શેરબજારમાં રોકાણ કરવું એ સારી આદત છે, પરંતુ શું માત્ર રોકાણ એ જ આપણું લક્ષ્ય હોવું જોઈએ? શું શેરબજારમાંથી સંપત્તિ ઉભી ન કરી શકાય? આ 11 ટિપ્સ કદાચ તમને એ માટે મદદ કરી શકશે.

શેરબજારમાં રોકાણ દ્વારા શ્રીમંત કઈ રીતે થવાય એના માટે ઘણાબધા પુસ્તકો છે ઈન્ટરનેટ પર પણ આ અંગે વિપુલ માત્રામાં સાહિત્ય ઉપલબ્ધ છે પરંતુ શેરબજારમાં ખરેખર શ્રીમંત થવા આ બધા વાંચનથી વિશેષ આવડતની જરૂર છે
આ માટે રિસર્ચ એન્ડ રેન્કિંગે તમારા માટે શેરબજારમાં શ્રીમંત થવા કઈ રીતે રોકાણ કરવું એની 11 ટીપ્સ આપી છે તો જોઈએ આ ટીપ્સ
1) આયોજનથી શરૂઆત કરો
સૌ પહેલાં તો થોડો સમય કાઢી તમારા ગોલ નક્કી કરો અને એ માટેની સમય મર્યાદા નક્કી કરો એને એક કાગળ પર ટપકાવો.
2) વહેલી શરૂઆત કરો
નોકરીની શરૂઆત કરો એની સાથે જ રોકાણની શરુઆત કરો એનાથી ચક્રવૃદ્ધિ વ્યાજના ફાયદાઓ મળશે.
3) લાંબાગાળા માટે રોકાણ કરો
વોરન બફે નું કહેવું છે કે “ તમે જો 10 વર્ષ માટે સ્ટોકમાં રોકાણ કરવાના ના હો તો એણે દસ મિનીટ પણ રોકાણ કરવું ના જોઈએ “ લાંબાગાળાના રોકાણથી શેરબજારમાં રોકાણનું જોખમ ઘટે છે.
4) ટુંકાગાળાની વધઘટ વોલાટિલિટીથી ડરો નહિ
સફળ રોકાણકારો આડેધડ લેવેચથી દુર રહે છે અને જે સ્ટોક બજાર ઘટે તો પણ ટકી રહે એવા સ્ટોકમાં રોકાણ કરે છે.
5) “ કટિંગ ધ લોસીસ “ નુકસાનીને કાપવા અને થોડો નફો ગાંઠે બાંધતા અચકાવો નહિ.
ઘણાં રોકાણકારો અમુક કંપની સાથે લાગણીથી જોડાઈ જાય છે અને ભાવ ઘટતા એ ફરીથી વધશે એવી આશાએ પકડી રાખે છે પરંતુ લાગણીશીલ થવું યોગ્ય નથી પ્રેક્ટીકલ થઇ નુકશાની ઘટાડો તો વળી ઘણાં એવા હોય છે કે હજી ભાવ વધશેની આશાએ શેરને પકડી રાખે છે આવા સમયે પણ પ્રેક્ટીકલ થઇ એના ફન્ડામેન્ટલ્સ જોઈ જો ગ્રોથની શક્યતા ના હોય તો થોડો નફો ગાંઠે બાંધી લેવો જોઈએ.
6) પેની સ્ટોકથી દુર રહો
ઘણાં માને છે કે પેની સ્ટોકમાં રોકાણ કરવાથી નુકશાની ઘટે છે પરંતુ વાસ્તવમાં ઓછી કિંમતના શેરો વધુ જોખમી હોય છે એનાથી તમારું સંપૂર્ણ નુકશાન થવાની શક્યતા વધે છે આવા શેરો અંગે માહિતીઓ સહેલાઈથી ઉપલબ્ધ હોતી નથી અને પારદર્શક નથી હોતી.
7) યોગ્ય નિષ્ણાતની સલાહ લો
દરેક રોકાણકારના રોકાણનો હેતુ યુનિક હોય છે વિશિષ્ટ હોય છે જોખમ લેવાની ક્ષમતા પણ વધતી ઓછી હોય છે આવી બાબતો ધ્યાનમાં લે એવા સેબી રજીસ્ટર્ડ નિષ્ણાત સલાહકારની સલાહ લો.
લાગતું વળગતું: શેરબજારમાં કરેક્શન એ સારી સારી કંપનીના શેર ખરીદવાનો સોનેરી મોકો છે |
8) લોકો શું કહે છે એ ના માનો
બજારની અફવાઓ પ્રલોભનો અને ટીપ્સથી દુર રહો જાતે રિસર્ચ કરો ઉત્તમ તો એ છે કે સાચા સલાહકારની સલાહ લો જે તમારા રોકાણને સમયાંતરે જોતા રહે અને એ મુજબ સલાહ આપે.
9) લાગણીઓ પર અંકુશ રાખો
લોભ ક્રોધ ગુનાહિત માનસ જેવી લાગણીઓ નફાને સીમિત રાખે છે એથી રિસર્ચ કરી ફન્ડામેન્ટલસ જોઈ પ્રેક્ટીકલ નિર્ણયો લેવા જોઈએ.
10) “ટાઈમ ધ માર્કેટ“ નો પ્રયત્ન ન કરો
બજાર ઘટશે તો લઈશું અને વધે ત્યારે વેચીશું જેવા વિચારો કરી નિર્ણય ના લો એનાથી નુકશાન જ થશે એના કરતા સારા ફન્ડામેન્ટલ્સ ધરાવતી અને સારું મેનેજમેન્ટ હોય એવી કંપનીમાં રોકાણ કરતા રહો.
11) તમારા રોકાણમાં શિસ્ત પાળો
નિયમિત રોકાણ કરતા રહો રોકાણ નિયમિત જોતા રહો અથવા આ માટે નિષ્ણાતની સલાહ લો તમારા રોકાણને વળગી રહો અને મન ખુલ્લું રાખો.
રીસર્ચ એન્ડ રેન્કિંગ: અનુવાદ નરેશ વણજારા
આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રીસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.
આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો
આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું અહીં આપેલી સલાહને પોતાના તરફથી કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.
આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.
eછાપું
તમને ગમશે: 27 વર્ષ પહેલાં રચાયેલું એક ગીત જે આજના ઇન્ડિયન યુથને પ્રેરણા આપે છે