Shadow Ban સોશિયલ નેટવર્ક્સ માટે વિવાદાસ્પદ હુકમનો એક્કો સાબિત થઇ રહ્યું છે.

    0
    280

    શું તમે Twitter પર એક્ટીવ છો? શું તમે જમણેરી વિચારસરણી ધરાવો છો? શું તમને લાગે છે કે તમારી ReTweetsની સંખ્યા અચાનક ઘટી રહી છે? તો તમે કદાચ Shadow Ban નો શિકાર બન્યા હોવ એવી શક્યતાઓ ખરી. ચાલો જાણીએ કે આ Shadow Ban એટલે શું?

    Photo Courtesy: newslaundry.com

    સોશિયલ મીડિયાનો જમાનો હવે પૂરો થવા આવ્યો છે. Facebookની સમસ્યાઓ નું સમાધાન ક્યાંય દેખાતું નથી. Google+ના  અસ્તિત્વના છેલ્લા દોઢ બે મહિના બાકી રહ્યા છે, અને 2જી એપ્રિલે Google+ બંધ પણ થઇ જવાનું છે. અને આ બધા વચ્ચે વિશ્વના બે પોપ્યુલર સોશિયલ નેટવર્ક Twitter અને ReddIT એક અલગ જ માથાકૂટ લઈને બેઠા છે. એક સમયે બહુ ઉપયોગી અને જરૂરી ફીચર આજે એના માથે પડ્યું છે. ટ્રોલ્સ, સ્પામ અને હેટ સ્પીચ ને ડામવા અને બહુ ઉહાપોહ ન થવા દેવા માટે અપનાવેલા ફીચર શેડો Shadow Ban ના લીધે Twitter ના CEO જેક ડોર્સીને ભારતીય પાર્લામેન્ટ સમક્ષ હાજર રહેવાનું તેડું આવ્યું છે, અને ReddIT પર આના લીધે માછલાં ધોવાવાની શરૂઆત થઇ રહી છે. એ સંજોગોમાં આવો જાણીએ આ Shadow Ban શું છે?

    ગઈ 12 ફેબ્રુઆરીએ અચાનક Twitter પર એક અઘરી ઘટના થવા લાગી. અચાનક Tweet લાઈક અને ReTweetની સંખ્યામાં અચાનક ન સમજાય એવો વધારો અને ઘટાડો થવા લાગ્યો.

    https://twitter.com/_LordZilla_/status/1095252848680550400

    આવા સમયે રાઈટ વીંગર અને મોદીપ્રેમીઓમાં જાણીતા એવા કોલમિસ્ટ શેફાલી વૈદ્ય એ આવા મતલબની કઈ ફરિયાદ કરી.

    એમણે Twitter અને Facebook પર પોતાના અને અન્ય મોદી પ્રેમીઓને સર્ચ રિઝલ્ટ અને બીજા પ્રકારના પોસ્ટ આઉટરીચ (જે રીતે અને જે માત્રામાં એક યુઝરની પોસ્ટ બીજા યુઝર સુધી પહોંચે છે) ને પ્રતિબંધિત કરવાનો આરોપ મુક્યો, અને એને Twitter અને Facebookનું ષડયંત્ર બતાવ્યું. અત્યારે  એમની પ્રોફાઈલ અને એમના Tweets સર્ચ રિઝલ્ટ અને બીજે બધે યોગ્ય રીતે દેખાય છે, પણ ઘણા લોકોના મતે એ થોડા સમય માટે સાચા હોય એવું લાગ્યું. જોકે આ બધા સમય દરમ્યાન એમની પ્રોફાઈલ અને એમના ટ્વીટ એમના પ્રોફાઈલ પેજ પર નોર્મલ રીતે દેખાતા જ હતા. મતલબ ટ્વીટરે એમના પર કોઈ પ્રતિબંધ નહોતો લગાવ્યો, પણ એમની અને એમના પોસ્ટ બીજા લોકો સુધી પહોંચતી બંધ થઇ ગઈ હતી. આ રીતના “Fake” પ્રતિબંધને સોશિયલ નેટવર્કની લેંગ્વેજમાં Shadow Ban કહેવાય છે.

