ફિલ્મ સ્ક્રિપ્ટ રાઇટિંગ કેવી રીતે કરશો? ચાલો શીખીએ

    0
    702

    ગઈકાલે નાટ્ય લેખન વિષે માહિતી આપ્યા બાદ આજે સુનીલ અંજારિયા તેમણે જુઈ શેખરના ફિલ્મ સ્ક્રિપ્ટ રાઈટીંગના વર્કશોપમાં  ફિલ્મોની સ્ક્રિપ્ટ લખવા વિષે જે જ્ઞાન મેળવ્યું હતું તેને શેર કરી રહ્યા છે.

     

    Photo Courtesy: udemy.com

    કોઈ પણ લેખન પ્રકાર- વાર્તા, નાટક, કાવ્ય, માઇક્રો ફિક્શન..  દરેકને એક premise હોય છે. એટલે કે આ કૃતિ દ્વારા તમે શું કહેવા માંગો છો, તેનું મુખ્ય થીમ (મધ્યવર્તી વિચાર) શો છે, તે શા માટે લખાય છે,તેનો સ્થળ,કાળ અને તેની અસર ,impact.

    બીજી અગત્યની વસ્તુ montage. જેમ એક માણસના અલગ અલગ ઘટનાઓને લગતા ફોટાઓને કોલાજ કહેવાય તેમ અલગ અલગ ઘટનાઓનું એક કરવું montage. એક છોકરીએ એક છોકરાને થપ્પડ મારી. સ્ટાર્ટ. પછી એક દિવસ પછી, મહિના, વર્ષ પછી, 18 વર્ષ પછી શું થયું? તે ઘટનાક્રમ.

    Premise ને ઘણી વખત conflict  હોય છે. Conflict with premise એટલે બીજું premise. વાત આગળ ત્યાં સુધી ન વધે જ્યાં સુધી પાત્ર કોઈ સમસ્યામાં ફસાઈને બહાર નીકળવાનો રસ્તો ન શોધે. તેના પ્રયત્નો, એમાંથી ઉત્પન્ન થતી ઘટનાઓ, એમાં આવતી સફળતા નિષ્ફળતાઓ એટલે sub premise, sub conflicts, solutions વાત આગળ વધારતો પ્રવાહ બનાવે.

    જ્યાં સુધી કથાનાયક (protagonist)કોઈ મુશ્કેલ પરિસ્થિતિમાં ન જાય ત્યાં સુધી conflict પેદા થતો નથી. આ conflict with premise જ વાર્તા આગળ વધારે છે.

    તેનું વધવું, વકરવું,  વધુ ને વધુ સમસ્યાઓ સર્જવી, વિઘ્નો આવવાં તેનું નિરાકરણ, તેનું સોલ્યુશન, હવે વધુ મોટો પ્રોબ્લેમ, વધુ અટપટું સોલ્યુશન.. આ ક્રમ વાર્તા કે સ્ક્રિપ્ટને રસપ્રદ બનાવે છે.

    પાત્રોની અંગભંગી (body language), ચહેરાના હાવભાવ અને તેની સાથે મેચ થતા દ્રશ્યો યોગ્ય visuals બનાવે છે જે પ્રેક્ષકોને કંટાળીને બહાર ભાગી જતા અટકાવે છે. મનથી પણ કથાવસ્તુ સાથે જોડાયેલા રહે છે.

    ફિલ્મની સ્ક્રિપ્ટ લખતી વખતે આ બાબતો ખાસ ધ્યાનમાં રાખવી

    સ્ક્રિપ્ટમાં પાત્રોનું ફૂટવર્ક એટલે કે ચાલ, શારીરિક વર્તણુક (બોડી લેન્ગવેજ) ખૂબ અગત્યની છે અને એ એકશનો વિગતે લખવાં જ પડે. જેમ કે બારણું ધીમેથી ખોલી પાત્ર ધીમેથી પગ પર પગ ચડાવી બેસે કે બારણું ધમ્મ કરતું પછાડી ખુલે અને દોડીને બેસે.

