જનેઉધારી હિન્દુ રાહુલ ગાંધીને એક અન્ય હિન્દુનો ખુલ્લો પત્ર!

  0
  104

  દેશભરમાં આજે જ્યારે પુલવામામાં શહીદ થયેલા જવાનોની શ્રદ્ધાંજલિ સ્વરૂપે દેશપ્રેમની જ્વાળા ઉભી થઇ છે ત્યારે જ સમય છે કાશ્મીરની 370મી કલમ હટાવી દેવાનો અને એ માટે એક ભારતીય નાગરિક કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીને અરજ કરી રહ્યો છે.

  Photo Courtesy: scoopwhoop.com

  માનનીય રાહુલ ગાંધીજી,

  જય ભારત… આપ છેલ્લાં કેટલાંક વર્ષોથી તમામ અવહેલનાઓને અવગણીને જે રીતે કોંગ્રેસ પક્ષના પ્રમુખ તરીકેનું સર્વોચ્ચ સ્થાન નિભાવી રહ્યા છો  એ ખરેખર કાબિલે તારીફ છે… જરૂર પડ્યે તમે તમારાં ભગિની પ્રિયંકા વાડ્રા… સોરી… પ્રિયંકા ગાંધી… ઓહ… ચાલો… પ્રિયંકા ગાંધી વાડ્રાને પણ તમારી ટીમમાં સામેલ કરીને તેમની અને તમારા માતુશ્રી સોનિયાજી સાથે ઐક્ય સાધીને એ જ તરજ પર દેશનું ઐક્ય જાળવવા માટે અથાગ પ્રયત્નો કરી રહ્યા છો તેમાં ઉચ્ચતમ સફળતા માટે શુભેચ્છાઓ…

  ગયા અઠવાડિયે કાશ્મીરના પુલવામા ક્ષેત્રમાં આપણા CRPF ના જવાનો પર હુમલો થયો અને આપણા 40 જવાનો શાહિદ થયા એ પછી આખા દેશમાં ગજબનો આક્રોશ ફેલાયેલો છે.  જમ્મુ કાશ્મીરમાં 370મી કલમ ઉઠાવવાની માંગ દેશભરમાંથી ઊંઘી રહી છે અને એ કલમ હટાવવા માટે અનુકૂળ સંજોગો પણ છે… કહો ને કે એક સુવર્ણ તક છે… મોદી સરકાર ધારે તો તાત્કાલિક અસરથી આ માટે પગલાં ભરી શકે છે પણ કમનસીબે એ દિશામાં યોગ્ય પગલાં ભરવાની સરકારની હાલ તો કોઈ હિલચાલ જણાતી નથી..

  આ સંજોગોમાં તમે જ કઈ કરી શકો છો…  અમને તો નહોતી ખબર પણ વરસ દહાડા પહેલાં તમે સમગ્ર દેશને તમારી ઓળખાણ જનોઈધારી બ્રાહ્મણ તરીકે કરાવી છે… તમારા પિતૃપક્ષે તો કોઈ બ્રાહ્મણ હોઈ શકે એવા ચાન્સ જ નથી એટલે સ્વાભાવિક છે કે તમારું એ બ્રાહ્મણત્વ તમને તમારા દાંડીના પક્ષેથી એટલે કે તમારા પિતાશ્રીના મોસાળ તરફથી વારસામાં મળેલું હોય… હું માં ભૂલતો હોઉં તો તમારા પિતાશ્રી રાજીવ ગાંધી ના મોસાળ પક્ષનું મૂળ કાશ્મીરમાં ધરબાયેલું છે. તો એ નાતે તમે અડધા કાશ્મીરી પંડિત થયા કહેવાઓ. ભારતના નજીકના ઇતિહાસમાં સૌથી મોટો નરસંહાર કદાચ કાશ્મીરી પંડિતોએ જ સહયો છે અને એમણે પોતાના જ દેશમાં શરણાર્થી તરીકે રહેવું પડી રહ્યું છે.

  લાગતું વળગતું: જમ્મુ અને કાશ્મીર માટે ખાસ એવો આર્ટીકલ 35 A શું છે અને તેનું આટલું બધું મહત્ત્વ કેમ છે?

  આ બાબત એક અલગ પ્રદેશના બ્રાહ્મણ અને ખરું કહું તો હિન્દૂ હોવાના નાતે મને પણ ખૂંચી રહી છે તો તમે તો ખુદ કાશ્મીરી પંડિત છો એટલે તમારા હૃદયમાં કેવો લાવા ભભૂકતો હશે એ હું સમજી શકું છું. તો સમગ્ર દેશમાં જ્યારે દેશપ્રેમનો દાવાનળ રેલાઈ રહ્યો છે ત્યારે તમારે આ મોકો ચૂક્યા વગર મોદી સરકારને એક દિવસીય સંસદ સત્ર બોલાવી 370મી કલમ દૂર કરવા મજબૂર કરવા જોઈએ… બાકી આપ સમજદાર છો..

  જય હિન્દ… હર હર મહાદેવ….

  ભારતનો એક નાગરિક

  તમને ગમશે: વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિશ્વની ત્રીજી સૌથી વિશ્વાસપાત્ર સરકારના કેપ્ટન

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here