તમારો શેરબજારનો પોર્ટફોલિયો મેનેજ કરતો PMS કઈ રીતે કામ કરે છે?

    0
    321

    શેરબજારમાં મોટી રકમ ઇન્વેસ્ટ કર્યા બાદ પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એટલેકે PMS ની સેવા કેમ લેવી જોઈએ તે જાણીએ.

    Photo Courtesy: dnaindia.com

    PMS એટલે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર એ કઈ રીતે કામ કરે છે એ જાણતા પહેલા બે ઉદાહરણ લઈએ

    શેરબજારમાં લીસ્ટેડ કંપની ઓરીએન્ટ એબ્રેસીવ જે બહુ જાણીતી કંપની નથી એનો ભાવ 1996માં રૂ ૨૦ હતો કુલ કિંમત થઇ રૂ.500 એના 10 રૂપિયાનો એક એવા 25 શેરની આજે 22વર્ષે કિંમત કેટલી?

    આજ સુધીમાં કંપનીએ 25 શેરના એકએએક બોનસ આપ્યા અને થયા 50 ત્યારબાદ 50 બોનસ મળ્યા, 50 થયા 100 અને 100ના થયા 200. ત્યારબાદ કંપનીમાં વિભાજન થયું અને એમાંથી બે કંપનીઓ થઇ એક ઓરીએન્ટ એબ્રેસીવ અને બીજી ઓરીએન્ટ રીફેકટરી અને 10ના શેરનું પણ વિભાજન થઇ 1 રૂપિયાનો થયો એથી શેરહોલ્ડરોને ઓરીએન્ટ એબ્રેસીવના 2000 અને ઓરીએન્ટ રીફેકટરીના 2000 એમ શેર મળ્યા આજે ઓરીએન્ટ એબ્રેસીવનો ભાવ છે 22 રૂપિયા એટલેકે 22 ગણા કુલ કિંમત થઇ રૂ. 44000 અને ઓરીએન્ટ રીફેકટરીનો ભાવ છે રૂ. 204  એથી કુલ કિંમત થઇ રૂ. 4080000 અને બંનેની મળીને કુલ કિંમત થઇ રૂ. 452000 ઓરીએન્ટ રીફેકટરી હાલ ડીવીડન્ડ આપે છે શેર દીઠ રૂ 2.50 એટલે થયા રૂ. 5000 અને ઓરીએન્ટ એબ્રેસીવ ડીવીદંડ આપે છે 25% એટલેકે રૂ. 500 તો આ બંને કંપનીના શેર જેની પાસે હોય એણે શા માટે વેચવા જોઈએ ?

    હવે બીજી પ્રખ્યાત કંપની કોલગેટ નો દાખલો લઈએ આજથી ત્રીસ વર્ષ પહેલા કોલગેટના શેરનો ભાવ હતો રૂપિયા 10નો એક એમ 50 શેરનો ભાવ હતો રૂ. 1500 આજે ત્રીસ વર્ષ પછી પહેલા 50ના બોનસ આવ્યા 50 અને થયા 100, 100ના થયા 200 અને 200ના થયા 400. આમ એક પછી એક બોનસ દ્વારા કુલ થયા રૂ.2800 ત્યાર બાદ કંપનીએ રૂ 10ના શેરને રૂપિયા એકમાં બદલ્યો એથી એણે શેરહોલ્ડરોને શેર દીઠ રૂપિયા ૯ પાછા આપ્યા એટલેકે મૂળ 1500 રૂપિયા પર 25200 રૂપિયા પાછા આપ્યા આજે આ શેરનો ભાવ છે રૂ 1293 એટલે થયા રૂ 3620400 પુરા અને કંપની શેર દીઠ ડીવીડન્ડ આપે છે રૂ 200 એટલેકે રૂ.2800 પર થયા રૂ. 56000

    આવી ઘણી કંપનીઓ છે જેણે શેરહોલ્ડરોને 15 થી 20 વર્ષમાં લાખો રૂપિયા કમાવી આપ્યા જેમકે ઈન્ફોસીસ વિપ્રો વગેરે.

    પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ PMS પ્રોવાઇડર હોવો જરૂરી છે

    PMS તમારા પૈસાનું આવી કંપનીઓમાં આમ જ લાંબાગાળાનું રોકાણ કરે છે બદલામાં એમની ફી 1.5 ટકા થી 2 ટકા કુલ પોર્ટફોલિયો વેલ્યુ પર હોય છે  મ્યુચ્યુઅલફંડની ફી પણ 2.5 ટકા જેટલી જ હોય છે સેબીના માર્ગદશન મુજબ PMS હેઠળ તમારી ઓછામાંઓછી રકમ રૂ 25 લાખ હોવી જોઈએ અને તમને તમારા પોર્ટફોલિયોનો પર્ફોમન્સ અહેવાલ દર મહીને આપવાનો હોય છે એથી તમને તમારા પૈસાનું શું થાય છે એની દર મહીને જાણ થતી રહે છે.

    પોર્ટફોલિયો મેનેજર તમારા પૈસાનું 8 થી 10 સેક્ટરની 18 થી 25 કંપનીઓમાં કંપની દીઠ 5 ટકા સુધી  લેખે તમારા પૈસાનું રોકાણ કરે છે એથી જોખમ એકદમ ઘટી જાય છે.

