દાળ બગડે તો દિવસ બગડે ને? જાણીએ ભારતની સ્વાદિષ્ટ દાળોની 4 રેસિપીઓ

    1
    344

    ભારતીય રસોડાની ઓળખ શું? મસાલા તો ખરા જ, પરંતુ સૌથી પહેલી ઓળખ છે તેની સુગંધ. આપણા રસોડામાં પ્રવેશતા જ જાત જાતના મસાલાઓમાં રંધાઈ રહેલા ખોરાકની સુગંધ આપણને ખાવાના સુધી ખેંચી લાવે છે. ગુજરાતી રસોડામાં આવી જ એક સ્પેશિઅલ સુગંધ છે દાળની. દાળ એક એવી વાનગી છે જે આખા દેશને જોડે છે એટલે જ 21મી જાન્યુઆરી 2019ના રોજ ઇન્ડિયન ફૂડ બ્લોગર્સ અને ફૂડ એન્થુઝીઆસ્ટ્સ એ “દાલ દિવસ”ની ઉજવણી કરી.

    વિવિધ કઠોળની દાળ એ ભારતીય ફૂડનું સ્ટેપલ ડાયટ છે અને રોજીંદા પ્રોટીનનો બહુ મોટો સ્ત્રોત છે. આપણે સામાન્ય રીતે કોઈ એક દાળ જ વાપરતા હોઈએ છીએ – ગુજરાતમાં મોટેભાગે તુવેર દાળ. પરંતુ અલગ અલગ પ્રાંતમાં અલગ અલગ દાળ બહોળા પ્રમાણમાં વપરાય છે સાઉથ ઇન્ડીયામાં મગની દાળ વપરાય છે, તો ઉત્તર ભારતમાં મસૂરની દાળનું ચલણ છે અને આસામ બાજુ અડદની દાળનું ચલણ છે. તો ઘણી વાર પાંચ જાતની દાળ ભેગી કરીને પંચમેળ દાળ પણ બનાવવામાં આવે છે જે ખૂબ પ્રચલિત છે.

    તો આવો આજે જોઈએ કેટલીક દાળ, જે ભારતભરમાં પ્રખ્યાત છે.

    કટા ચી આમટી (મહારાષ્ટ્રિયન દાળ)

    Photo Courtesy: cravecookclick.com

    સામગ્રી:

    1/2 કપ ચણા દાળ

    3-4 કપ પાણી

    1 ટામેટું, સમારેલું

    ½ ટીસ્પૂન રાઈ

    ½ ટીસ્પૂન જીરું

    5 થી 6 પાન મીઠો લીમડો

    ચપટી હિંગ

    1 ટીસ્પૂન કાશ્મીરી મરચું પાવડર

    ½ ટીસ્પૂન ગરમ મસાલા

    1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

    ¼ ટીસ્પૂન હળદર પાવડર

    2 ટીસ્પૂન તેલ

    મીઠું જરૂરીયાત મુજબ

    રીત:

    1. ચણા દાળને લગભગ એક કલાક પલાળી, ધોઈને પ્રેશર કૂકરમાં પકવો.
    2. કૂકર ઠંડુ પડે એટલે દાળને બરાબર ઓસાવી દો. આ ઓસામણને સાચવીને રાખો.
    3. એક પેનમાં તેલ ગરમ કરો. તેમાં રાઈ નાખી તેને તતડવા દો. ત્યારબાદ તેમાં જીરું ઉમેરો. જીરુંનો રંગ બદલાવા લાગે એટલે તેમાં મીઠો લીમડો, હળદર પાવડર, લાલ મરચું પાવડર અને હિંગ ઉમેરો.
    4. તેમાં ટામેટા ઉમેરો. ટામેટા નરમ ના થાય ત્યાં સુધી સાંતળો.
    5. તેમાં ચણાની દાળ અને ઓસામણ નાખો. જો જરૂર લાગે તો વધુ પાણી ઉમેરો.
    6. મીઠું, કોથમીર અને ગરમ મસાલો ઉમેરી બરાબર મિક્સ કરો.
    7. ઉભરો આવે એટલે આમટીને 5 થી 7 મીનીટ માટે ધીમા તાપે ઉકળવા દો.
    8. ભાત કે રોટલી સાથે ગરમાગરમ પીરસો.

