નાટ્ય લેખન કેવી રીતે કરશો? કઈ બાબતોને ધ્યાનમાં રાખશો?

  0
  789

  આ વખતના નેશનલ બૂક ફેરમાં સુનીલ અંજારિયાએ લેખનના ત્રણ અલગ અલગ પ્રકારના ત્રણ વિવિધ વર્કશોપનો લાભ લીધો હતો. આજે તેઓ નાટ્ય લેખન વિષે તેમણે મેળવેલું જ્ઞાન ઈછાપુંના વાચકો સાથે શેર કરી રહ્યા છે.

  નેશનલ બૂકફેર 2018 માં મેં 3 દિવસ બપોરે 12 થી 4.30 ની વર્કશોપમાં  હાજરી આપેલી. તેમાંથી કેટલીક માહિતી, કઈંક નોટ લીધેલી તેનું સંકલન ટૂંકમાં આપ સહુ સાથે શેર કરીશ. આજે હું નાટ્ય લેખન અંગે તમને જણાવીશ.

  નાટયલેખન કેવી રીતે કરશો? મહેશ ચંપકલાલનો શિબિર

  મુખ્ય તફાવત વાર્તા અને નાટકમાં એ છે કે અહીં આસપાસના વાતાવરણનાં વર્ણનો જરૂરી છે જે સ્ટેજ કેવું ડિઝાઇન થશે એ સૂચવે. પાત્રો શું  પહેરે છે, કેવડી ઉંમરનાં છે, કેવાં દેખાય છે એ કથાવસ્તુને અનુરૂપ સમજાવવું જરૂરી. પણ વાર્તાના વર્ણનો, શબ્દોની ચમત્કૃતિ અહીં નહીં હોય.

  અહીં સંવાદોનો ટોન, હાથપગની હાલચાલ, ચહેરાના હાવભાવ  શબ્દોની જગ્યા લઇ લે. એકદમ sensitive પરિસ્થિતિમાં માત્ર પાત્રના મોં પર લાઈટ ઘણું કહી જાય. શબ્દોની જગ્યા લાઈટનું ફોકસ લઈ લે. ક્યારેક અર્ધો ચહેરો જ અર્થ બદલે.

  સંગીતનું ખાસ મહત્વ છે. દા.ત. પાંચ મિનિટનું નૃત્ય, પછી ધડાકો અને ઓચિંતાં પાત્રો પાંદડાની જેમ ખરે.

  માત્ર સંવાદ એ જ નાટક નથી. એની શૈલી, ભાર મુકાવો, શબ્દો વગેરે પણ જરૂરી છે પણ સંવાદ વગર પણ નાટક હોઈ શકે અને એ ઘણું કહી શકે. દા. ત. પુષ્પક ફિલ્મ, જૂની યાદે ફિલ્મ કે શોલેમાં જયા ભાદુરીના સીન.

  નાટક સફળ થવા સ્ક્રીપ્ટ કોઈ  સમયગાળામાં નાની પરંતુ ખાસ ઘટના પર હોઈ શકે. જેમ કે અમિતાભના અકસ્માત બાદ છેલ્લી ઘડીઓ ગણાઇ રહી લાગે છે ને ખુદ વડાપ્રધાન ખબર પૂછતો ફોન કરે છે. કે ભૂકંપમાં તબાહી મચ્યા પછી તુરતનો કોઈનો વિતકનો સીન.

  કઈં જ ન બને તેવું પણ નાટક હોય જેમ કે સરનામાં કે નામ વગરનો માણસ જે પોતે કોણ છે તે ભૂલી ગયો છે.

  કઈંક ચોક્કસ સંદેશ આપવા આવી ટેકનીક વાપરી શકાય.

  કંઈક બનશે, હમણાં જ બનશે.. ક્યારે બનશે તેની ઇંતેજારી અને રાહ જોવડાવતું નાટક. સમયસર આવવાનું એનાઉન્સ થયા બાદ મોડી  પડતી, વધુ મોડી પડતી અને કેન્સલ થતી ટ્રેન માટે પેસેન્જરોના પ્રતિભાવો, એ વખતના સ્ટેશનના સીન.

  આવું જ એક નાટક Waiting for Godos સેમ્યુઅલ બ્રેકેટ નું જરૂર વાંચવું. તેનું ભારતીય સંસ્કરણ નસરુદ્દીન શાહે પણ ભજવ્યું છે.

  કૌંસમાં લખેલું જે પાત્રોએ બોલવાનું નથી પણ ક્રિયાઓ છે. ક્યારેક કૌંસમાં લખેલું સંવાદથી વધુ મહત્વનું બની જાય છે. જેમ કે પાત્ર સ્ટેજપર બુટ કાઢે, આમતેમ ફેરવે, સુંઘે.. અને..