    બધા જ સોશિયલ નેટવર્ક અને ઓનલાઇન ફોરમના મોડરેટર્સમાં  Shadow Banની પ્રક્રિયા બહુ પ્રચલિત છે. આ પ્રક્રિયા 30 વર્ષ જૂની છે. પોતાના નેટવર્ક કે ફોરમનાં એવા યુઝર્સ જે બીજા ને હેરાન કરતા હોય, ફક્ત બેમતલબની એડ્સ આપતા હોય, સ્પામ કન્ટેન્ટ આપતા હોય કે બીજા ઉપર નફરત ફેલાવતા કે ઉશ્કેરણી કરતા યુઝર્સ હોય એમને નેટવર્કમાંથી સીધે સીધા કાઢી મુકવાને બદલે આવા યુઝર્સ ની પોસ્ટ અને એના મેસેજને સર્ચ ના અને ડિસ્કવરીના બીજા ફીચર્સ માંથી છુપાવી દેવામાં આવે છે. જેથી આવા લોકો અને આવી વાંધાજનક પોસ્ટ બહુ ઓછા લોકોને દેખાય. એ વાંધાજનક પોસ્ટ અને યુઝરને તમે એની જે તે લિંક પરથી જોઈ શકો છો. અને એ યુઝર પણ નોર્મલ રીતે એ સોશિયલ નેટવર્ક કે ફોરમ નો ઉપયોગ કરી શકે છે. મતલબ એ યુઝર પર કોઈ બેન નથી લાગ્યો, પણ એને એક એવા અંધારા(કે છાયા/shadow)માં મૂકી રાખ્યો છે જ્યાંથી એ સામાન્ય રીતે દેખાય નહિ.

    Shadow Ban  ફીચર શરૂઆતમાં લોકોને બહુ સારું લાગ્યું. પણ જ્યારથી આ સોશિયલ નેટવર્કનો પોલિટિકલ ઉપયોગ થવા લાગ્યો ત્યારથી આ Shadow Ban બેધારી તલવાર બની ગઈ છે. જે તે યુઝર કે પોસ્ટને Shadow Ban કરવાનો હક્ક મોડરેટર ને હોય છે અને એ મોડરેટર કોઈ અલ્ગોરિધમ નહિ પણ માણસ છે. એ માણસ પોતાના ગમા, અણગમા અને પોલિટિકલ બાયસ બધું સાથે રાખીને ચાલતો હોય છે. અને કોઈ ફોરમના મોડરેટરને કોઈ એક યુઝર બહુ હેરાન કરતો હોય, કે એની પોસ્ટ ન ગમતી હોય એટલે એ મોડરેટર ગમે ત્યારે કોઈ પણ સમજૂતી આપ્યા વગર એ યુઝરને Shadow Ban કરી શકે છે. પછી ચાહે એ કોઈ ટ્રોલ યુઝર કે સ્પામ યુઝર હોય કે કોઈ એવો બોલકો યુઝર જેની વિચારસરણી એ મોડરેટર સાથે ન મળતી હોય, આવા બધા યુઝરને બેન કરવા કે Shadow Ban કરવા એ મોડરેટર માટે બહુ સરળ છે.

    આ Shadow Ban એક પ્રકારનું સેન્સરશીપ જ છે. કોઈ યુઝર જો સાચા કારણોથી Shadow Ban થયો હોય તો એ જે તે સોશિયલ નેટવર્ક અને કમ્યુનિટી માટે સારું જ છે. પણ કોઈ નોર્મલ યુઝર જે માત્ર આવી અદાવત કે પોલિટિકલ બાયસ ના લીધે જ Shadow Ban થયો હોય તો એ સોશિયલ નેટવર્ક અને કમ્યુનિટીને થયેલું નુકસાન જ છે. જો એ યુઝરનું આ કમ્યુનિટી ને કોઈ એક્ટિવ પ્રદાન હોય તો એ કમ્યુનિટી નું એક્ટિવ પ્રદાન બંધ થઇ જશે. પણ જો એ એક્ટિવ યુઝર ન હોય, અને માત્ર એ કન્ટેન્ટ વાંચી, એકાદબે લાઈક કરી જતો હશે એ યુઝર પોતે એકલો આ કમ્યુનિટી થી  દૂર નહિ જાય, સાથે સાથે એની સાથે થયું એ પોતાની સાથે ન થવા દેતા બીજા યુઝર પણ આ કમ્યુનિટીથી દૂર જતા રહે છે. અને ધીરે ધીરે આવી કમ્યુનિટીઓ એનો મૂળ સ્વભાવ ગુમાવી જીહજૂરી કરતા લોકોનો દરબાર બની જાય છે.

    આવી રીતે થતા Shadow Ban જો મોડરેટર પોતે પોતાની ઈચ્છા અને ક્ષમતાથી કરતા હોય તો એ અમુક અંશથી વધારે હાનિકારક નથી, કેમકે આવા Shadow Ban કરેલા (કે ઇવન બેન થયેલા) યુઝર્સ પોતાની એક અલગ કોમ્યુનિટી બનાવી શકે છે, અને પોતાની ચર્ચાઓ ત્યાં આગળ ચલાવી શકે છે. પણ જો મોડરેટર એ કમ્યુનિટી ચલાવતી કંપનીના કર્મચારીઓ હોય, કે એ કંપની આવી રીતે મોડરેટરને Shadow Ban કરવા માટે દબાણ કરતા હોય તો એ કમ્યુનિટી અને કૈક અંશે લોકશાહી માટે ખતરા સ્વરૂપ છે. ઘણી વાર એ કંપની પોતાનો “સોશિયલ નેટવર્ક” કે ઓનલાઇન કમ્યુનિટી નો બિઝનેસ ચાલુ રાખવા કે પોતાની માન્યતાઓને બચાવવા કે વધારવા માટે આવી પ્રયુક્તિઓનો ઉપયોગ કરતી હોય છે. જેમાં Twitter અને ReddIT મોખરે છે.

