દિવ્યા સ્પંદનાએ વંદે ભારત એક્સપ્રેસ અંગે ખોટા સમાચારને સમર્થન આપ્યું

  0
  178

  ખોટા અને અર્ધસત્ય સમાચારોને નરેન્દ્ર મોદી સરકારની મશ્કરી કરવા માટે ઉપયોગમાં લેતી કોંગ્રેસની IT સેલની અધ્યક્ષ દિવ્યા સ્પંદના આ વખતે પણ વંદે ભારત એક્સપ્રેસ બાબતે પકડાઈ ગઈ હતી.

  Photo Courtesy: manoramaonline.com

  કોંગ્રેસના વિવિધ નેતાઓ જેમાં તેના પ્રમુખ રાહુલ ગાંધી પણ સામેલ છે તેઓ નરેન્દ્ર મોદી સરકારની વિવિધ વિકાસલક્ષી યોજનાઓની માત્ર ટીકા જ નથી કરતા પરંતુ ઘણીવાર તેની મશ્કરી પણ કરતા હોય છે. મોટેભાગે આ મશ્કરી અથવાતો ટીકા અર્ધસત્ય અથવાતો સંપૂર્ણ અસત્ય પર આધારિત હોય છે. ધ હિન્દુ અખબારનો આધાર લઈને રાહુલ ગાંધીએ રાફેલ પર ફેલાવેલા સમાચાર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ કહી શકાય.

  કોંગ્રેસ પક્ષના IT સેલના રાષ્ટ્રીય અધ્યક્ષ પૂર્વ કન્નડ અભિનેત્રી દિવ્યા સ્પંદના છે. દિવ્યા આગળ કહ્યું એ જ રીતે અર્ધસત્ય અથવા તો સંપૂર્ણ અસત્ય સમાચારને આધાર બનાવીને મોદી સરકારની યોજનાઓ તેમજ સિદ્ધિઓની મશ્કરી કરવામાં માહેર છે અને અગાઉ અસંખ્ય વખત તેના આ અસત્યો ખુલ્લા પડી ગયા છે.

  પરંતુ, તેમ છતાં દિવ્યા સ્પંદના પોતાની મલીન પ્રવૃત્તિઓ ચાલુ રાખવાનું બંધ નથી કરી રહી. હાલમાં જ ભારતની સહુથી તેજગતિથી ચાલતી ટ્રેન વંદે ભારત એક્સપ્રેસનું ઉદ્ઘાટન ખુદ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કર્યું હતું. ટ્રેન 18ના મૂળ નામે ઓળખાતી આ સંપૂર્ણ ટ્રેન Make In India પહેલ હેઠળ 100% ભારતમાં જ બનાવવામાં આવી છે. વંદે ભારત એક્સપ્રેસ પોતાની પ્રથમ સફરે નવી દિલ્હી જંક્શનથી વારાણસી જવા ઉપડી હતી અને તેમાં કેન્દ્રીય રેલમંત્રી પીયુષ ગોયલે પણ સફર કરી હતી.

  પરંતુ આ માત્ર ઉદ્ઘાટન સફર જ હતી. વંદે ભારત એક્સપ્રેસની પ્રથમ કોમર્શિયલ સફર ગઈકાલે શરુ થઇ હતી, પરંતુ ઉદ્ઘાટન થયા બાદ વારાણસીથી નવી દિલ્હી પરત આવતી વંદે ભારત એક્સપ્રેસ નીચે કોઈ જનાવર આવી ગયું હતું અને તેના છેલ્લા ડબ્બા સાથે સંપર્ક તૂટી ગયો હતો. અત્યંત હાઈ ટેક્નોલોજી ધરાવતી ટ્રેન આ કારણસર વહેલી સવારે નવી દિલ્હીથી લગભગ 200 કિલોમીટર દૂર ખોટકાઈ ગઈ હતી.

  લાગતું વળગતું: તો ભાઈઓ અને બહેનો પ્રસ્તુત છે કુંભકર્ણ લિફ્ટ યોજનાની તમામ માહિતી!!

  હવે આ ન્યૂઝ જાણીતી ન્યૂઝ ચેનલ NDTVએ તોડીમરોડીને પબ્લિશ કર્યા હતા જેમાં એમ કહેવાયું હતું કે વંદે ભારત એક્સપ્રેસ તેની પ્રથમ મુસાફરીમાં જ ખોટકાઈ! આ સમાચારમાં ઉપર જે કારણ આપવામાં આવ્યું છે તેને હાઈલાઈટ ન કરતા એવો આભાસ NDTV દ્વારા ઉભો કરવામાં આવ્યો જાણે કે ભારતમાં બનેલી પ્રથમ સેમી-હાઈસ્પિડ ટ્રેન તેની પ્રથમ સફરમાં જ નિષ્ફળ ગઈ છે અને હવે બસ એની વાર્તા પૂરી!

  જેને આ પ્રકારના અર્ધસત્ય સમાચારનો આધાર લઈને મોદી સરકારની મસ્તી કરવાની આદત હોય તે દિવ્યા સ્પંદના આવો મોકો છોડે? તેણે તરતજ NDTVની એ Tweet ને quote કરીને પોતાની મશ્કરીભરી કમેન્ટ એડ કરીને Tweet કરી દીધી. અહીં સુધી તો તો પણ કોઈ વાંધો ન હતો, પરંતુ દિવ્યા સ્પંદનાએ આ ઘટના સાથે પણ પુલવામા આતંકવાદી ઘટનાને જોડી દીધી જે અત્યંત શરમજનક કૃત્ય હતું.

  Tweet Screenshot

  પહેલા તો NDTVનો દોષ કે તેણે ખરેખર તો હેડલાઈનમાં જ એ સ્પષ્ટતા કરી દેવાની જરૂર હતી કે આ ટ્રેનની આધિકારિક સફર ન હતી, એટલેકે વંદે ભારત એક્સપ્રેસ ખાલી થઈને જ દિલ્હી પરત આવી રહી હતી. બીજું રેલ મંત્રાલયના ખુલાસા બાદ ખબર પડી હતી કે ટ્રેન લગભગ બે અઢી કલાક બાદ જ્યારે ટેક્નીકલ ખામી દૂર થઇ નવી દિલ્હી પરત આવવા પોતાની સફર ફરીથી શરુ કરી હતી. પરંતુ દિવ્યા સ્પંદનાએ તેનો નોંધ લેવાની બિલકુલ ફિકર કરી ન હતી.

  જો કે દિવ્યા સ્પંદનાની ક્યાં ટીકા કરીએ? રાહુલ ગાંધી ખુદે આ જ સમાચારનો આધાર લઈને નરેન્દ્ર મોદીને શિખામણ આપી હતી કે તેમની સરકાર આવશે તો Make In India ને બહેતર રીતે ચલાવી શકશે. આ બધામાં કોંગ્રેસી નેતાઓએ ભારતમાં બનેલી સર્વપ્રથમ 100% ભારતીય સેમી હાઈસ્પિડ ટ્રેન અંગે ગૌરવ લેવાનું જરૂર ભૂલી ગયા જે અત્યંત દુઃખભરી હકીકત છે.

  eછાપું

  તમને ગમશે: અમેરિકાએ પોતાની એમ્બેસી જેરુસલેમ ખસેડી અને ઇતિહાસે પડખું ફેરવ્યું

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here