WhatsApp પર આવી ચડેલો એક Bug જેની માહિતી તમને હોવી જ જોઈએ

    0
    349

    Technology અને Bug એકબીજાના સાચા સાથી છે. જ્યાં Technology નો મહત્તમ ઉપયોગ શરુ થયો ત્યાં જ Bugs પોતાનું રૂપ દેખાડી અને Technology ના માંધાતાઓને નવી નવી Challenges આપતા રહે છે. આજે આપણે અહીંયા એક કથિત Bug જે સાચો હોય શકે છે અને બીજો તદ્દન નવો જન્મેલ Bug જે Whatsapp Users ને પરેશાન કરી શકે છેતેના વિષે ચર્ચા કરીશું.

    Photo Courtesy: valuewalk.com

    Facebook નું #10YearChallenge

    છેલ્લા કેટલાક સમયથી Facebook પર 10 Year Challenge નો Trend પૂરબહારમાં ખીલ્યો છે. આ Trend અનુસાર લોકો પોતાનો 10 વર્ષ જૂનો Photograph અને એક અત્યાર નો કોઈ એક Photograph combine કરી અને Social Media પર share કરે છે અને સાથે #10YearChallenge હેશટેગનો ઉપયોગ કરે છે. એક અંદાજ અનુસાર અત્યાર સુધી 50 લાખ થી ઘણા વધુ લોકો આ Trend હેઠળ પોતાના Photographs Share કરી ચુક્યા છે. આ વખતે માત્ર સામાન્ય લોકો જ નહિ પણ ખુબ જ નામી Celebrities પણ આ Trend હેઠળ ભાગ લઇ ચુકી છે. આ Challenge ને લોકોએ માત્ર પોતાના પૂરતી સીમિત ન રાખતા દુનિયામાં શું શું પરિવર્તન આવ્યા છે તેની સાથે પણ જોડી દીધી છે. Global Climate Change હોય કે Technology Change અથવા તો પછી Funny Meme માટે પણ 10 Year Challenge નો ઉપયોગ થઇ રહ્યો છે.

    અત્યાર સુધી ખુબ જ સામાન્ય લગતી આ બાબત ત્યારે ગંભીર બની જયારે Techno Author O’Neill દ્વારા આ મામલે  એક Tweet કરવામાં આવ્યું કે આ Challenge Facebook AI Mechanism નો એક હિસ્સો હોય શકે છે. O’Neill નું કહેવું છે કે Facebook ભવિષ્યમાં Facial Recognition નો ઉપયોગ કરવા માંગતું હોય તો તેના માટે મહત્તમ users ના face data જોઈએ અને આ પ્રકાર ની Challenge સિવાય એ Facial Database બનાવવો શક્ય નથી. આ સિવાય 10 વર્ષ નો GAP પણ રાખ્યો હોય Users પહેલા કેવા દેખાતા હતા અને અત્યારે કેવા દેખાઈ રહ્યા છે તે એક સાથે જાણી શકાય છે.

    જોકે આ મામલે હાલ તો Facebook દ્વારા એવું કહીને બચાવ કરવામાં આવ્યો છે કે #10YearChallenge એ માત્ર અને માત્ર User Curated Meme છે જે Instagram પર શરુ થયેલું અને હવે Facebook પર પ્રભુત્વ જમાવતું જાય છે અને આ Challenge હેઠળ કોઈ પણ પ્રકાર નો Data Collect નથી કરવામાં આવી રહ્યો પરંતુ ભૂતકાળમાં અમેરિકન ચૂંટણી સમયે Facebook દ્વારા Users Data Leak હોય કે એ પછી થોડા સમય પહેલા Pictures/Photographes leak મામલે પણ Facebook લોકોની નજરે ચડી ચૂક્યું હોય Techno Author O’Neill ની પોસ્ટથી વધુ એક વિવાદ ને જન્મ મળ્યો છે.

    લાગતું વળગતું: ખબરદાર! આ મેસેજ ઓપન કરશો તો તમારું WhatsApp crash થઇ જશે

    Whatsapp Bug

    Whatsapp આ પહેલા પણ ઘણી વખત Bugs અને Viruses નો સામનો કરી ચૂક્યું છે પણ આ વખત નો કિસ્સો થોડો વધુ આંચકાજનક છે. Amazon કર્મચારી Abby Fuller ના કહેવા મુજબ તેણે તેના નવા number થી Whatsapp શરુ કરતા જ તેના Phone પર જે જુના Number થી whatsapp ચાલુ હતું તેનો સમગ્ર Data તેણે મળ્યો હતો જેમાં Personal Chat અને Images પણ હતી. સામાન્ય રીતે આ શક્ય હોતું નથી આ Bug એટલું સ્પષ્ટ કરે છે કે કોઈ પાસે તમારો જૂનો number હોય જેમાં Whatsapp ચાલુ છે તો તે આસાનીથી તમારી Chat recover કરી શકે છે. Abby Fuller નો દાવો વધુ મજબૂત એટલા માટે બને છે કે ન તો તેમનો Mobile Phone Second Hand છે અને ન તો તેમનું Sim Card બંને એક સાથે લેવાયેલા હોવા છતાં કોઈ Bug ના લીધે તેને કોઈ અન્ય વ્યક્તિની Whatsapp Chat નજરે ચડી હતી.

    Whatsapp પહેલા પણ Data Migrating અંગે સ્પષ્ટતા કરી ચૂક્યું છે કે જે Users 2 Whatsapp એકાઉન્ટ ધરાવે છે પણ ઉપયોગ એક નો જ કરે છે તેઓ ત્વરિત રીતે Data Migrate કરી લે જેથી ભવિષ્યમાં તેમને કોઈ મુશ્કેલીનો સામનો ન કરવો પડે. આ સિવાય હવે Whatsapp પણ Two Way Verification System ધરાવે છે તો શક્ય હોય ત્યાં સુધી તેનો ઉપયોગ કરવો હિતાવહ છે જેથી કોઈ કદાચ તમારો number પોતાના whatsapp પર use કરી અને ચેટ recover કરવા ઈચ્છે તો પણ તે શક્ય ન બની શકે. જોકે આ મામલે હજુ સુધી Whatsapp દ્વારા કોઈ પ્રતિક્રિયા આપવામાં આવી નથી પરંતુ ટૂંક સમયમાં આ મામલે Whatsapp તરફથી અધિકારીરિક પ્રતિક્રિયા આવશે.

    Final Conclusion એટલું કહી શકાય કે #10YearChallenge હોય કે Whatsapp Bug Technology જેટલી આગળ વધશે અને જેમ જેમ તેનો ઉપયોગ મહત્તમ થશે તેમ તેમ તે વધુ હાનિકારક સાબિત થઇ શકે છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: સ્માર્ટ ફોન વિશેની ગેરમાન્યતાઓ: જાણો અને સ્માર્ટ બનો

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here