આ ખાન-શેટ્ટીની જોડી કોઈ મહા ધમાકો કરવાનો પ્લાન બનાવી રહી છે કે શું?

  0
  86

  શાહરૂખ ખાન સાથે ‘ચેન્નાઈ એક્સપ્રેસ’ અને ‘દિલવાલે’ કર્યા બાદ રોહિત શેટ્ટી પોતાના બેનર હેઠળ એક ઔર ખાન એટલેકે ફરાહ ખાન સાથે એક ફિલ્મ બનાવશે તેવી ઘોષણા કરવામાં આવી છે.

  Photo Courtesy: bollywoodmantra.com

  જેમની ફિલ્મોમાં મનોરંજન જ મનોરંજન ભરપૂર હોય એવા બે વ્યક્તિઓ જો હાથ મેળવે અને એકસાથે કામ કરે તો પછી શું થાય એની કલ્પના કરી છે ખરી? ‘મૈ હું ના?’, ‘ઓમ શાંતિ ઓમ’ અને ‘હેપ્પી ન્યૂ યર’ જેવી મનોરંજક ફિલ્મોનું ડાયરેક્શન કરનાર ફરાહ ખાન અને ગોલમાલ સિરીઝ, સિંઘમના બે ભાગ અને હાલમાં જ સુપર હીટ ફિલ્મ ‘સિમ્બા’ આપનાર રોહિત શેટ્ટીએ હાથ મેળવ્યા છે.

  જી હા! આ સમાચાર સાચા છે અને આ બંને બોલિવુડ મહાનુભાવોએ તેને કન્ફર્મ પણ કર્યા છે. રોહિત શેટ્ટી પોતાની ખુદની નિર્માણ સંસ્થા રોહિત શેટ્ટી પીક્ચર્ઝ ચલાવી રહ્યા છે અને તેની આગામી ફિલ્મનું ડાયરેક્શન તેમણે ખુદ ન કરતા ફરાહ ખાનને સોંપ્યું છે. આ ફિલ્મ અંગે વધુ માહિતી તો નથી મળી પરંતુ એટલું જરૂર કહેવામાં આવ્યું છે કે રોહિત શેટ્ટીના નિર્માણમાં અને ફરાહ ખાનના નિર્દેશનમાં બનનારી આ ફિલ્મ એક એક્શન કોમેડી ફિલ્મ હશે.

  ફરાહ ખાન જે ફિલ્મ ડિરેક્ટર હોવા ઉપરાંત એક અચ્છા કોરીઓગ્રાફર પણ છે તેમણે Tweet કરીને આ સમાચાર કન્ફર્મ કર્યા છે.

  રોહિત શેટ્ટી અને ફરાહ ખાને એકબીજા વિષે કહ્યું કે…

  આ ઉપરાંત એક ન્યૂઝ પેપરને મુલાકાત આપતા ફરાહ ખાને જણાવ્યું છે કે, “ઘણીવાર દુનિયા તમારી વિરુદ્ધ એવું કાવતરુ ઘડે છે જેની તમને ક્યારેય કલ્પના પણ નથી હોતી. રોહિત સાથે, જેને હું ખરેખર તો મારો ભાઈ ગણું છું અને જેની કાર્યશૈલી વિષે મને ખૂબ માન છે, તેને હું એટલું વચન આપીશ કે આ ફિલ્મ મનોરંજક ફિલ્મોનો બાપ હશે! હું આ ફિલ્મ માટે ‘રોલ, કેમેરા…’ બોલવા માટે અત્યારથી જ ઉતાવળી થઇ ગઈ છું.”

  જ્યારે સામેપક્ષે રોહિત શેટ્ટીએ ઉમેર્યું હતું કે “મારા બેનર માટે એ સન્માનની વાત છે કે ફરાહ અમારા મે કોઈ ફિલ્મનું ડીરેક્શન કરે, કારણકે તે પ્રતિભાશાળી અને મહેનતુ છે. આ એક અદભુત જોડાણ હશે. હું પણ પ્રતિભાના આ પાવરહાઉસ સાથે કામ કરવા ઉતાવળો છું અને કામ શરુ થવાની રાહ જોઈ રહ્યો છું.”

  ફરાહ ખાન અને રોહિત શેટ્ટીની આ ફિલ્મને રિલાયન્સ એન્ટરટેઈનમેન્ટ પ્રસ્તુત કરશે જ્યારે અગાઉ જણાવ્યું તેમ રોહિત શેટ્ટીનું બેનર તેનું પ્રોડક્શન કરશે.

  રોહિત શેટ્ટી ખુદ આવનારા સમયમાં અક્ષય કુમાર સાથે ‘સૂર્યવંશી’ અને ‘ગોલમાલ 5’ ના પ્રોજેક્ટ્સ પર કામ કરી રહ્યા છે, જેની જાહેરાત તેમણે આડકતરી રીતે સિમ્બામાં જ કરી દીધી હતી.

  eછાપું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here