માઈક્રોસોફ્ટવાળા બિલ ગેટ્સ આયુષ્માન ભારત યોજનાના પ્રેમમાં પડી ગયા

  0
  320

  બિલ ગેટ્સ કે જેનું નામ વિશ્વના સૌથી ધનાઢ્ય લોકોમાં આવે છે તે સમાજ સેવા સાથે પણ એટલા જ જોડાયેલા છે. તેમને જો કોઇ બાબત એટલી ગમી જાય કે Twitter પર તેને Tweet કરી અભિનંદન આપે તે જ મોટી વાત છે. બિલ ગેટ્સને બીજી કોઇ નહિ પણ આયુષ્માન ભારત યોજનાથી ભારે આકર્ષણ થયુ છે અને તેનુ કારણ એ છે કે યોજના લાગુ કર્યાના માત્ર 100 દિવસમાં જ 6,85,000 દર્દીઓને 800 કરોડ રૂપિયાની કિંમતની કેશલેસ સારવાર મળી છે.

  Photo Courtesy: zeenews.com

  આ ઘટના અભૂતપૂર્વ કહેવાય એ માટે જ બિલ ગેટ્સે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને Twitter પર અભિનંદન આપ્યા અને કહ્યુ કે

  “ભારત સરકારને આયુષ્માન ભારતના 100 દિવસ પૂણ કરવા પર  અભિનંદન, આટલા સમયમાં આટલા લોકો સુધી આ યોજના પહોંચી તે જાણીને ખૂબ આનંદ થયો’ આ યોજનાના તેમણે વખાણી છે તેની પાછળ નરેન્દ્ર મોદીની દીર્ઘદ્રષ્ટિ અને લોકોની સેવા કરવાની ભાવનાના સુગમ અને પૂરૂષાર્થથી બનેલી યોજનાનું સચોટ પરિણામ જવાબદાર છે.”

  ભારતના વડા પ્રધાન બન્યાના 4 વર્ષમાં નરેન્દ્ર મોદીએ લોકોની સુખાકારી અને દેશના વિકાસ માટે યોજનાઓ શરૂ કરી પણ વિપક્ષ અને વિરોધીઓ સતત કહેતા રહ્યા કે યોજનાઓ માત્ર વાતો છે. હકીકત એ છે કે આ તમામ યોજનાઓ સફળતાપૂર્વક ચાલી રહી છે જેથી વિરોધીઓના પેટમાં તેલ રેડાયુ છે. આવી જ એક સફળ યોજના એટલે આયુષ્માન ભારત. વડાપ્રધાને દેશના મધ્યમ વર્ગ અને ગરીબ વર્ગના લોકોને આરોગ્ય કવચ પૂરૂ પાડવા માટે આયુષ્માન ભારત યોજના બનાવી હતી.

  વિપક્ષે ખૂબ હંગામો કર્યો કે આ યોજનાના લાભાર્થી મળતા નથી, હોસ્પિટલ સાથે કોઇ વાત નથી યોજના સફળ નહિ વગેરે વગેરે… પણ અંતે જે બીજી યોજનાઓ સફળ રહી તેના કરતા પણ આયુષ્માન ભારત  સફળતાના શિખરે પહોંચી. અને લાગુ થયાના માત્ર 100 દિવસમાં જ 6,85,000 કરતા વધુ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં ઉચ્ચ કક્ષાની સારવાર મેળવી છે  જેમાં સામાન્ય સર્જરીથી ટ્રાન્સપ્લાન્ટ અને કેન્સરની સારવારનો પણ સમાવેશ થાય છે. આ તમામ સારવાર તેમણે વિનામૂલ્યે મેળવી છે.

  આ તમામ દર્દીઓની સારવારનો ખર્ચ 800 કરોડ રૂપિયા થાય છે જે સરકારે ચૂકવ્યો છે.

  લાગતું વળગતું: AADHAR ને લગતી તમામ શંકાઓને ધ્વસ્ત કરી દેતા બિલ ગેટ્સ…

  આ કારણે મધ્યમ વર્ગના લોકો કે જેઓ પૈસાની અછત કારણે સારવારથી ડરતા અને આજીવન માંદગીમાં કાઢી નાખતા અથવા જીવન ટૂંકુ થઇ જતુ તેમને નવજીવન મળ્યુ છે. સીતાપુરમાં શાકભાજી વેચવાનુ઼ કામ કરતા 54 વર્ષના રાજેન્દ્ર કુમાર કરોડરજ્જુની ગંભીર બિમારીથી પીડાતા હતા જેને એન્કીલોસિંગ સ્પોન્ડીટીસ કહે છે. આ બિમારીને કારણે તેઓ ઉભા થઇ શકતા ન હતા અને તેના ઓપરેશન માટે દોઢ લાખ રૂપિયાનો ખર્ચ હતો. સામાન્ય શાકભાજી વેચનારો ક્યારે આ ખર્ચ ભોગવી શકે નહિં. તેને આયુષ્માન ભારતનો લાભ આપવા તંત્ર આગળ આવ્યુ અને ઓપરેશન કરાવવામાં આવ્યુ અને 8 વર્ષ સુધી પંગુતા ભોગવ્યા બાદ માત્ર આયુષ્માન યોજનાને કારણે તેઓ ફરી ચાલતા થયા છે. આયુષ્માન ભારતની સૌથી સારી બાબત એ છે કે આ માટે કોઇ લાંબી પ્રોસિજર થતી નથી જે લોકો ગરીબ અને મધ્યમ વર્ગના છે તેમના પાન કાર્ડ અને રીટર્નના આધારે સરકારે યાદી બનાવી છે જેથી મોટા ભાગના લોકો કે જેઓ યોજના માટે આગળ આવ્યા નથી તેઓ પણ લાભાર્થીની યાદીમાં છે અને કોઇપણ સમયે કેશલેસ સારવારનો લાભ લઇ શકે છે.

  • આયુષ્માન ભારત યોજના શરૂ થયાના માત્ર 100 દિવસમાં 6,58,000 કરતા વધુ દર્દીઓને મળી કેશલેસ સારવાર
  • વડાપ્રધાન નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજનાને કારણે લાખો પરીવારો આર્થિક બોજ વગર બન્યા સ્વસ્થ
  • યોજનાએ સફળતાના શિખરો સર કર્યા: હજુ વધુ વધુ લાભાર્થીઓ જોડાઈ રહ્યા છે: મહત્તમ લોકોને જોડવા વડાપ્રધાનની હાકલ

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: e-Commerce ક્ષેત્રે Google પ્રવેશ, Jio તરફથી મોટી આશા અને FBની દાંડાઈ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here