    કઈ ખાસ પરિસ્થિતિમાં પાત્ર કેવી રીતે વર્તશે એ  એકશન અને આસપાસની વસ્તુઓ, પાત્રો, તેના ઉપર અસર.. આ બધું મળી એક દૃશ્યની ફ્રેમ બની કહેવાય અને એ ફ્રેમમાં કરેલું ઍક્શન એટલે જ એક્ટિંગ.

    સ્ક્રિપ્ટની દરેક ફ્રેમની પ્રેક્ષકને કેવી અનુભૂતિ થશે એ પ્રેક્ષકના એન્ડથી જોઈ વિચારી દ્રશ્ય લખવું. દૃશ્યની લાઈન ખેંચી પ્રેક્ષકના મન સુધીનો નકશો, road map બનાવવો જેને crafting a script કહે છે.

    કોઈ પણ વાર્તા, કવિતા, નાટક, ફિલ્મ સ્ક્રિપ્ટ માં મૂળ premise થી ભટકવું ન જોઈએ. મૂળ મુદ્દો હાઇલાઇટ થવો જોઈએ, સમજાવો જોઈએ.

    સ્ક્રિપ્ટનો આઈડિયા કે કથાબીજ ગમે તે સ્વરૂપે, ગમે તે સમયે આવી શકે છે અને કાંઇ પણ હોઈ શકે છે. તેને તોડી, કઈંક જોડી, craft કરી વાર્તા કે સ્ક્રિપ્ટ મળે.

    આઈડિયા એટલે વાર્તાનો ગર્ભ. શૂન્યમાંથી પેદા થઈ વિશાળ સ્વરૂપ, લખનારને હાથે માવજત લઈ આકાર પામે.

    હું શેના વિશે લખું છું? મારે શું કહેવું છે? શા માટે.. ખાલી મનોરંજન, કોઈ ઉદ્દેશ, કોઈ ચેતવણી, શિક્ષણ.. અને એ મુજબ પાત્ર અને સિચ્યુએશન ગોતી build કરવી પડે.

    નીચેના અંગ્રેજીમાં લખેલા પ્રશ્નોનું હોમવર્ક કરવું પડે.

    1. Who is he?
    2. What he wants or you want him to do?
    3. How he does it (action)
    4. What are the problems in his way and how he solves

    ટ્રાન્સફોર્મેશન  એટલે એવી ટેકનિક જેમાં પાત્રનું તુરત  બીજું રૂપાંતર થાય. જેમ કે દોડતો બાળક બીજી ફ્રેમમાં દોડતો પુખ્ત બને.અથવા સંઘર્ષ કરતો ગરીબ કાર લૂછતો હોય અને બીજી ફ્રેમમાં વૈભવી કારનું બારણું ખોલી સ્ટાઈલથી ઉતરતો વૈભવી બને. ભૂતકાળ અને પછીની ઘટનાઓ જોડવા આ વપરાય છે પરંતુ હવે તેમાં પણ નવી ટેકનિકો આવી ગઈ છે.

    સ્ક્રિપ્ટ બનાવ્યા પછી કેવી રીતે અને ક્યાં તેનો અંત લાવવો એ કળા માંગી લે છે. ક્લાઈમેક્સ પછી પ્રેક્ષકોના દિલ દિમાગ પર તે છવાઈ રહેવું જોઈએ.

    બહુ સિરિયસ સીન બાદ એક નાનો હળવો સીન મુકવાની પ્રથા છે. શોલેમાં ખુન બાદ અસરણીનો અંગ્રેજ કે જમાને કે જેલર વાળો સીન યાદ છે?

    કોઈ આઈડિયાને protagonist એટલે કથાનાયક પર થોપતાં પહેલાં તેની સમગ્ર અસર આખી સ્ક્રિપ્ટ પર શું થશે તે ફ્રેમ બાય ફ્રેમ વિચારી લખવું પડે છે.

    સીન ને સીન હેડિંગ અને સીન ડિસ્ક્રીપશન હોય છે.

    લેખક વાર્તાની જેમ પ્રેક્ષકોની નજરે ચડે એવું શીર્ષક ગોતે છે અને ટૂંક વર્ણન લખે છે. પ્રોડ્યુસર “પ્રોડક્શન નં 21” તેમ જ યાદ રાખે છે.

