તમે જાણો છો કે આપણે આપણા પૂર્વજોને લીધે જાડા થઈએ છીએ?

    0
    268

    મનગમતું અથવાતો સ્વાદિષ્ટ ભોજન આપણી સમક્ષ મુકવામાં આવે તો આપણે સમય, સ્થળ અને કાળનું ધ્યાન રાખ્યા વગર જ તેના પર તૂટી પડતા હોઈએ છીએ. આપણે જાડા હોઈએ તો તેની માટે આપણે આપણા ખાવાના શોખ, આળસ અને મહદઅંશે આપણી લાઈફસ્ટાઈલને દોષ દેતા હોઈએ છે. જો તમે પણ આમ જ વિચારતા હોવ તો તમે ખોટા છો. જી હા, સ્વાદિષ્ટ ખાણું અથવાતો આપણી આળસુ લાઈફસ્ટાઈલ આપણા જાડા હોવા બાબતે જવાબદાર નથી.

    Photo Courtesy: share.upmc.com

    એવું કહેવાય છે કે દુનિયાના 70 ટકા લોકો જાડા છે અને જાડાપણાને લીધે આ લોકો અનેક પ્રકારની બીમારીઓથી ગ્રસ્ત હોય છે. લોકોમાં મેદસ્વીતા સામે જાગૃતિ તો આવી છે અને તેઓ પોતાની અણગમતી ચરબી ઘટાડવા માટે ગમે તે હદે જવા તૈયાર છે એ માટે તેઓ પોતાના શરીરના ચરબીવાળા હિસ્સા પર કાળી અને બ્લ્યુ પટ્ટી પહેરવા માટે પણ તૈયાર છે પરંતુ તેમ છતાં તેમનું વજન ઘટતું નથી.

    ખરેખર તો વજન ઘટાડવા માટે આ બધું એક માર્કેટિંગ ગીમિક સિવાય કશું જ નથી. માર્કેટિંગ કંપનીઓ વજન ઘટાડવાના પોતાના સાધનો વેંચવામાં એટલા માટે સફળ જાય છે કારણકે લોકો ભોળા છે. જાડા લોકો અતિશય કઠોર ડાયટ કરે છે, દવાઓ લે છે અને અતિશય કસરત પણ કરે છે, પણ એ બધું તેઓ પોતે જાડા કેમ છે એનું કારણ જાણવાની તસ્દી લેતા નથી.

    આપણે શા માટે જાડા છીએ? આ સવાલનો એક જ જવાબ છે “આપણા પૂર્વજોને કારણે!” કઈ રીતે? ચાલો જાણીએ.

    માનવજાત અતિશય દુષ્કાળના સમયમાંથી વિકસિત થઇ છે. આપણા પૂર્વજોને ત્યારેજ ભોજન મળતું જ્યારે તેઓને કોઈ હરણનો શિકાર કરવા મળે કે ક્યાંક કોઈ ફળ મળી આવે. જ્યારે તેમને આમાંથી કશું જ ન મળતું ત્યારે તેઓ ભૂખ્યા રહેતા. જો તેઓ ભૂખ્યા રહેતા તો પણ લાંબો સમય સુધી કેવી રીતે જીવિત રહેતા? તો તેનો જવાબ છે ચરબી. તેમના શરીરમાં ચરબી આપણા ઘરમાં રહેલા સ્ટોરરૂમનું કામ કરતી જેમાં ઘણો લાંબો સમય માનવીય ચરબી સચવાઈ રહેતી.

    જે લોકોનું શરીર આ ચરબીનો સંગ્રહ કરી શકવામાં અક્ષમ રહેતું તેઓ વહેલા મૃત્યુ પામતા અને જેમનું શરીર ચરબીનો સંગ્રહ કરતું તેઓને ગરમી મળી રહેતી ઉપરાંત ચાલવા અને અન્ય કર્યો કરવા માટેની શક્તિ મળી રહેતી.  આમ શરીર દ્વારા ચરબી સાચવી રાખવી એ મનુષ્યના અસ્તિત્વ માટે અત્યંત મહત્ત્વની પ્રક્રિયા છે. પરંતુ હવે ફરક એવો આવ્યો છે કે આપણને આપણા પૂર્વજોની માફક ખોરાક શોધવાની જરૂર નથી.

