PM મોદીની આયુષ્માન ભારત યોજનાની સફળતાથી વિપક્ષોનાં પેટમાં તેલ રેડાયું

  0
  121

  કોગ્રેસ અન્ય તેના સાથી દળોએ ભારતનાં લોકોને આયુષ્માન યોજનાનો લાભ ન મળે તે માટેનાં પગલા ભરી સાબિત કરી આપ્યું કે, સત્તા માટે તેઓ શૈતાન પણ બની શકે. ભારતનાં ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો આયુષ્માન યોજનાનો લાભ લઈ સુખી-સ્વસ્થ્ય-સમૃદ્ધ ન બની જાય તે માટે સમગ્ર વિરોધ પક્ષ એક થયું.

  Photo Courtesy: hindustantimes.com

  ભાજપનાં રાષ્ટ્રીય અધ્યક્ષ અમિતભાઈ શાહને સ્વાઈન ફ્લૂની બિમારી થતા વિરોધ પક્ષના નેતાઓ જે રીતે નિવેદનો આપી રહ્યા છે એ નિવેદનો ભાજપ માટે નહીં ભારત માટે ખતરાની ઘંટડી સમાન છે. આપણે ત્યાં કહેવત છે કે, હાથી પાછળ કૂતરા ભસે. બિમાર વ્યક્તિને ટેકો આપો કે ટીપ્પણી કરો અંતે તો ઈશ્વર ઈચ્છ્યું જ થાય છે. કોઈનાં કહેવાથી કશું થયું નથી અને થશે પણ નહીં. ફિલહાલ કોંગ્રેસ અને અન્ય વિપક્ષી દળનાં નેતાઓ અમિતભાઈ શાહ બિમાર પડતા ભલે ખુશ હોય પણ અમિત શાહ સિવાયનાં દેશનાં સામાન્ય નાગરિક બિમાર પડે તો તેમને પણ સારવાર ન જ મળે અને તેમનું મૃત્યુ થાય તેવી યોજનાઓ તેમનાં દ્વારા ઘડાઈ રહી છે. જી, હા.. અડધું ભારત જે સાર્વત્રિક આરોગ્ય સુરક્ષા યોજનાનો લાભ લઈ સ્વસ્થ્ય અને સુખી બની રહ્યું છે તે પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના એટલેકે PMJAYને વિરોધ પક્ષ સમાપ્ત કરવાની તૈયારીમાં લાગી ચૂક્યું છે.

  10 કરોડ ગરીબ ઘર-પરિવારને આવરી લેતી અને 50 કરોડથી વધુ સંભવિત લાભાર્થીઓની સમગ્ર વિશ્વની સૌથી મોટી આરોગ્ય યોજનામાં દિલ્હી રાજ્ય જોડાયું નથી. પશ્ચિમ બંગાળે પણ આ યોજના છોડવાનો નિર્ણય કર્યો છે. કારણ સ્પષ્ટ છે. પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીએ જે આરોગ્ય સુરક્ષા યોજના અમલમાં મૂકી છે તે યોજનાનો લાખો-કરોડો લોકો લાભ લઈ સ્વસ્થ્ય-સુખી બની રહ્યા છે. એટલું જ નહીં આ યોજના અમલમાં મૂકવા બદલ નરેન્દ્રભાઈ મોદીને લાખો-કરોડો લોકોનાં આશિર્વાદ મળી રહ્યા છે. ઈર્ષા અને દ્રેષથી પીડિત વિરોધ પક્ષ આ જોઈ શકતી નથી આથી કોંગ્રેસ અને તેના સાથી સંગઠનો પોતાના રાજ્યોમાંથી આયુષ્માન યોજના હટાવી રહ્યા છે.

  લાગતું વળગતું: કેરળના પૂરગ્રસ્તોની સહાયતા રાશી માટે પણ શરમજનક રાજકારણ રમાયું

  છત્તીસગઢમાં પણ કઈક આવી જ સ્થિતિ છે. પશ્ચિમ બંગાળનાં મુખ્યમંત્રી મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી પર આરોપ લગાવતા કહ્યુ છે કે, આ યોજનાની સફળતાનો યશ તેમને મળી રહ્યો છે. હવે મમતાને કોણ સમજાવે કે, જીસકી લાઠી ઉસકી ભેંસ.. મમતા, માયાવતી, કેજરીવાલ કે સોનિયા-રાહુલ ઈચ્છતા તો તેઓ પણ આ પ્રકારની આરોગ્યલક્ષી યોજનાઓ અમલમાં મૂકી સફળતા મેળવીને યશ કમાઈ શકતા હતા પણ ના.. દેશનો નાગરિક સુખી, સ્વસ્થ્ય અને સમૃદ્ધ થાય તેમાં તેમને રસ નથી.

  કોંગ્રેસ અને વિરોધ પક્ષ એવું માને છે કે આયુષ્માન ભારત યોજનાનો લાભ ગરીબ-મધ્યમ વર્ગનાં લોકો લઈ રહ્યા છે જેની સંપૂર્ણ સફળતા માત્ર મોદીજીને મળી રહી છે. PMJAY યોજનાનાં પ્રથમ 100 દિવસોમાં જ લગભગ 7 લાખ લોકોએ તદ્દન મફત સારવાર મેળવી એટલે 7 લાખ લોકોનાં વોટ મોદીજીને મળી ગયા એવું વિરોધ પક્ષ સમજી રહ્યું છે. આથી ભારતનાં ગરીબ-મધ્યમ વર્ગનાં લોકોને આ યોજનાનો લાભ ન મળે તેમાં જ તેમનું ભલું હોય કોંગ્રેસ સહિતનો વિરોધ પક્ષ આયુષ્માન ભારત યોજના બંધ કેમ થાય તેના નુસખા શોધી રહ્યા છે. આશ્ચર્યજનક વાત એ છે કે વિરોધ પક્ષ શાસિત રાજ્યોમાં ગરીબ લોકોને મળી રહેલી સહાય-સારવાર બંધ થતા બૌદ્ધિક વર્ગ પણ મૌન છે.

  એક તરફ આયુષ્માન ભારત યોજનાનો અમલ થતા વૈશ્વિક સ્તરે ભારત અને પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રશંસા કરવામાં આવી રહી છે અને બીજી તરફ કોંગ્રેસ અને વિરોધ પક્ષ આ યોજનાનો લાભ ગરીબ લોકોને મળતો કેમ બંધ થાય તેના પગલાઓ ભરી રહ્યા છે. આ પરથી સ્પષ્ટ થઈ ગયું છે કે જો 2019 લોકસભા ચુંટણીમાં નરેન્દ્રભાઈ મોદી ફરીથી સત્તા પર નહીં આવે અને કોંગ્રેસી ગઠબંધનની સરકાર રચાશે તો તેઓ 50 કરોડ ગરીબ નાગરિકોના જીવનને જોખમમાં નાખીને આયુષ્યમાન ભારતનો અંત લાવશે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: 2.0 – વિકાસની ટેક્નોલોજી કુદરત માટે હાનીકારક, તો ઉપાય શું?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here