    તે આવી રીતે લખે છે

    મનુ

    હેલો કેમ છો

    કનું

    મઝામાં.

    ઉપર પાત્રનું નામ, નીચે સંવાદ.

    1 પાના નો સીન એક મિનિટમાં ભજવાય છે.

    વધુ વાંચન માટે mopsight.com જોઈ જવી.

    આ સાથે બે શોર્ટ ફિલ્મ બતાવવામાં આવી જેના આધારે ચર્ચા થઈ.

    એક મરાઠી ફિલ્મમાં આર્થિક નિસહાય માતા ઘંટી ખરીદે અને ત્રીજે માળે આવેલાં રૂમ રસોડાના ઘરમાં ચડાવી લોટ દળવાનો વ્યવસાય કરે છે. તેનો દસ વર્ષનો પુત્ર ન છૂટકે લોકોને ઘેર ડબ્બા આપવા લેવા અને મા કામ કરતી હોય ત્યારે દળવાનું કામ કરે છે. તેનું રમવાનું તો બંધ થઈ જાય છે, ડબ્બા ઉપાડી ચાલીમાંથી પસાર થાય ત્યારે મશ્કરીઓ થાય છે. અતિ ઘરઘરાટમાં તે સુઈ કે ભણી શકતો નથી. તે સ્કૂલમાં રિસેશમાં સુઈ જાય ત્યારે તેની ચોપડીઓ છોકરાઓ ઊલાળી તેમાંથી ઉડતા લોટ માટે મશ્કરીઓ કરે છે. લેસન અધૂરું લાવવા બાદલ તેને અંગુઠા પકડી બહાર ઉભો રખાય છે. પ્રિન્સિપાલ ખાલી કેમ ઉભો છે એ જ પૂછે છે, એને તેના દુઃખની કાંઇ પડી નથી. આખરે એવું બધું બને છે કે સમજુ છોકરો પણ તેની ઘંટી જેમતેમ ઊંચકી 3જે માળથી નીચે ફેંકી તોડી નાખે છે ત્યાં જ મા અંતિમ હપ્તો ભરી હવે પોતે દેવામુક્ત બની એટલે મીઠાઈ લઈ ઉપર આવે છે, મા દીકરો એક બીજા સામું જોઈ રહે છે.

    બીજી 1965 ફિલ્મમાં એક ગોરી સ્ત્રી દોડતી ટ્રેન પકડવા જતાં એક બ્લેક સાથે અથડાય છે. ટ્રેન ચુકી જતાં રેસ્ટોરાંમાં ખાવાનો ઓર્ડર આપી હાથ ધોવા જઈ પાછી આવતાં તેની ડીશ કોઈ બ્લેક ખાતો જુએ છે. તે ડીશ ખેંચે છે પણ કાંઈ વળતું નથી એટલે પેલો ચમચી ઉઠાવે એટલે પોતે ચમચી ભરે. પેલો છેલ્લો કોળિયો જવા દઈ તેને ખાવા દે છે અને બંને માટે કોફી લઈ આવે છે. સ્ત્રી પ્લેટફોર્મપર ટ્રેન પકડવામાં જ હોય છે ત્યાં યાદ આવે છે, ખરીદી તો ભૂલી ગઈ એટલે ફરી રેસ્ટોરાંમાં જાય છે. એ હાથ ધોઈ બીજી સીટ પર જતી રહેલી, તેની ઠંડી પડેલી ડીશ એમ જ હોય છે, ખરીદીઓ પણ. પેલો બ્લેક તો પોતાની જ ડીશ ખાતો હતો જે તેણે ઝુંટવેલી. પેલો દેખાતો નથી. તે ટ્રેનમાં ચડે છે અને પેલો ખાતો બ્લેક હવે ડબ્બો ખખડાવી દાન માંગતો હોય છે. તેણે એક ભિખારીની ડીશ ઝુંટવી  તેનામાંથી ખાધેલું.

    બંને શોર્ટ ફિલ્મના સંવાદો સિવાયના દ્રશ્યો ઘણું કહી જાય છે.

    eછાપું

    તમને ગમશે: અબોર્શન માટે ઉત્તરી આયર્લેન્ડની મહિલાઓને આધાર આપતું સ્કોટલૅન્ડ

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here