  ડબલ કેરેક્ટર કે વર્ણન દેખાડવા એક પ્રયોગ- પાત્ર એક બાજુ અર્ધા   રંગનું બીજી બાજુ બીજા રંગનું શર્ટ પહેરે. નીચે પેન્ટ સામી બાજુના શર્ટના રંગની એક બાંય જેમ કે ઉપર અર્ધું સફેદ અર્ધું બ્લ્યૂ તો નીચે સફેદ નીચે બ્લ્યુ બાંય, બ્લુ નીચે સફેદ. અર્ધા ભાગ પર જ લાઈટનું ફોકસ જે બેય વ્યક્તિત્વ વારાફરતી બતાવે.

  બે મિનિટના મૌન દરમ્યાન કોઈ સાવ સ્ટેચ્યુ નથી. તો એમના ભાવ અને ઉપરથી મૃતાત્મા આ જોઈ વિચારે એ સંવાદ. એક સ્ક્રિપ્ટ.

  વેરાન ઝાડ નીચે રાહ જોતો વૃદ્ધ અને પછી ઝાડને બે પાંદડી ફુટેલી બતાવવી.. આશાનો સંચાર. આમ સિમ્બોલ.

  કઈંજ બને નહીં સામે બધું ઝડપથી બને જેમ કે ખુન થયા પછીની તુરતની ક્ષણો. લાઈટ રંગોમાં ગોળ ફરે છે.

  હીચકોકનાં  નાટકોમાં અને રામલીલામાં   હવે શું થશે તે પ્રેક્ષકોને ખબર છે પણ પાત્રો પોતાને ખબર ન હોય તેમ વર્તે છે. એના સંવાદો માં જ મઝા છે.

  સસ્પેન્સ નાટકોમાં પહેલો સીન અંત જેટલો જ અગત્યનો હોય છે.

  નાટક તેમજ  વાર્તાને શરૂ, મધ્ય, અંત હોય અને ક્લાઈમેક્સ પણ હોય. મેચની જેમ છેલ્લા બોલે વિકેટ કે સિક્સર બાજી પલટી નાખે તેવી સ્ક્રિપ્ટ સસ્પેન્સ નાટકોમાં હોય છે.

  પિરામિડની જેમ સ્ક્રિપ્ટ શરૂ થઈ ધ્યાન ખેંચે, રસ જગાવે વિસ્તાર પામે અને વિરમે.

  લેખન અને ત્રીઅંકી નાટ્યલેખાન બંનેમાં  દરેક ઘટનાને ડાળી ફૂટે, પાંદડાંઓ ફૂટે એન ઘટનામાંથી ઘટના પ્રગટે.

  રંગમંચના કાલ્પનિક 9 ભાગ હોય છે. ડાઉન સ્ટેજ, અપ સ્ટેજ, મિડલ સ્ટેજ.સહુથી મહત્વનીવસ્તુ ડાબે આગળ હોય.  બળાત્કાર,હિંસક ઘટના કે નેગેટિવ વસ્તુ ડાઉનસ્ટેજમાં જમણે બતાવાય.

  સેન્ટર સેન્ટર સ્ટેજ. મીડલનું પણ સેન્ટર  એટલે સહુનું ધ્યાન ફોકસ કરતું. જેમ કે શિક્ષક, મેયર. અહીં કઈંક ફોકસ સાથે બોલી કે કરી મુખ્ય પાત્ર આગળ અપ સ્ટેજમાં આવી જાય.

  ફ્લેશબેક ઘટનાઓમાં  પાછળનું સ્ટેજ  ડેકોરેશન, ડાઉન સ્ટેજ નો કરટેઇન બદલાય જે સૂચવે કે આ પહેલાની ઘટના અને આ પછીની. એ સાથે લાઈટ ફેકેડ અને ફરી બ્રાઇટ થાય.

  એક જ લોકેશનના દ્રશ્યો એક સાથે જ લખો. પછી જ જોડો.

  ભજવી શકાય તેવા દ્રશ્યો જ લખો, સ્ટેજની કલ્પના કરો. જેમ કે વાર્તા કોઈને ગરીબ થી પૈસાદાર કે વૃદ્ધ નો યુવાનીનો ભૂતકાળ બતાવે છે. તુરત મેકઅપ ચેન્જ થઈ શકશે? વચ્ચે બીજું દ્રશ્ય રાખવું પડશેને? 20 વર્ષ પહેલાંનું ઘર અને આજનું ઘર એ બે નો સેટ, ફર્નિચર, પહેરવેશ એક તો ન જ હોઈ શકે ને?

  હેલ્મેટને લગતી એક સ્ક્રિપ્ટમાં બાઇક સ્ટેજપર અથડાવાનો સીન કેવી રીતે બતાવી શકાય? અવાજો અને સિમ્બોલ વાપરવા પડે ને?

  તમારી વાર્તામાંથી which to suggest, which to screen, which to avoid એ ત્રણેય પરિબળો વિચારી લેવાં.

  જેવું બીજ એવું વૃક્ષ. આરંભ એ બીજ, અંત એ ફલારોપણ. તેથી પહેલાં design, paper work, map and flow visualise કરી પછી જ નાટક લખો.

  eછાપું

  તમને ગમશે: ભારત માટે આનંદના સમાચાર લઈને આવ્યું ઈરાનનું ચાબહાર પોર્ટ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here