    દાલ મખની (પંજાબી દાળ)

    Photo Courtesy: Aakanksha Thakore

    સામગ્રી:

    200 ગ્રામ આખા અડદ

    50 ગ્રામ નાના રાજમા

    1 તમાલપત્ર

    3-4 લીલી ઈલાયચી

    1 + 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું લસણ

    1 + 1 ટેબલસ્પૂન ઝીણું સમારેલું આદુ

    1/4 કપ ઘી

    1/3 કપ ઝીણું સમારેલી ડુંગળી

    2/3 કપ ટમેટા પ્યુરી

    1/2 ટીસ્પૂન હિંગ

    2 ટીસ્પૂન લાલ મરચા પાઉડર

    1 ટીસ્પૂન હળદર

    1 ટીસ્પૂન ધાણા પાઉડર

    3 ટેબલસ્પૂન + 1 ટેબલસ્પૂન તાજા ક્રીમ

    1/2 ટેબલસ્પૂન કસુરી મેથી

    1 ટેબલસ્પૂન સમારેલી કોથમીર

    પાણી જરૂરમુજબ

    સ્વાદ મુજબ મીઠું

    સ્વાદ મુજબ ગરમ મસાલા

    રીત:

    1. રાજમા અને આખા અડદને યોગ્ય રીતે ધૂઓ અને તેમને 7-8 કલાક માટે પલાળી રાખો.
    2. પલાળવા માટે વપરાયેલા પાણીને દૂર કરો, પ્રેશર કૂકરમાં અડદ-રાજમા મિશ્રણ લો અને સ્વાદ મુજબ મીઠું, તમાલપત્ર, ઈલાયચી, 1 ટેબલસ્પૂન લસણ, 1 ટેબલસ્પૂન આદુ ઉમેરો. દાળના સ્તરથી લગભગ 3 ઇંચ સુધી પાણી ઉમેરો અને તેને 5-7 સિસોટીઓ માટે રાંધવા.
    3. એક થીક બોટમ પાનમાં, 1/4 કપ ઘી લો. ડુંગળી ઉમેરો અને સારી રીતે સાંતળો. હિંગ, લસણ, આદુ અને સારી રીતે સાંતળો.
    4. ટમેટો પ્યુરી, લાલ મરચાં પાવડર, ધાણા પાઉડર, હળદર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો. 5-7 મિનિટ માટે ટમેટો પ્યુરી પકવા કરવા દો.
    5. તેમાં બાફેલી અડદ-રાજમાનું મિશ્રણ ઉમેરો, પાણી સાથે.
    6. મેશર વડે મિશ્રણને વ્યવસ્થિત રીતે ભેગું કરો. મીઠું, કસુરી મેથી અને ગરમ મસાલા ઉમેરો.
    7. 15-20 મિનિટ માટે ધીમી આંચ પર, ઘટ્ટ થાય ત્યાંસુધી ખદખદવા દો
    8. 3 ટેબલસ્પૂન ક્રીમ અને સમારેલી કોથમીર ઉમેરો અને સારી રીતે મિક્સ કરો.
    9. 1 ટેબલસ્પૂન ક્રીમ અને કોથમીરથી સજાવી, પરાઠા અથવા જીરા રાઈસ સાથે પીરસો.

    લાગતું વળગતું: શરીરને તંદુરસ્ત અને પેટને પણ ખુશ રાખતા કેટલાક હેલ્ધી સલાડ

    સુવા દાળ

    Photo Courtesy: Aakanksha Thakore

    સામગ્રી:

    કૂકરમાં બાફવા માટે:

    ¼ કપ ફોતરાં વગરની મગની દાળ

    ¼ કપ મસૂર દાળ

    1 કપ પાણી

    અન્ય સામગ્રી:

    1 ટેબલસ્પૂન તેલ

    ½ ટીસ્પૂન જીરું

    1 બારીક સમારેલું લીલું મરચું

    1 ટીસ્પૂન લસણની પેસ્ટ

    4-5 મીઠા લીમડાના પાન પાંદડા

    ½ કપ સમારેલી ડુંગળી

    ½ કપ સમારેલા ટામેટા

    1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

    ½ ટીસ્પૂન ધાણા પાવડર

    ½ ટીસ્પૂન ગરમ મસાલા

    1 ટીસ્પૂન આમચૂર પાવડર

    સ્વાદ મુજબ મીઠું

    1 ½ કપ પાણી

    3-4 ટેબલસ્પૂન સુવા ભાજી

    રીત:

    1. બંને દાળને પલાળી અને બરાબર ધોઈને 1 કપ પણ સાથે પ્રેશર કૂકરમાં મધ્યમ આંચે 2 થી 3 વ્હીસલ સુધી બાફી લો. કૂકર ઠંડુ પડે ત્યાંસુધી બાજુમાં રહેવા દો.
    2. એક પેનમાં તેલ લો, તેલ ગરમ થાય એટલે એમાં જીરું ઉમેરો.
    3. જીરું તતડે એટલે એમાં લીલું મરચું, મીઠા લીમડાના પાન અને લસણની પેસ્ટ ઉમેરો અને લગભગ 1 મિનીટ માટે સાંતળો.
    4. હવે તેમાં સમારેલી ડુંગળી ઉમેરીને ડુંગળી નરમ થાય ત્યાંસુધી સાંતળો.
    5. હવે તેમાં ટામેટા ઉમેરો અને સાથે સાથે મીઠું, ધાણા પાઉડર, લાલ મરચું પાઉડર, આમચૂર પાઉડર અને ગરમ મસાલો ઉમેરો અને બરાબર ભેળવી ટામેટા નરમ થાય ત્યાંસુધી પકવી લો.
    6. તેમાં બાફેલી દાળ અને અડધો કપ પાણી ઉમેરો. સાથે સાથે સુવાની ભાજી ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
    7. એક ઉભરો આવે એટલે આંચ ધીમી કરી 7 થી 8 મિનીટ સુધી ખદખદવા દો.
    8. ભાત કે પરાઠા સાથે પીરસો.