    PMS આપતી કંપનીનું પોતાનું આખું રીસર્ચ ડીપાર્ટમેન્ટ હોય છે જે આવી કંપનીઓ સતત  શોધતી રહેતી હોય છે.  એમાં મુખ્યત્વે તેઓ કંપનીના છેલ્લા 5 થી 10 વર્ષનું પર્ફોમન્સ મેનેજમેન્ટની ક્વોલીટી જુએ છે. વળી કંપનીનો વાર્ષિક ગ્રોથ રેટ 15 ટકાથી 18 ટકા કે વધુ છે કે નહિ એ જુએ છે. ઉપરાંત એમના ભાવી પ્રોજેક્ટ્સ નાણાકીય સધ્ધરતા બ્રાન્ડ વેલ્યુ નવી તકો ટેકનોલોજી સક્સેસન પ્લાનિંગ જેવી બાબતો પર પણ ધ્યાન આપે છે.

    લાગતું વળગતું: આ PMS એટલેકે પોર્ટફોલિયો મેનેજમેન્ટ સર્વિસ પ્રોવાઇડર વળી કઈ બલાનું નામ છે?

    મ્યુચ્યુઅલફંડ ફંડમાં પણ પ્રકાર હોય છે જેમકે ઇક્વિટી ડેબ્ટ, લાર્જ કેપ, સ્મોલ કેપ, મીડ કેપ વગેરે અને એ પ્રમાણે એમાં વધતું ઓછું જોખમ હોય છે. દાખલા તરીકે સ્મોલ કેપ વધુ જોખમી અને લાર્જકેપ ઓછું જોખમી પરંતુ 99 ટકા લોકોને ખબર નથી હોતી કે એમનું રોકાણ કયા ફંડમાં છે અને એ ફંડનો હેતુ શું છે જયારે પોર્ટફોલિયો મેનેજમેન્ટમાં રોકાણકાર જોઈ શકે છે કે એના પૈસા કેવી કંપનીમાં રોકાણા છે અને કંપનીની ક્વોલીટી માપી શકે છે અને એનો બજાર ભાવ પણ રોજેરોજ જોઈ શકે છે.

    પોર્ટફોલિયો મેનેજરની મુખ્ય સ્કીલ બે બાબતોમાં હોય છે, એક તો જે કંપનીનો બજાર ભાવ ખુબ હોય જેમકે ઉપર જણાવેલ કોલગેટ નો ભાવ જે 1200 રૂપિયા છે તો આવી કંપનીમાં રોકાણ કરાય કે નહિ? આપણી એક ખોટી માન્યતા છે કે આવી ખુબ ઊચા ભાવની કંપનીમાં રોકાણ ન કરાય પરંતુ અમુક પોર્ટફોલિયો મેનેજર તો મારૂતિમાં પણ રોકાણ કરે છે જેનો ભાવ આજે રૂ 6000 કે વધુ છે અને એમના મતે એનો ભાવ પાંચ વર્ષમાં બમણો થશે એટલેકે વાર્ષિક 20 ટકાથી વધુ વળતર! આપણે જાતે આવી કંપનીમાં રોકાણ કરવાનું ટાળીએ જયારે પોર્ટફોલિયો મેનેજરનું એના પર સતત રીસર્ચ અને નજર રહેતી હોવાથી એ એમાં રોકાણ કરી શકે છે અને આપણને વધુ વળતર અપાવી શકે છે.

    બીજી મહત્વની સ્કીલ છે ક્યારે કંપનીના શેર વેચી દેવા એની એને બરોબર જાણ થઇ જતી હોય છે અહી બે મુખ્ય બાબતો છે એક તો જો કંપનીમાં ગોટાળો હોય તો એની જાણ એને તુરંત થશે કારણકે એ કંપનીના મેનેજમેન્ટના સંપર્કમાં પણ હોય જ છે અને બીજું કે હવે કંપનીમાં કોઈ ચાર્મ નથી રહ્યો હવે કંપની વધુ નફો નહિ કરી શકે ગ્રોથ ઓછો થઇ ગયો છે કે નુકશાનીમાં જાય છે તો આવા સમયે એ વેચવાનો નિર્ણય તુરંત લઇ લેશે અને આપણું નુકશાન બચાવી શકે છે. જયારે આપણે ઘણીવાર લાગણીમાં આવી જઈ આશાવાદી બની નુકશાન વધુ કરી બેસીએ એવું બને.

    આમ શેરમાં વધુ રકમનું રોકાણ કરવું હોય તો PMS પ્રોવાઈડર ની સેવા લેવી યોગ્ય રહેશે રિસર્ચ એન્ડ રેન્કિંગ કંપની આ બાબતમાં માત્ર સલાહ જ આપતી હોવાથી તમે એના દ્વારા રૂ બે લાખની રકમના રોકાણથી પણ શેરબજારમાં રોકાણ કરી શકો છો અને યોગ્ય વળતર મેળવી શકો છો.

    રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

    આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

    આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

    આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

    eછાપું

    તમને ગમશે: ચીન અને ચીનીઓને ભારતીય સ્વાદનું ઘેલું લગાડતા એન્ટોની મુન્નુસ્વામી!

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here