પુલવામા હુમલાના વિરોધમાં વિવિધ મિડિયા હાઉસીઝે PSLમાંથી હાથ પાછા ખેંચ્યા

    0
    284

    ગયા ગુરુવારે પુલવામા આતંકવાદી હુમલો કરાવીને પાકિસ્તાન હવે બધીજ દિશાથી ઘેરાઈ ગયું છે. માત્ર ભારત સરકાર જ નહીં પરંતુ મિડિયા હાઉસીઝ પણ તેનો બહિષ્કાર કરી રહ્યા છે.

    Photo Courtesy: icc.com

    પુલવામા આતંકવાદી હુમલાના ગંભીર પ્રત્યાઘાતો માત્ર સામાન્ય જનતા, સરકાર, ખેલ કે પછી બોલિવુડમાં જ નથી પડ્યા, ભારતના વિવિધ મિડિયા હાઉસીઝ પણ આ શોક અને ગુસ્સાથી અલગ નથી. સ્પોર્ટ્સ ચેનલ DSport દ્વારા પાકિસ્તાન સુપર લિગના (PSL) લાઈવ ટેલિકાસ્ટને તત્કાળ અસરથી બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. જમ્મુ અને કાશ્મીર રાજ્યની દક્ષિણે આવેલા પુલવામા ખાતે ગત ગુરુવારે એક જઘન્ય આતંકવાદી હુમલામાં 40 CRPF જવાનો શહીદ થયા હતા.

    DSportના એક ટોચના અધિકારીએ એક અખબારને કહ્યું હતું કે તેઓ ટેલિકાસ્ટના મુલતવી રાખી રહ્યા છે. આ વર્ષે PSLનું ચોથું વર્ષ છે અને તેમાં 6 ટીમો છે. આ Twenty20 ટુર્નામેન્ટ ભારતની IPLની તર્જ પર રમાડવામાં આવે છે. DSport દ્વારા ભારતમાં PSLનું લાઈવ ટેલિકાસ્ટ ગત શનિવારથી બંધ કરી દેવામાં આવ્યું હતું.

    આ ઉપરાંત લાઈવ ક્રિકેટ સ્કોરબોર્ડ આપતી વેબસાઈટ Cricbuzz દ્વારા પણ PLSની લાઈવ અપડેટ આપવાનું બંધ કરી દીધું છે. જો કે Cricbuzzના આ નિર્ણયથી પાકિસ્તાની ક્રિકેટ ફેન્સ ખાસ્સા ગુસ્સે થયા હતા. પાકિસ્તાની ક્રિકેટ ફેન્સે Cricbuzzના આ નિર્ણયના વિરોધમાં Google Play પર તેની એપને ડાઉનગ્રેડ કરવાનું શરુ કરી દેવામાં આવ્યું હતું. આ ઉપરાંત લોકપ્રિય ફેન્ટસી ક્રિકેટ ગેમ એપ Dream XI એ પણ PLS ને લગતી પોતાની ફેન્ટસી ગેમ્સ પણ બંધ કરવાનો નિર્ણય લીધો હતો.

    લાગતું વળગતું: ICC ના બે નવા ફોર્મેટમાં વચ્ચે આવશે ભારત વિ પાકિસ્તાન સિરીઝની મક્ષિકા

    પરંતુ PSLના મેનેજમેન્ટ અને પાકિસ્તાન ક્રિકેટ બોર્ડને (PCB) સહુથી મોટો ફટકો આપ્યો હતો IMG રિલાયન્સે. IMG રિલાયન્સ PSLના લાઈવ બ્રોડકાસ્ટની પ્રોડક્શનની કામગીરી સંભાળે છે. તેણે પણ શનિવારે તાત્કાલિક અસરથી ટુર્નામેન્ટને આપવામાં આવતી તેની સેવા બંધ કરવાનો નિર્ણય PCBને જણાવી દીધો હતો.

    14 ફેબ્રુઆરીએ જ આ ટુર્નામેન્ટ શરુ થઇ હતી જ્યારે પુલવામા હુમલો થયો હતો. ત્યારથી IMG રિલાયન્સે કુલ 7 મેચો પ્રોડ્યુસ કરી હતી. હવે ટુર્નામેન્ટનું એક રાઉન્ડ પૂરું થઇ ગયું છે અને બે દિવસ રજા રાખવામાં આવી છે. PSLની આગલી મેચ બુધવારે છે અને એવામાં IMG રિલાયન્સ દ્વારા આગળ પ્રોડક્શન ન કરવાનો નિર્ણય લેવામાં આવતા PSL આગળ વધી શકશે કે કેમ એ અંગે શંકા છે.

    આ પાછળનું કારણ એ છે કે PSLની મોટાભાગની રેવન્યુ ટેલિકાસ્ટ રાઈટ્સ દ્વારા જ આવે છે. UAEમાં રમાતી આ ટુર્નામેન્ટ જોવા માટે ભીડ બિલકુલ એકઠી થતી નથી આમ જો PSLનું ટેલિકાસ્ટ જ બંધ થઇ જશે તો PCB જે ઓલરેડી નાણાંકીય ભીંસ અનુભવી રહ્યું છે તેને જબરદસ્ત ફટકો પડશે.

    ગુરુવારના પુલવામા આતંકવાદી હુમલા બાદ સમગ્ર દેશમાં પાકિસ્તાન વિરુદ્ધ રોષ ફાટી નીકળ્યો હતો અને લોકોની ભાવનાઓને સમજતા પાકિસ્તાન સાથે જરાક જેટલો પણ સંબંધ ધરાવતી વ્યક્તિઓ અને સંસ્થાઓ તેનાથી દૂર થવા લાગી છે. ભારતીયોની રોષની ભાવનાની અસર જેના પર પડી છે તેમાં હવે PSL પણ સામેલ થઇ ગયું છે.

    eછાપું

    તમને ગમશે: જેરુસલેમ મામલે ભારતે ઇઝરાયેલ વિરુદ્ધ મત આપવાની જરૂર ન હતી

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here