    ધાનસાક (પારસી દાળ)

    Photo Courtesy: currytrail.in

    સામગ્રી:

    1/3 કપ તુવેર દાળ
    1/3 કપ મસૂર દાળ
    1/3 કપ મગની દાળ
    1/4 કપ ચણા દાળ
    2 મધ્યમ કદની ડુંગળી, બારીક સમારેલી
    1 મોટું બટાકું, છોલીને સમારેલું
    1 મધ્યમ રીંગણ સમારેલું
    1 કપ લાલ કોળું, છોલીને સમારેલું
    1 મોટું ટામેટું સમારેલું
    ¼ ટીસ્પૂન હળદર પાવડર
    1 ટેબલસ્પૂન કસૂરી મેથી
    3/4 ચમચી આમલીની પેસ્ટ
    1 ટીસ્પૂન ગોળ (અથવા ખાંડ)
    1 1/2 ટેબલસ્પૂન તેલ / ઘી
    સ્વાદ માટે મીઠું
    2 ટેબલસ્પૂન કોથમીર સમારેલી, સજાવટ માટે

    મસાલા પેસ્ટ માટે:
    2 કળી લસણ
    આદુ 1/2 ઇંચ નો ટુકડો
    1 ટીસ્પૂન જીરુ
    1 1/2 ટીસ્પૂન ધાણા
    તજ 1 ઈંચનો ટુકડો
    2 લીલી એલચીની શીંગોમાંથી કાઢેલા બી
    3 લવિંગ
    4 કાળા મરીના દાણા
    2 સૂકા લાલ મરચાં

    રીત:

    મસાલાની પેસ્ટ માટે:

    મધ્યમગરમી પર એક નાની પેનમાં બધા જ મસાલાને એક પછી એક તેમાંથી સુગંધ આવે ત્યાં સુધી ડ્રાય રોસ્ટ કરો. ત્યારબાદ સહેજ ઠંડા પડે એટલે તેમાં આદુ અને મરચા ઉમેરી પીસી લો.આ પેસ્ટમાં એક – બે ચમચી પાણી ઉમેરી મસાલાની પેસ્ટ બનાવો અને તેને બાજુ પર રાખો.

    1. એક બાઉલમાં બધીદાળ મૂકો અને તેમને સારી રીતે ધોઈ તેમાં પૂરતું પાણી અને શાકભાજી (રીંગણા, બટાકાઅનેકોળું) ઉમેરી તેને પ્રેશર કૂકરમાં બાફી લો.
    2. પ્રેશર કૂકર ખોલી, તેમાંથી દાળ અને શાકભાજી કાઢી તેમને સારી રીતે મેશ કરી લો.
    3. ગરમપાણીમાં 2 ટેબલસ્પૂન કસૂરીમેથી પલાળો.
    4. એકકઢાઈ/પાન માંતેલ ગરમ કરો અનેઆદુ-લસણની પેસ્ટ અને મસાલાપેસ્ટ ઉમેરો.
    5. મધ્યમ ગરમી પરએક મિનિટ સુધી પકવો. તે બળતું નથી તે જોતા રહી,વારંવાર હલાવતા રહો.
    6. ડુંગળી ઉમેરો.ડુંગળી ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો. હવે ટામેટાં ઉમેરો અને તેઓ સોફ્ટ બને ત્યાં સુધી રાંધો.
    7. છુન્દેલું મિશ્રણ, હળદર પાવડર, પાણી, આમલીનો રસો, ખાંડ અને મીઠું સાથે પલાલેઈ કસૂરીમેથી ઉમેરો, અને તે10 મિનિટ માટે પકવો.
    8. ગ્રેવી ઘટ્ટ થાય ત્યાં સુધી પકવો.
    9. તાજી કોથમીર સાથે સજાવી બ્રાઉન રાઈસ,કચુંબર અને પાપડ સાથે પીરસો.

    આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

    eછાપું

    તમને ગમશે: શું તમે ક્યારેય ભૂલ કરી છે? જો કરી છે તો તેનો સ્વીકાર કર્યો છે?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here