    આપણે જમવા માટે ખાસ રેસ્ટોરન્ટમાં જઈએ છીએ, પાર્ટીઓમાં ભોજનનું ખાસ મહત્ત્વ હોય છે એટલુંજ નહીં હવે તો આપણે ઘરે બેઠા ભોજન ઓર્ડર કરીએ છીએ. આમ કરવાથી આપણને એવું લાગે છે કે સમાજમાં રહેવા માટે કે પછી સમાજમાં ભળવા માટે બહાર જઈને ખાવું અને એ પણ રાજાશાહી ભોજન કરવું જરૂરી છે. ખરેખર તો આપણી સંસ્કૃતિ જ ભોજનની આસપાસ વિસ્તરેલી છે.

    લાગતું વળગતું: તજ તમારા વજનને ઘટાડવામાં કેવી રીતે મદદરૂપ બનશે?

    આ ઉપરાંત ખોરાકનો ઉપભોગ કરવો આપણને ગમે છે, આપણને ભૂખ ન હોય તો પણ અમુક પ્રકારનો સ્વાદ આપણને ખાવા માટે લલચાવે છે. પરંતુ આમ શા માટે થાય છે? મનુષ્યએ ભીષણ દુષ્કાળનો સમય એટલે પસાર કર્યો કે જેથી તે પુરતો ખોરાક એકઠો કરી અને તેને સ્વાદિષ્ટ બનાવી શકે. આપણને ખોરાક એટલા માટે આનંદ આપે છે કારણકે આપણું શરીર એ રીતે પ્રોગ્રામ થયેલું છે. એવી જ રીતે જેવી રીતે સેક્સ આપણને આનંદ આપે છે. કુદરતે સેક્સને એટલેજ આનંદદાયક બનાવ્યું છે કારણકે જેનાથી મનુષ્યોની ઉત્પતી સતત ચાલુ રહે.

    પરંતુ હવે તકલીફ એ ઉભી થઇ છે કે હવે ભીષણ તો શું પરંતુ ભૂખમરા સુધી પહોંચી જવાય એવા દુષ્કાળ નથી પડતા. હવેની સરકારો પણ એ બાબતનું ધ્યાન રાખે છે કે દુષ્કાળગ્રસ્ત વિસ્તારોમાં કોઇપણ વ્યક્તિ ભૂખમરાથી ન મરે. એક રીતે આ સારી બાબત છે પરંતુ તેણે ઘણીબધી રીતે આપણને અસર કરી છે. અત્યારે આપણી પાસે અસંખ્ય જાતના ખોરાક ઉપલબ્ધ છે જે આપણા પૂર્વજો પાસે આ વિકલ્પ ન હતો. પરંતુ કુદરત તો પોતાનું કામ કરે જ છે અને તે તો ચરબીને પહેલાની જેમ જ શરીરમાં જમા કરવાનું કાર્ય કરતી રહે છે.

    કુદરતતો એમ પણ નક્કી કરે છે કે શરીરમાં ચરબીનું પ્રમાણ સરખું રહે જેથી મનુષ્ય માંદો ન પડે. અતિશય ઓછી ચરબી વ્યક્તિને અશક્ત બનાવી દે છે તો અતિશય વધારે ચરબી તેની કાર્યશૈલી પર અસર પાડે છે.

    જો કુદરત તમામ માણસોમાં પોતાની ચરબી જમા કરવાની પ્રક્રિયા બરોબર કરતી હોય તો પછી અમુક લોકો કેમ જાડા નથી હોતા? તો એનો જવાબ એ છે કે તેમનું શરીર ખુદ ચરબી પર કંટ્રોલ કરે છે ચાહે તેમનું ખાનપાન ગમે તેવું હોય. અમુક લોકોના મગજમાં એ પ્રકારની વ્યવસ્થા હોય છે જે તેમને સતત ભૂખ્યા રાખે છે અને તેઓ અડેધડ ખાતા હોય છે અને પરિણામે જાડા થાય છે.

    તો હવેથી ભવિષ્યમાં કોઈ તમને પૂછે કે તમે કેમ જાડા છો તો તેનો બધો જ આરોપ તમારા પૂર્વજો પર નાખી દેજો, ઓકે?

    ટાઈમ્સ ઓફ ઇન્ડિયાના આર્ટીકલ પર આધારિત.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: લગ્નની તૈયારીઓ એટલે ખર્ચાળ લગ્ન પહેલા જ ખર્ચાઓની હારમાળા

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here