો ચાલો જાણીએ કે ઘરમાં જ આસાનીથી મળી રહેતા સાધનોથી ચહેરા પર ચમક કેવી રીતે જાળવી રાખી શકાય.

  કોબીજ

  Photo Courtesy: drweil.com

  કદાચ તમને કોબીજ ખાવામાં ન ભાવતું હોય પરંતુ તમને એ જાણીને આશ્ચર્ય થશે કે કોબીજ તમારી ચામડીને લાભ કરી શકે તેવા તત્વો જેવાકે વિટામીન A, C અને D ધરાવે છે અને આ ત્રણેય ભેગા થઈને તમારી ચામડીને યંગ અને સ્વચ્છ રાખે છે અને એક વખત ચામડી સ્વચ્છ થઇ જાય પછી તે ચમકશે તો ખરીજ! તમારે માત્ર એટલુંજ કરવાનું છે કે કોબીજને પાણીમાં ઉકાળવાનું છે અને પછી તે પાણી થોડું હુંફાળું થાય એટલે તેનાથી તમારા ચહેરાને ધોઈ નાખવાનો છે.

  દહીં

  Photo Courtesy: ruchiskitchen.com

  દહીંમાં રહેલો લેક્ટિક એસિડ મૃત થઇ ગયેલી ચામડીમાં આસાનીથી ભળી જઈને ચામડીના છિદ્રોને ભરી દે છે અને તમારી ચામડીને યુવાનીનો લૂક આપે છે. તમારે ફક્ત ત્રણ ટેબલસ્પૂન દહીંમાં એક ટેબલસ્પૂન ઓલિવ ઓઈલ ઉમેરવાનું છે અને એ મિશ્રણને તમારા ચહેરા પર હળવે હાથે લગાડવાનું છે. ત્યારબાદ જ્યારે આ મિશ્રણ સુકાવા લાગે ત્યારે તેને હુંફાળા પાણીથી ધોઈ નાખવાનું છે. દહીં સાથે કાકડીના પાણીને ભેળવીને પણ ચહેરા પર ચમક લાવી શકાય છે.

  લાગતું વળગતું: તમારા હાથ અને પગને ચમકતા કરવા માટેની આ રહી કેટલીક સચોટ ટિપ્સ

  નારિયેળનું દૂધ

  Photo Courtesy: bbcgoodfood.com

  નારિયેળનું દૂધ ત્વચા ગમે તેટલી મૃત હોય તેને તે જીવંત કરી આપે છે અને આથી જ તે ચામડી માટે આશિર્વાદરૂપ છે. અડધા કપમાં નારિયેળનું દૂધ લઈને તેનો અડધો હિસ્સો ચહેરા પર લગાડવાનો અને બાકીના અડધા હિસ્સામાં લાલ ચંદનનો પાઉડર ભેળવીને અગાઉ લગાડેલા મિશ્રણ ઉપર લગાડવાનો. થોડા સમય પછી તે મિશ્રણને બહુ ઠંડા નહીં તેવા પાણીથી ધોઈ નાખવાનું છે. માત્ર ચહેરા પર જ નહીં શરીરના અન્ય હિસ્સાઓ પર પણ આ મિશ્રણ લગાડવાથી ચામડીને ફાયદો જ થાય છે.

  નારિયેળ પાણી

  Photo Courtesy: parentune.com

  નારિયેળનું પાણી એ કુદરતી મોઈશ્ચરાઈઝર છે અને આથી તે સુકી પડી ગયેલી ચામડી પર પણ ચમક લાવી શકે છે. તમારે માત્ર પાઈનેપલ જ્યૂસને નારિયેળના પાણી સાથે મિશ્રણ કરી દેવાનું છે અને તેને પોતાના ચહેરા પર લગાડી દેવાનું છે. જ્યારે આ મિશ્રણ સુકાય ત્યારે તેને ઠંડા પાણી અથવાતો આઈસ ક્યુબ્ઝથી ધોઈ નાખવાનું.

  એપલ સાઈડર વિનેગર

  Photo Courtesy: bbcgoodfood.com

  એપલ સાઈડર વિનેગર ચહેરાની ત્વચા પરથી ટોક્સિકને દૂર કરે છે અને આથી રુક્ષ થયેલી ત્વચાને નવજીવન મળવાથી ચહેરા પર ચમક પરત આવે છે. તમારે માત્ર એપલ સાઈડર વિનેગર સાથે ગુલાબજળ મિશ્રિત કરી તેને ચહેરા પર લગાડવાનું છે અને દસ મિનીટ રાહ જોવાની છે. ત્યારબાદ તેને ધોઈ નાખી અને ચહેરા પરની ચમક પરત મેળવવાની છે.

  છે ને સરળ ઉપાયો જે તમારા ચહેરા પરની ચમક પરત લાવે? વળી આ તમામ વસ્તુઓ તમને ઘરમાંથી જ આસાનીથી મળી જશે. તો શરુ કરી દો તમારા ચહેરાની ચમક પરત મેળવવાના પ્રયાસો.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: મોબાઈલ ટાવર્સના EMF રેડિએશન – પંખીડાને આ પિંજરું ખૂની ખૂની લાગે…

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here