Twitter યુઝર્સે રાજદીપ સરદેસાઈને બેનામી સંપત્તિ અંગે જ્ઞાન આપ્યું

  0
  211

  લંડનની સંપત્તિ અંગે રોબર્ટ વાડ્રાનો પોતાના પ્રાઈમ ટાઈમ કાર્યક્રમમાં બચાવ કરવા જતા જાણીતા પત્રકાર અને ન્યૂઝ એન્કર રાજદીપ સરદેસાઈ ભરાઈ પડ્યા હતા!

  Photo Courtesy: theunrealtimes.com

  મેઈન સ્ટ્રીમ મિડિયાનો કોંગ્રેસ અને લેફ્ટ પ્રેમ સોશિયલ મિડીયાના ફેલાવા સાથે હવે કોઈનાથી ખાનગી રહ્યો નથી. મોટા મોટા પત્રકારો કોંગ્રેસની ફેવર એટલી હદે કરતા હોય છે કે કોંગ્રેસ પર લાગતા આરોપોનો જવાબ તેઓ એ રીતે આપતા હોય છે જાણેકે તેઓ તેમના પર થયેલા વ્યક્તિગત આરોપોનો જવાબ આપી રહ્યા હોય. રાજદીપ સરદેસાઈ આવા જ એક પત્રકારનું જીવતું જાગતું ઉદાહરણ છે. પરંતુ રાજદીપ સરદેસાઈને બે દિવસ અગાઉ કેટલાક Twitter યુઝર્સે જ્ઞાન પીરસ્યું હતું.

  રાજદીપ સરદેસાઈ ઇન્ડિયા ટુડેના ચીફ એડિટર છે અને દરરોજ રાત્રે નવ વાગ્યાના પ્રાઈમ ટાઈમ દરમ્યાન પોતાનો ખાસ કાર્યક્રમ રજૂ કરતા હોય છે. 7 ફેબ્રુઆરીએ આવા જ એક કાર્યક્રમમાં રાજદીપે રોબર્ટ વાડ્રા જેમના પર તે દિવસે EDની પૂછપરછ ચાલી હતી તેના પર ચર્ચા કરી હતી. આ ચર્ચા દરમ્યાન રાજદીપે એમ કહ્યું હતું કે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ જે આરોપ મુક્યો હતો કે રોબર્ટ વાડ્રા પાસે લંડનમાં 12, બ્રાયનસ્ટન સ્ક્વેરમાં સંપત્તિ છે જે તેમણે શારજાહ સ્થિત એક ફર્મના માધ્યમથી ખરીદી હતી. પરંતુ ખરેખર તો આ સંપત્તિ રોબર્ટ વાડ્રાના નામે રજીસ્ટર થઇ જ નથી!

  રાજદીપ સરદેસાઈએ આગળ કહ્યું હતું કે આ સંપત્તિ તેના ખરા માલિકના નામે રજીસ્ટર હોવાની બાબતને પૂર્ણપણે અવગણવામાં આવી છે અને રાજદીપે આગળ એ બાબતની પુષ્ટિ પણ કરી હતી કે આ દસ્તાવેજોમાં ક્યાંય પણ રોબર્ટ વાડ્રાનું નામ નથી.


  …અને રાજદીપ સરદેસાઈ ભરાઈ પડ્યા!

  રાજદીપ સરદેસાઈ અહીં જ પકડાઈ ગયા અને તેમનું બેનામી સંપત્તિ વિષેનું અજ્ઞાન પણ સાથેસાથે જ ખુલ્લું પડી ગયું હતું. બેનામી સંપત્તિ હોવાનો મતલબ જ એમ છે કે તે ખરા માલિકના નામે નહીં પરંતુ કોઈ બીજાના નામે રજીસ્ટર થઇ હોય. રોબર્ટ વાડ્રા પર ED આ અંગે જ તપાસ કરી રહી છે, પરંતુ રાજદીપ સરદેસાઈને કોંગ્રેસના નવા વરાયેલા જનરલ સેક્રેટરી પ્રિયંકા ગાંધી વાડ્રાના પતિદેવ સંપૂર્ણપણે નિર્દોષ લાગે છે કારણકે બેનામી સંપત્તિ અંગે તેમની પાસે અગાધ અજ્ઞાન છે.

  લાગતું વળગતું: ખરેખર તો આપણને કોઈને એ ખ્યાલ જ નથી કે ટ્રોલ કોને કહેવાય

  પરંતુ, Twitter યુઝર્સ રાજદીપ સરદેસાઈની જેમ અજ્ઞાની નથી. તેમણે તરતજ રાજદીપ સરદેસાઈના બેનામી સંપત્તિ વિષેના અજ્ઞાનને પકડી પાડ્યું અને તેમને ટ્રોલ કરવાનું ચાલુ કરી દીધું.  આવો જોઈએ રાજદીપ સરદેસાઈને બેનામી સંપત્તિ અંગેના તેમના અજ્ઞાન અંગે ટ્રોલ કરનારી કેટલીક રસપ્રદ Tweets.

   

  એક મોટા અને જાણીતા મિડિયા હાઉસના જવાબદારીભર્યા સ્થાન પર આસીન કોઈ પત્રકાર ખરેખર દેશના કાયદાઓ વિષે આટલું બધું અજ્ઞાન ધરાવતો હશે કે પછી કોંગ્રેસના આગેવાનોને ખુશ કરવા તેમણે વગર વિચારે, તપાસ કરે પોતાનું મંતવ્ય પ્રાઈમ ટાઈમ કાર્યક્રમમાં ભરડી દીધું હશે?

  આવું પહેલીવાર નથી બન્યું, એવા ઘણા કોંગ્રેસ અને લેફ્ટ પ્રેમી પત્રકારો છે જે દેશની પ્રજાના IQ ને પોતાના સ્તરનો જ લેખે છે અને એટલેજ તેઓ કોઇપણ પ્રકારનું હોમવર્ક કર્યા વગર જ આખેઆખો કાર્યક્રમ પ્રસારિત કરી દેતા હોય છે, આર્ટિકલ લખી દેતા હોય છે કે Tweet કરી દેતા હોય છે.

  પરંતુ, હવે મિડિયા કરતા સોશિયલ મિડિયા વધુ જાગૃત બન્યું છે અને તેઓ આવા પત્રકારોને પળવારમાં ખુલ્લા પાડતા અચકાતા નથી.

  eછાપું

  તમને ગમશે: રોકાણ તો બધા કરે પણ તમે શેરબજારમાં વેલ્થ કઈ રીતે ઉભી કરશો?

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here