રણવીર સિંગ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોય પર ગુજરાતના ત્રણ પ્રખ્યાત રિવ્યુકારોના રિવ્યુ એક જ જગ્યાએ અહીં વાંચવા મળશે.

eછાપું આજે એક નવી શ્રેણી શરુ કરવા જઈ રહ્યું છે. આજથી દર અઠવાડિયે આપણે ગુજરાતના ત્રણ રિવ્યુકારોના ફિલ્મ રિવ્યુઝનો રિવ્યુ એક જ જગ્યાએ વાંચીશું. જી હા! ફેસબુક પર અતિશય લોકપ્રિય એવા ત્રણ રિવ્યુકારો ઉપરાંત કોલમિસ્ટ્સ અને લેખક જયેશ અધ્યારુ, પાર્થ દવે અને સિદ્ધાર્થ છાયાના તાજી રિલીઝ થયેલી એક ફિલ્મ પરના રિવ્યુઝ તમે અહીં eછાપું પર જ વાંચી શકશો.
પરંતુ, આ ત્રણેય રિવ્યુકારોના રિવ્યુની ફ્લેવર અહીં તમને જરાક અલગ લાગશે. એટલે એમ કે તમને અહીં આ ત્રણેય રિવ્યુકારો પોતાના રિવ્યુમાં શું કહી રહ્યા છે તેના વિષે અમુક શબ્દોમાં હાઈલાઈટ આપવામાં આવશે અને આ ત્રણેય રિવ્યુકારોના સંપૂર્ણ રિવ્યુઝ તો તમે એમણે જ્યાં તેને પ્રકાશિત કર્યા છે વેબસાઈટ પર જઈને જ વાંચી શકશો જેની અહીં લીંક આપવામાં આવશે.
તો બેહનો ઔર ભાઈયો તૈયાર? આ નવા પ્રયોગની શરૂઆત કરીએ આ શુક્રવારે રિલીઝ થયેલી રણવીર સિંગ અને આલિયા ભટ્ટની ફિલ્મ ગલી બોયના રીવ્યુ થી!
ગલી બોય – અપના ટાઇમ આયેગા! – જયેશ અધ્યારુ (5 માંથી 4 સ્ટાર્સ)
જયેશ અધ્યારુના રિવ્યુઝ જેમણે રેગ્યુલર વાંચ્યા હશે તેમને એક હકીકતનો બિલકુલ ખ્યાલ હશે કે જયેશભાઈનું ઓબ્ઝર્વેશન જબરદસ્ત હોય જ છે પરંતુ તેની સાથે તેમનું ડીટેઇલીંગ પણ એટલુંજ અદભુત હોય છે. માત્ર એક જ વખત ફિલ્મ જોઇને તેના મહત્ત્વના ડાયલોગ્સ કે પછી દ્રશ્યો કે પછી કોઈ કલાકાર પાછળ કેવું અને કયુ બેકગ્રાઉન્ડ હતું એ યાદ રાખીને ફિલ્મ જોયાના અમુક કલાક પછી રિવ્યુ લખતી વખતે પણ એ ચૂકાય નહીં અને વળી ફિલ્મના છુપાયેલા તત્વો પણ બહાર લાવવા અને આ બધું રિવ્યુમાં સામેલ જ હોય એવી ‘ખતરનાક’ હથોટી જયેશભાઈ ધરાવે છે અને ગલી બોયનો તેમનો રિવ્યુ પણ તેમની આ ક્વોલીટીથી અલગ નથી.
રિવ્યુની શરૂઆતમાં જ જયેશભાઈએ વાચકોને ચેતવી દીધા છે કે Spoilers Ahead.. એટલે પછી કે’તા નહીં કે કીધું નહોતું. ગલી બોય પર જયેશ અધ્યારુનો રિવ્યુ ડીટેઇલમાં વાંચવા માટે અહીં ક્લિક કરો.
ગલી બોય – બોલે તો એકદમ ઢાંસુ બોય – પાર્થ દવે (5 માંથી 3.8 સ્ટાર્સ)
પાર્થ દવે પણ પોતાના રિવ્યુમાં ડીટેઇલિંગ માટે જાણીતા છે. પાર્થભાઈ ફિલ્મો અંગે ઘણું જ્ઞાન ધરાવે છે પરંતુ તેમની ફિલ્મ વિષે સમજાવવાની રીત અત્યંત સરળ હોય છે. પાર્થ દવે લખે છે કે ફિલ્મનો હિરો એટલેકે મુરાદ એટલેકે રણવીર સિંગ પોતાના મનની ઘૂટનને “અપના ટાઈમ આયેગા…” શબ્દોથી બહાર કાઢે છે નહીં તો આવી સરસ કવિતા ન રચાય. પાર્થ દવે એ તમામ કલાકારોની પણ વિગતવાર ઓળખાણ કરાવીને તેમની પ્રશંસા કરી છે. પાર્થ દવેનો રિવ્યુ પણ ફિલ્મને 3.8 સ્ટાર્સ જેટલા ઉચ્ચગુણથી પાસ કરી રહ્યો છે જેને ડીટેઇલમાં વાંચવા માટે અહીં ક્લિક કરી શકો છો.
ગલી બોય કા ટાઈમ આ ગયા બાવા – સિદ્ધાર્થ છાયા (નો રેન્કિંગ)
eછાપુંના એડિટર સિદ્ધાર્થ છાયા માતૃભારતી એપ પર દર શુક્રવારે તેમનો ફિલ્મ રિવ્યુ પ્રકાશિત કરે છે. તેમના રિવ્યુની ભાષા અને સ્વભાવ સામાન્ય વ્યક્તિ જેવા જ હોય છે એટલેકે એક દર્શક જે રીતે ફિલ્મ જોઇને પોતાનો રિવ્યુ આપતો હોય એ રીતે. પોતાના રિવ્યુમાં સિદ્ધાર્થ છાયાએ પણ અગાઉના બંને રિવ્યુકારોની જેમજ ગલી બોયના વખાણ કર્યા છે અને તમામ અદાકારોની એક્ટિંગને પણ સલામ કરી છે જેમાં વિજય રાઝ પર તો આ રિવ્યુકાર ઓવારી ગયા છે. કેમ? જાણીએ સિદ્ધાર્થ છાયાનો માતૃભારતી એપ પર લખાયેલો ગલી બોયનો રિવ્યુ અહીં ક્લિક કરીને.
તો ઓવરઓલ ચૂકાદો એવો છે કે ગલી બોય અલગ ફિલ્મ હોવા છતાં મનોરંજન તો કરાવે જ છે પરંતુ તે એક ઊંડો સંદેશ પણ આપી જાય છે. ત્રણેય રિવ્યુકારોએ ફિલ્મની જે રીતે પ્રશંસા કરી છે તેના પરથી તો લાગે જ છે કે ફિલ્મ જરૂરથી જોવી જોઈએ. તો આ ત્રણેય રિવ્યુઝ વાંચ્યા બાદ તમે શું નિર્ણય લીધો?
eછાપું
તમને ગમશે: ચાલો Emirates ના માત્ર ફર્સ્ટ ક્લાસ કેબિન ધરાવતા એરક્રાફ્ટની સફરે