તમારા બાળકને થ્રી એસ – સેવિંગ્સ, સ્પેન્ડીન્ગ્સ એન્ડ શેરીંગના પાઠ ભણાવો

    0
    289

    રીસર્ચ એન્ડ રેન્કિંગએ આ માટે તમને મદદ કરવા 9 લેસન્સ ટુંકાણમાં બનાવ્યા છે જેથી તમારા બાળકને ભવિષ્યમાં વેલ્થ ક્રિએશન કરવા સમર્થતા  હાંસલ થઇ શકે.

    આ માટેની એક પ્રેક્ટીકલ ટીપ એ છે કે તમારું બાળક ત્રણ વર્ષનું થાય કે તુરંત એના નામે ભારત સરકારનું પબ્લિક પ્રોવિડંડ ફંડ PPF ખાતું એના નામે કોઈપણ રાષ્ટ્રીયકૃત બેંકમાં ખોલાવી દો. આ 15 વર્ષની સ્કીમ છે એમાં દર વર્ષે ઓછામાંઓછા રૂ 500 અને વધુમાંવધુ રૂ 1,50,000 જમા કરી શકાય છે. વ્યાજ હાલ વાર્ષિક 8% છે જે ચક્રવૃદ્ધિ છે અને કર રાહત પણ મળે છે પરંતુ એ મહત્વનું નથી આ ખાતામાં વર્ષ દરમ્યાન તમારા બાળકને વર્ષગાંઠ કે તહેવાર પ્રસંગે જે રોકડ ભેટ તરીકે મળે એ જમા કરો પાંચ વર્ષ બાદ તમે પણ એ ખાતામાં પૈસા જમા કરતા થઇ જશો.

    Photo Courtesy: moneycrashers.com

    તો લેસન શરુ કરીએ?

    બાલમંદિરમાં જનારા બાળક માટે (ઉમર 3-6)

    લેસન 1: પૈસા ખર્ચવા સહેલા છે પરંતુ કમાવવા અઘરા છે તમારા પૈસાની કાળજી રાખો –બ્રાયન ટ્રેસી

    હાલમાં જ હું એક શોપિંગ મોલમાં ગયો હતો ત્યારે એક માતા અને એના બાળક વચ્ચેનો સંવાદ મારા કાને પડ્યો બાળક મોંઘી ઢીંગલી ખરીદવાની જીદ કરી રહ્યું હતું પરંતુ માતાનું એ માટે બજેટ નહોતું બાળકને એનો ખ્યાલ આવતા એ બોલી ઉઠ્યું “…પણ મમ્મા તારે તો માત્ર કાર્ડ જ બતાવવાનું છે ને ?” બાળક પૈસા મેનેજ કરતા શીખે એ પહેલા એને ખ્યાલ આવવો જોઈએ કે પૈસા કમાવવા કેટલી મહેનતની જરૂર છે અને પૈસા કઈ ઝાડ પણ નથી ઉગતા.

    કઈ રીતે? બાળકને ઓફિસમાં તમારો દિવસ કઈ રીતે ગયો એ સરળ ભાષામાં સંભળાવો એને બધી સમજણ નહિ પડે પણ મુદ્દો એજ કે તમે પૈસા કમાવવા કેટલી સખત મહેનત કરો છો એનો એને ખ્યાલ આવે.

    લેસન 2: ધીરજના ફળ મીઠાં

    ઘણીવાર સારી વસ્તુ મેળવવા ધીરજ રાખવી પડે બાળક એ શીખે એ જરૂરી છે

    કઈ રીતે?  બાળકને બગીચામાં કે મેળામાં લઇ જાઓ જ્યાં તમારે હિચકે બેસવા કે ચકડોળમાં બેસવા લાઈનમાં ઉભા રહેવું પડે. અહી લાઈનમાં ઉભા રહેતા બાળકને સમજાવો કે આમ ધીરજથી લાઈનમાં ઉભા રહેવાથી કઈ રીતે મઝા કરી શકાય.

