બ્લોગ લખવો એ પણ એક કળા છે, પરંતુ શું બ્લોગ લખવો એ એટલું સરળ છે ખરું? ક્યાં લખવું? કેવી રીતે લખવું શું લખવું? ચાલો જાણીએ બ્લોગ રાઈટીંગ વિષે, સુનીલ અંજારિયા પાસેથી.

બ્લોગ રાઈટીંગ: મિતેષ સંઘવી
ઓનલાઈન વર્ડપ્રેસ પર બ્લોગ બનાવતાં શીખવવામાં આવ્યું. બ્લોગની ડિઝાઇન, નામ, ચિત્ર તેના હેતુને અનુરૂપ હોવું જોઈએ. Wordoress.com સાથે સામાન્ય લોકોને કોઈ આર્થિક લાભ વિના શેર કરતા હો તો wordoress.org માં બ્લોગ કરી શકો છો.
બ્લોગ રસમય બને એટલા માટે કેવું લખાણ, કેવા ચિત્રો અને કેવાં એનિમેશન કે વોઇસ ઉમેરી શકાય તેના લાઈવ દ્રષ્ટાંતો આપ્યાં.
બ્લોગનું મેઈન પેઈજ જેમાં પેઇજ, બ્લોગપોસ્ટ વ. શું છે તે સમજાવ્યું. પેઈજ એટલે સંબંધિત માહિતી, પુસ્તક કહી શકો અને બ્લોગપોસ્ટ ઍટલે એ ચોપડીમાંનું લખાણ.
આ લખાણ આકર્ષક બનાવવા હેડિંગ, તેની સાઈઝ, અલગ અલગ ફોન્ટ, ચિત્રો મુકવાનું બતાવ્યું.
ગુગલ ઈંડિક કીબોર્ડથી જ વોઇસ દ્વારા પણ ટાઈપ થઈ શકે તેનું નિદર્શન કર્યું. મોબાઈલ, લેપટોપ અને ટેબ્લેટમાં કેવા વ્યુ દેખાશે અને એ પ્રિવ્યુ કેવી રીતે જોવાય એ બતાવ્યું.
સર્ચ એન્જીન દ્વારા લોકો તમારો બ્લોગ જુએ તે માટે યોગ્ય કી વર્ડ પસંદ કરવાનું બતાવ્યું.
વિવિધ ક્ષેત્રોના પુરવાર થયેલ કુશળ બ્લોગર્સ ને પણ સ્ટેજ પર બોલાવ્યા.
શ્રી. અધીર અમદાવાદી, પ્રો. દેવાંશુ પંડિતે પોતાનો હાસ્ય બ્લોગ બતાવી પ્રોફાઈલ પિક્ચર ભુંકતું ગધેડું બતાવ્યું. તે સમજાવ્યું કે બ્લોગ ક્યા વર્ગને શું વંચાવવા માટે છે એ બન્ને વસ્તુઓ તેના વિષયો અને લખાણ પર આધાર રાખે છે. હા, વાર્તા કરતાં વેબ રાઇટિંગની સ્ટાઇલ અને કન્ટેન્ટ અલગ પડે. અહીં વાક્ય રચના ટૂંકી ને ટચ વધુ અપીલ કરે. તમારા શબ્દો બ્લોગ ઓડિયન્સને ગમવા જોઈએ.
શ્રી કુણાલ મહેતા એ કોર્પોરેટ બ્લોગ ની ચર્ચા કરી. અહીં ગ્રાફ અને કંપનીની પ્રોડક્ટ, ગ્રાહકોને બીજા કરતાં અહીં શું વધુ મળશે તે હાઇલાઇટ કરવાનું બતાવ્યું.
શ્રી સત્યમ ગઢવીએ biting bowl નામે ફૂડ બ્લોગ બતાવ્યો. ઉપર આકર્ષક વાનગીઓના ફોટા ક્યાં મળે તેની માહિતી અને ખાસ તો આવું નામ ફૂડ બ્લોગ છે એ તુરત ખ્યાલ આવે તેવું છે એ દર્શાવ્યું.
શ્રી પુલકિત ત્રિવેદી એ ઇવેન્ટ બ્લોગ શું છે એ બતાવ્યું. તમારા ઘરનો પ્રસંગ નહીં પણ વિવિધ પ્રસંગે જરૂર પડતી વસ્તુઓની માહિતી. આ પ્રકારના બ્લોગમાં કમાણી પણ સારી એવી થાય છે એ કહ્યું.
જીજ્ઞેશ ગોહેલએ ટ્રાવેલ બ્લોગની જાણકારી આપી.
બ્લોગ કર્યા પછી તેને સોશીયલ મીડિયા સાથે શેર કરી જોડવો પડે. લોકોના ફીડબેક ખૂબ જરૂરી છે. તે વાંચી અમલ કરવો.
આમ સાહિત્યના વિવિધ લેખન પ્રકારો પર ની શિબિર ગાગરમાં સાગર બની રહી.
eછાપું
તમને ગમશે: સાઉદી અરેબિયાના રાજપરિવારના રાજકારણ પાછળની કથા