મોદીનું વિરાટ વ્યક્તિત્વ: રાજદીપ જેવા પ્રખર વિરોધીઓ પણ પ્રશસ્તિ કરી રહ્યા છે

    1
    354

    કેવું વિરાટ વ્યક્તિત્વ એમનું ને કેવી પ્રચંડ તેમની કાર્યક્ષમતા કે તેમના પ્રખર વિરોધીઓ પણ આજે તેમની પ્રશસ્તિ કરી રહ્યા છે !

    Photo Courtesy: frostsnow.com

    મોદીનો વિરોધ જેમની રોજીરોટી બની ગયો છે એવા રાજદીપ સરદેસાઈ, સાગરિકા ઘોષ અને શેખર ગુપ્તા પણ હવે તેમના ગુણગાન ગાય છે!

    એક મહાન વિચારક, એક મહાન સ્વપ્નદ્રષ્ટા, એક મહાન  વહીવટકર્તા, એક મહાનેતા… આ એક એવો વિરલ સંગમ છે જે સદીઓમાં ક્યારેક જ સંભવ બને છે.

    મોદી નામના આ મહારથીનું વિરાટ વ્યક્તિત્વ તેમને એવી તો શું પીડા દેતો હશે કે આ દેશના વિદ્વાન કહેવાતા સમુદાયે ક્યારેય તેમની પીઠ ન થાબડી! ઉલટા તેમના પર 15-15 વર્ષ સુધી માછલાં ધોતા રહ્યા. તેમના પર તરહ તરહની કાનૂની કાર્યવાહી કરી.  આપણને એમ  થાય કે મોદી નામનો આ માનવી હમણાં તૂટી જશે, હમણાં પડી ભાંગશે ને ભાંગીને ભુક્કો થઈ જશે! પણ ના, પ્રત્યેક કસોટીએ તેઓ વધુને વધુ નીખરતા ગયા ને સરી રહેલા સમય સાથે તેઓ બહેતર ને બહેતર કાર્યક્ષમતા ના દર્શન કરાવતા રહ્યા. પોતાના વિરોધીઓને જેમ જેમ તેઓ પોતાના ઉમદા કાર્યોથી મ્હાત કરતા ગયા તેમ તેમ તેમના શત્રુઓનો સનેપાત બેવડાતો ગયો. પ્રહારો પર પ્રહારો, સામૂહિક પ્રહારો, નિર્લજ પ્રહારો, તેમનું અસ્તિત્વ મિટાવી દેવાના પ્રહારો!

    પરંતુ મોદી સાહેબ લેશમાત્ર ડગ્યા નહી ત્યારે રાજદીપ સરદેસાઈ જેવો તેમનો પ્રખર જન્મજાત વિરોધી બોલી ઉઠ્યો, “તેમના દરેક કાર્યમાં લક્ષ્યપૂણૅ સ્પષ્ટતા છે, તેમના નેતૃત્વમાં વેધકતા છે, તેમના મનમાં એક સ્પષ્ટ દિશા, સ્પષ્ટ લક્ષ્ય અને તે માટેના સ્પષ્ટ આયોજનો છે. તેમના નેતૃત્વએ વડાપ્રધાન પદ ને એક નવી ગરિમા બક્ષી છે. એવું નથી કે તેઓ કેવળ સારી વાક છટા ધરાવે છે, વાસ્તવમાં સામાન્ય પ્રજા માટે તેમની સત્તત સુલભતા તેમને લોકોની વધુ નજદીક લઈ આવી છે. તેઓ હિંમત પૂર્વક પહેલ કરી શકે છે, ચાહે તે નોટબંધીનો મુદ્દો હોય કે GSTનો હોય કે અન્ય કાંઈ પણ. ગમે તેવા ઝંઝાવાતી વિરોધથી ન તો તેઓ પોતાની દિશા ચૂકે છે કે ન તો તેઓ ગભરાય છે. ચેતનાહિન વડાપ્રધાન કાર્યાલયને તેઓએ એક નવી ઊર્જા બક્ષી છે. વહીવટી તંત્રમાં એક નવી શ્રધ્ધા પેદા થઈ છે. તેઓ સત્તત કઈક નવું આપતા રહેતા હોવાથી પ્રજા અને પ્રશાસનમાં સકારાત્મકતા આવી છે. તેઓ પ્રક્રિયાની જટિલતામાં નહી બલ્કે પરિણામોની સ્પષ્ટતામાં માને છે. પોતાના વિરોધીઓને પોતાના કાર્યોથી મહાત કરે છે, ચાહે તે સોઈલ કાર્ડની વાત હોય કે ઉજ્વાલા યોજના હોય, નોટબંધી હોય કે GST હોય. તેમની પાસે દરેક વાતનો સચ્ચાઈ પૂર્ણ તાર્કિક તોડ છે. મને લાગે છે કે જો હું વિરોધપક્ષમાં હોઉં તો તેમનો કોઈ જ વિરોધ ન કરું

    તેમના એક બીજા કટ્ટર વિરોધી કહે છે, મોદીના રાજમાં સહેજ પણ ભ્રષ્ટાચાર નથી થયો એ તેમના શાસનની સહુથી મોટી સિદ્ધિ છે.

