આપણી બેન્કો પરથી NPA નો ભાર હળવો કરવા મોદી સરકારે શું કર્યું?

  0
  121

  નરેન્દ્ર મોદી સરકારે જ્યારે સત્તા સંભાળી ત્યારે લગભગ 10 લાખ કરોડની NPA તેની સામે મોઢું ફાડીને ઉભી હતી, તેને તેમની સરકારે કેવી રીતે હલ કરી અને બેન્કોની તંદુરસ્તી કેવી રીતે પરત મેળવી એ જાણીએ.

  Photo Courtesy: moneycontrol.com

  આજે આપણે નરેન્દ્ર મોદી સરકારે આપણી રાષ્ટ્રીયકૃત બેંકના 10 લાખ કરોડની NPA એટલેકે નોન પરફોર્મિંગ એસેટ્સની સમસ્યા જે એમને યુપીએ સરકાર તરફથી વારસામાં મળી હતી એ કઈ રીતે હલ કરી એ જોઈશું.

  સૌ પ્રથમ તો જનધન યોજના હેઠળ ગરીબમાં ગરીબ લોકોના આશરે 25 કરોડ બેંક ખાતા ખોલાવ્યા આજે આ ખાતાઓમાં આશરે ૭૦ હજાર કરોડ જમા થયા છે અને આટલા નવા ગ્રાહકો આપણી બેંકોને મળ્યા. વળી આ ખાતાઓમાં સરકારની સબસીડીઓ સીધી દર વર્ષે જમા થતી રહેશે એ ઉપરાંત આ ખાતાઓમાં રૂ. 5000 સુધીની ઓવરડ્રાફ્ટ સવલત આપવામાં આવી છે એથી બેંકો ખાતાદીઠ એટલી લોન ઉભી કરી શકશે. આમ થવાથી ગરીબોને હવે બેન્કની સવલતો મળી છે અને દેશના આર્થિક વિકાસના પ્રવાહમાં જોડાયા છે.

  પ્રધાનમંત્રી મુદ્રા યોજના હેઠળ અત્યારસુધીમાં 15.73 કરોડ વ્યક્તિ કે ધંધાદારીઓને રૂ 7.59 લાખ કરોડની લોનો આપવામાં આવી છે. વિચાર કરો રૂ 10 લાખ કરોડના NPA સામે અન્ય નવા ગ્રાહકો ને રૂ. 7.59 લાખ કરોડ ધીરવામાં આવ્યા એથી બેન્કોને આટલા નવા ગ્રાહકો મળ્યા. વળી આ મુદ્રા યોજના હેઠળ લાભ મેળવનારાઓમાં 73 ટકા તો મહિલાઓ છે.

  આ મુદ્રા યોજના હેઠળ અત્યાર સુધીમાં રૂ 7277 કરોડ જ માત્ર NPA થયા છે.

  59 મિનીટ પોર્ટેલ હેઠળ નવી સ્કીમ પ્રમાણે બેંકો ઓનલાઈન 59 મીનીટમાં MSMEs અને નાના વ્યાપારીઓની એક કરોડ સુધીની નાના ધંધાદારીઓની લોન સૈદ્ધાંતિક રીતે સેન્કશન કરે છે અને અઠવાડિયામાં તેમને લોન મળી જાય છે. આ યોજના સપ્ટેમ્બર 2018માં શરુ કરવામાં આવી આ યોજના હેઠળ રૂ. 30 હજાર કરોડની લોન આપવામાં આવી એમાં 24000 નવા ગ્રાહકોએ રૂ. 6400 કરોડની લોન નો લાભ લીધો અને 68000 જુના ગ્રાહકોએ રૂ. 23439 કરોડની લોનનો લાભ લીધો.

  લાગતું વળગતું: શું ભારતીય બેન્કો નું ભાવી પ્રચાર કરવામાં આવી રહ્યો છે એટલું ધૂંધળું છે?

  બીજી તરફ બેન્ક્ર્પસી એન્ડ ઇન્સોલસીના નવા કાયદા હેઠળ પેલા રૂ. 10 લાખ કરોડના NPA સામે ઝડપી કાનૂની પક્રિયા શરુ કરી આશરે 3 લાખ કરોડ વસુલ કરવામાં આવ્યા છે અને એમની સામે સખત કાર્યવાહી શરુ જ છે.

  નોટબંધી કરીને એ તમામ નોટો બેન્કોમાં જમા કરાવી આમાં કાળું નાણું પણ જમા થઇ ગયું એથી બેંકો નાણાંથી છલકાઈ ગઈ.

  આમ જો આવા ચારેબાજુથી પગલા લેવામાં ન આવ્યા હોત તો આજે આપણી મોટાભાગની રાષ્ટ્રીયકૃત બેન્કોને ફડચામાં જવાનો વારો આવ્યો હોત અને દેશમાં નાણાંકીય કટોકટી સર્જાત. જો બેન્કોની 10 લાખ કરોડની NP ન હોત અને પછી જો આ જ પગલા લેવામાં આવ્યા હોત તો તેનાથી આપણી આર્થિક સ્થિતિ કેટલી મજબુત બની હોત એ વિચારી જુઓ. તો સરકારે 2 લાખ કરોડથી પણ વધુ રૂપિયા આ બેન્કોને ઉગારવા મૂડી પેઠે આપવા પડત જે બચી ગયા.

  આથી જ દેશના બેન્કિંગ સેક્ટર અને નોન બેન્કિંગ ફાયનાન્સ કંપનીઓનું ભાવી ઉજળું છે એમાં રાષ્ટ્રીયકૃત બેંકો પણ આવી ગઈ એમાં સારી સારી કંપનીઓના શેરમાં રોકાણ કરવાની સલાહો નિષ્ણાતો આપે જ છે આ એક નાના રોકાણકારો માટે આડવાત.

  અહીં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને  eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

  eછાપું

  તમને ગમશે: ગ્રેટ પીરામીડ ઓફ ગીઝામાં પુરાતત્વવિદોને મળી મોટી સફળતા

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here