    લેસન 3: સાચો સંતોષ અને આનંદ બીજો જોડે વહેચવાથી મળે છે

    બચત અને ખર્ચની સાથે બાળક બીજો જોડે વહેચીં ખાતા શીખે એ પણ જરૂરી છે.

    કઈ રીતે ? ઘરમાં ત્રણ જાર રાખો એક ખર્ચ માટે બીજો બચત માટે અને ત્રીજો વહેંચણી માટે. બાળકને જયારે પૈસા મળે ત્યારે એને નક્કી કરવા દો કે એણે એ પૈસા આ ત્રણ જારમાં કઈ રીતે મુકવા છે એને કહો કે તારે આ ચોકલેટ ખરીદવા વાપરવા છે કે વધુ પૈસા જમા થતા ડ્રેસ ખરીદવા કે અથવા શાળામાં ગરીબ વિદ્યાર્થીને મદદ કરવા પણ એ વાપરી શકે છે. ઘરમાં અને શાળામાં પણ બાળક શેરીંગ એન્ડ કેરીંગ શીખે જ છે.

    સ્કુલમાં જતાં બાળકો (ઉમર વર્ષ 6 થી 12)

    લેસન 4:  બજેટ એટલે પૈસા ક્યાં ખર્ચાઈ ગયા એનું આશ્ચર્ય વ્યક્ત કરવાને બદલે પૈસા કેમ ખર્ચાશે એ જાણવું – ડેવ રામસે  

    બાળકને પૈસાનું સંચાલન કરતાં શીખવવાની ઉત્તમ રીત તો એજ કે એને દર અઠવાડિયે પોકેટમની આપવું અને કહેવું કે આમાંથી બચાવીને તારા રમતના સાધનો કે ડ્રેસ વગેરે ખરીદજે. અહી ટાર્ગેટ પહોચી શકાય એવો હોવો જોઈએ અન્યથા જો ખુબ લાંબો સમય થાય તો બાળકને ફશટ્રેશન આપી શકે છે.

    કઈ રીતે ? ડિજીટલ યુગમાં બાળકને એના લેપટોપ પર નોટબુક કે ફાઈલ રાખતા શીખવો જેમાં બચત અને ખર્ચનો હિસાબ એ લખી શકે અને બજેટ સમયાંતરે ચેક કરવાનું કહો અને એ પ્રમાણે બચત થઇ છે કે નહિ એ જુઓ હા એનું પોકેટમની પણ એ મુજબ બચત કરી શકે એટલું હોવું જોઈએ.

    લાગતું વળગતું: પબ્લિક પ્રોવિડંડ ફંડ એટલેકે PPF એક લાંબાગાળાનું ઉત્તમ રોકાણ

    લેસન 5: “સેલ “ નું પાટિયું એ ખરીદવા માટેનું કારણ નથી

    બાળકો “સેલ “ ના પાટિયા સામે જલ્દીથી આકર્ષતા હોય છે અને એ ખરીદવા લલચાય છે આવા સમયે જો બાળક ખરીદવાની જીદ પકડે તો એને પૂછો શું એને એ ખરેખર જોઈએ છે? અહી વિશલીસ્ટનું મહત્વ સમજાય છે મુદ્દો એજ કે બાળક ખરીદવા લલચાતું અટકે અને નહિ કે તમે જડ છો.

    કઈ રીતે ? બાળક સાથે તમે શોપીંગમાં જાવ ત્યારે આવા સેલના પાટિયા જોઈ તમારે એ ખરીદવાનું કારણ એ સાંભળે એમ પત્નીને કહો કે શું આ અથાણું વધુ સસ્તું બીજેથી મળી શકે? અથવા શું એની ખરેખર જરૂર છે ? આ રીતનો સંવાદ એને ક્યાં ખર્ચ પહેલાં કરવી એ શીખવશે.