    લાગતું વળગતું: બહુત હી ક્રાંતિકારી પત્રકાર પુણ્ય પ્રસૂન વાજપેયી ફેક ન્યૂઝ ફેલાવતા ઝડપાયા

    વિદેશનીતિ મામલે પ્રથમ પાકિસ્તાન સાથે મૈત્રીની પહેલ કરી ત્યાર બાદ તેઓ વાતને સર્જીકલ સ્ટ્રાઈક સુધી લઈ ગયા. ઈરાન સાથેના સંબંધો, ઈઝરાઈલ અને પેલેસ્ટાઈન તેમજ રશિયા અને અમેરિકા સહિતના રાષ્ટ્રો સામે મોદી ભારતને સમાંતર ઉંચાઈએ લઈ ગયા. રાજદીપ સરદેસાઈ ત્યાં સુધી કહે છે કે નોટબંધી મામલે તેમને દર્શાવેલી હિંમત અભૂતપૂર્વ છે તેમજ ભાગેડુ આર્થિક ગુન્હેગારો અને નાદારી સંબંધી કાનૂન લઈ આવી ભારતના સહુથી અનોખા વડાપ્રધાન તરીકે તેઓએ પોતાનું નામ પ્રસ્થાપિત કર્યું છે

    રાજદીપ સરદેસાઇના ધર્મપત્ની સાગરિકા ઘોષ અગાઉ પોતાના પતિની જેમ મોદીના વિરોધી અને કોંગ્રેસ સમર્થક હતા. પરંતુ હવે તેઓ મોદીના વ્યક્તિત્વ અંગે કહે છે કે “મોદી સામે રાહુલને મૂકવા બાબતે હવે કોંગ્રેસી લોકો જ હિંમત હારી ગયા છે. મોદી સામે રાહુલની ગોઠવણી જ અતાર્કિક અને હાસ્યાસ્પદ છે. રાહુલ એટલે શું? તેણે છેલ્લા દસ વર્ષમાં શું સિધ્ધિ હાંસલ કરી છે ? શાસન સંબંધે તેમની શું વિચારધારા છે? તેમનું આર્થિક અને નીતિ વિષયક ચિંતન શું છે? તે ખૂબ જ અસ્થિર માણસ છે. દાઢી વધારવી કે ચહેરો ક્લીન શેવ રાખવો તે બાબતે પણ તેઓ સ્પષ્ટ નથી ત્યારે વડાપ્રધાન તરીકે તેમને વિચારવાની વાત જ બેહૂદી છે

    એક પ્રખ્યાત અર્થ નિરીક્ષક અને મોદીના પ્રખર વિરોધી શેખર ગુપ્તા ધ પ્રિન્ટ નામની વેબસાઇટ પર આ વિરાટ વ્યક્તિત્વ ધરાવતા વડાપ્રધાન અંગે કહે છે કે,; “બજેટ અને આર્થિક નિર્ણયો બાબતે મોદીએ લોકપ્રિયતાની દરકાર નથી કરી એ સહુથી મહત્વની બાબત છે. GSTથી માંડી નોટબંધી, શૂન્ય રકમથી બેંક એકાઉન્ટ અને પેટ્રોલનો ભાવ ઘટાડવાની નીતિ રાખવાને બદલે પૂરો ભાવ લઈ વધારાની આવકનું ભંડોળ ઈન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટમાં રોકી મોદીએ ભારતને વિકાસશીલ રાષ્ટ્રોમાં સહુથી અગ્ર સ્થાને મૂકી દીધું છે.”

    ભલે આ ત્રણેય મોદી વિરોધીઓએ પોતાના સૂર કામ ચલાઉ બદલ્યા હોય પરંતુ આ ત્રણના મંતવ્યોને ધ્યાનમાં લઈને મોદીના વિરાટ વ્યક્તિત્વ સામે દરરોજ વામણા પૂરવાર થતા કેટલાક ફાસફૂસ નેતાઓ અને સોશિયલ મિડિયા ટ્રોલ્સે ધડો લેવાની જરૂર છે.

    eછાપું

    તમને ગમશે: ટચૂકડો પેસિફિક દેશ ગુઆમ જેના પર ઉત્તર કોરિયાઈ સરમુખત્યાર આક્રમણ કરવાની તૈયારી કરી રહ્યો છે

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here