જો Facebook Messenger Instagram અને Whatsapp નું મર્જર થાય તો?

  0
  164

  સાંભળ્યું છે કે Facebook Messenger, Instagram અને WhatsApp એમ ત્રણ એપ્સનું મર્જર થવા જઈ રહ્યું છે. જો આમ થશે તો શું ફાયદા અને શું નુકશાન થઇ શકે તેમ છે.

  Photo Courtesy: recode.net

  Facebook Messenger, Instagram અને Whatsapp આમ તો ત્રણેય Social Media Messaging માટે ખુબ જ જરૂરી Application છે તેમ છતાં દરેક નો ઉપયોગ અલગ અલગ થાય છે. Official કામ માટે અલગ Social Media માટે અલગ અને જો આ ત્રણેય Applicationsનું મર્જર જાય તો ? Users ને કેવી મજ્જા જ મજ્જા થઇ જાય પણ Developer ને તકલીફ વધી જાય અને Users ની Data Security એ ખુબ જ મહત્વનો ભાગ ભજવે એટલે એ બાબતે પણ પુરી તકેદારી રાખવી પડે.

  છેલ્લા ઘણા સમયથી ચાલી રહેલી વાતો પર આખરે Mark Zuckerberg નું Confirmation મળી ગયું છે. આમ તો છેલ્લા ઘણા સમયથી આ મર્જર બાબતે ચર્ચા ચાલી રહી હતી જે 2020 માં સત્ય હકીકત બની જશે. Facebook Messenger, Whatsapp અને Instagram ને merge કરવામાં આવશે એક Application બનાવી દેવામાં આવી શકે છે. હાલ Facebook ની Team આ Project પર કામ કરી રહી છે. ત્રણેય Application merge કાર્ય બાદ પણ Stand Alone Application તરીકે જ કામ કરશે પણ Cross Messaging સરળ બની જશે. એક જ Application માંથી તમે આસાની થી બીજી Application માં રહેલા તમારા મિત્ર ને message કરી શકશો.

  Mark Zuckerberg ના કહેવા મુજબ હાલ Whatsapp પર જ End to End Encryption કામ કરી રહ્યું છે આ ત્રણેય Applicationsનું મર્જર થયા બાદ એ તમામ પર End to End Encryption અમલમાં મુકવામાં આવશે. જોકે આ મામલે સહુથી મોટો પ્રશ્ન Users ના Data Security માટે નો જ આવી રહ્યો છે કેમ કે Facebook અને Instagram પર તમારે તમારા નામ સાથે Account Create કરવું પડે છે જયારે Whatsapp એ માત્ર તમારા Phone Number નો જ ઉપયોગ કરે છે. આ સિવાય Merge થયા બાદ Instagram User કે Facebook Messenger User જો કોઈને Direct Whatsapp Message કરે તો ત્યારે પણ સુરક્ષાના પ્રશ્નો ઉભા થાય ખાસ કરીને મહિલા સુરક્ષા અને તેમની ગોપનીયતા.

  લાગતું વળગતું: ફેસબુક સાથે યૂઝર્સની મિત્રતા, વોલ પોસ્ટથી મેસેંજર સુધી…

  ભૂતકાળમાં અમેરિકાની ચૂંટણી સમયે થયેલ Data Leak હોય કે ભારતમાં થોડા સમય પહેલા જ સામે આવેલ State Bank Of India ના customers નો Data Leak હોય. Users ની Data Security Mark Zuckerberg અને તેમની Team માટે  ખુબ જ પેચીદો પ્રશ્ન બનવાનો છે.

  જો આ મર્જર થયું અને પછી ત્રણેય application stand alone તરીકે કામ કરે તો આના સહુથી વધુ ફાયદો Application Developers ને થવાનો છે. પોતાની product ની જાહેરાત કરવા માટે એક સાથે અઢળક users મળશે. આ સિવાય users ને પણ પોતાના Commercial use માટે સારું platform બહુ સરળતા થી મળી જશે. જોકે આ મામલે હાલ તો Facebook ની Team મનોમંથન કરી રહી છે પણ વર્ષ 2020 સુધી આ મામલે ચોક્કસપણે કોઈ સારા સમાચાર સાંભળવા મળશે.

  એક આડવાત :- દુનિયા ભલે PUBG ની દીવાની હોય ભારત માં હજુ ય LUDO KING PUBG કરતા વધુ પ્રખ્યાત game છે. વર્ષ 2018 ના એક survey મુજબ આજે પણ ભારતમાં સહુથી વધુ Ludo King Download થાય છે.

  આ આર્ટિકલ અંગે તમારા પ્રતિભાવો આપવા તેમજ eછાપું પર પ્રકાશિત થતા તમામ અન્ય આર્ટિકલ્સની ઝડપી માહિતી મેળવવા અમારા Facebook Page ને લાઈક કરશો અને Twitter હેન્ડલ ને ફોલો કરશો.

  eછાપું

  તમને ગમશે: The Accidental Prime Minister – મજબુરી કા નામ મનમોહન સિંહ?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here