    લેસન 6: પૈસા અંગે ઘરમાં વાતો કરો

    આ એક ભૂલભરેલી સામાન્ય માન્યતા છે કે ઘરમાં બાળકની સામે પૈસાની વાતો ના થવી જોઈએ પરંતુ વાસ્તવિકતા તો એ છે કે બાળકની સામે બજેટની વાતો કરવાથી બાળક માતાપિતાના ખર્ચ અને બચત અંગેના વિચારો સમજતું થશે

    ટીનેજર (ઉમર વર્ષ 13 થી વધુ)

    લેસન 7: ચક્રવૃદ્ધિ વ્યાજ એ દુનિયાની આઠમી અજાયબી છે જેઓ એ સમજે છે તેઓ મેળવે છે અને જેઓ નથી સમજતા તેઓ ભરપાઈ કરે છે  – આલ્બર્ટ આઇન્સ્ટાઇન

    બાળકને “પાવર ઓફ કમ્પાઉન્ડીંગ “ નું મહત્વ સમજાવો

    કઈ રીતે ? એને એ વાર્તા કહો જેમાં રાજા એક ખેડૂત સાથે ચેસ રમવા બેસે છે અને કહે છે કે જો તું જીતી જઈશ તો હું તને તું માંગે એ આપીશ ખેડૂત રમત જીતી જાય છે. હવે ખેડૂત માંગે છે કે “ચેસના પહેલા ખાનામાં એક દાણો ચોખાનો મુકો અને મને આપો બીજા ખાનામાં બે દાણા મુકો અને મને આપો ત્રીજા ખાનામાં ચાર દાણા અને ચોથા ખાનામાં આઠ દાણા આમ બમણા કરતા જઈ ચેસના ચોસઠ ખાના ભરી મને ચોખાના દાણા આપો.“ પરંતુ રાજા જયારે 64માં ખાના પર દાણા મુકે છે ત્યારે એ 18 મિલિયન ટ્રીલીયન દાણા થાય છે આ એક ઉત્તમ દ્રષ્ટાંત છે.

    લેસન 8: પૈસા પ્લાસ્ટિક કાર્ડ કરતાં વિશેષ છે

    બાળકને નજીવા કારણોસર ક્રેડિટકાર્ડ પર ખર્ચ કરતાં રોકો એમને સમજાવો કે એથી ઘણું મોટું વ્યાજ ભરવું પડે છે.

    કઈ રીતે ? બાળકને કેલ્ક્યુલેટર લઇ સમજાવો કે ક્રેડિટકાર્ડ પર વ્યાજ કઈ રીતે લાગે છે અને કેટલા ટકા લાગે છે જે એમની મૂડીવૃધ્દ્ધી ને હાની પહોચાડી શકે છે.

    લેસન ૯:  લાંબાગાળાની તંદુરસ્તી માટે ખાવ અને નહિ કે ટુંકાગાળા ના સ્વાદ માટે

    બાળકને લાંબાગાળાના ધ્યેય માટે લાંબાગાળાના રોકાણનું મહત્વ સમજાવો.

    કઈ રીતે ? બાળકને નિયમિત બચત કરતા શીખવો તમારા 15 વર્ષના બાળકના નામે એનું બેંક ખાતું ખોલી આપો અને એને એ વાપરતા શીખવી દો. બેન્કના રીકરીંગ ડીપોઝીટ અને ફિક્સ્ડ ડીપોઝીટથી માહિતગાર કરો અને એમાં એને રોકાણ કરવાનું કહો.

    અને હા બાળક જયારે 18 વર્ષનો પુખ્ત યુવાન થાય ત્યારે તમે એના નામે ખોલેલા પબ્લિક પ્રોવિડંડ ફંડ ખાતાની પાસબુક એને બતાવો એને બચતનું મહત્વ આપમેળે સમજાઈ જશે લાંબાગાળાની સાર્થકતા સમજાશે અને હા ‘પાવર ઓફ કમ્પાઉન્ડીંગ “ નો સાચો અર્થ તો અવશ્ય સમજી જશે.

    રીસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

    આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રીસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

    આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

    આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: ગણિકા ગમન – ઈન આંખો કી મસ્તી કે મસ્તાને હજારો હૈ…

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here