    “સ્મેશ બ્રાહ્મીનીકલ પેટ્રીઆર્ચી” ના પોસ્ટર સાથે ટ્વીટર ના વડા જેક ડોર્સી (નવેમ્બર 2018) Courtesy: Deccan Cronicle

    ગયા નવેમ્બરમાં Twitterના CEO જેક ડોર્સી ભારત પ્રવાસે આવ્યા ત્યારે એણે જાહેર કરેલા એક ફોટોગ્રાફે ઘણો વિવાદ સર્જ્યો હતો. ઉપર દર્શાવેલો એ ફોટોગ્રાફ જે જેક ને એક મુલાકાતીએ એક પોસ્ટર આપ્યું જેમાં સ્મેશ બ્રાહ્મીનીકલ પેટ્રીઆર્ચી ના મતલબનું વિધાન હતું, જેનો સીધો મતલબ બ્રાહ્મણવાદી પિતૃસંસ્થાનો નાશ કરો એવું થાય. આ પોસ્ટર જેકને જેણે આપ્યું હતું એ એક “દલિત” મહિલા હતી. અને આ પોસ્ટર સીધું બ્રાહ્મણો ઉપર નિશાન સાધતું હતું. આ વિધાન એલિટીસ્ટ મહિલા એ અંગ્રેજીમાં લખ્યું હતું, જો એ બીજીજ કોઈ ભાષામાં મારા તમારા જેવા સામાન્ય માણસે ક્યાંક લખ્યું કે બોલ્યું હોય તો એ માણસ રેસિસ્ટ બાઇગોટ (Racist Bigot) ગણાય જ જાય ઉપરથી એ માણસ કાયદાકીય આંટીઘૂંટીમાં સલવાઇ જાય એ અલગ થી. પણ આ એક એલિટ ટ્વીટર યુઝર, જે મહિલા હતી, એણે અંગ્રેજીમાં આવું સ્ટેટમેન્ટ આપ્યું એટલે એ ચાલી ગયું. અને જેક ડોર્સીએ એ હસીખુશી સ્વીકારી પણ લીધું. આ વિધાન અને જેક ડોર્સીના આ વલણની Twitter પર સ્વાભાવિક ખુબજ ટીકા થઇ. અને ટ્વીટરે એની માફી પણ માંગી લીધી, પણ આ બધામાં Twitterનો ડાબેરી ઝુકાવ ફરી એક વાર ખુલીને સામે આવ્યો.

    લાગતું વળગતું: રાષ્ટ્રવાદીઓને અન્યાય કરતા Twitterના અધિકારીઓને સંસદીય સમિતિનું સમન્સ

    Twitter ડાબેરી ઝુકાવ ધરાવતું સોશિયલ નેટવર્ક છે જે જેક ડોર્સીએ પોતે કબૂલ કર્યું છે. અને Twitter માં કોઈ અલગ કમ્યુનિટી નથી, આખું Twitter એક મોડરેટર ટિમ નીચે કામ કરે છે જે ડાબેરી ઝુકાવ વાળું વધારે છે અને વખતો વખત દેશ વિદેશમાં Twitter અને એની ટિમ એનો પુરાવો આપતી રહી છે. ટ્વીટરે ઓનલાઇન પજવણી, ટ્રોલ એકાઉન્ટ અને નફરત ફેલાવતા એકાઉન્ટ સામે પગલા લેવાનું વખતો વખત વચન આપ્યું છે અને દર વખતે એ Twitterનું “ગરીબી હટાઓ” બની રહ્યું છે. દર વખતે જેક ડોર્સી એવું બોલે છે કે અમે આવા એકાઉન્ટ અને Tweet હટાવવાના પહેલાથી સારા પગલાં લઈશું એવું કહે છે અને દર વખતે Twitter એ પગલાંનો પહેલો અને સહુથી સારો ઉપયોગ રાઈટ વીંગર અને રૂઢિપ્રેમીઓના Twitter એકાઉન્ટ પર કરે છે. ખાસ કરીને ભારતમાં જ્યાં Twitterની ભારતીય ટિમ પર ખુલ્લેઆમ ડાબેરી અને કોંગ્રેસ તરફી હોવાના આક્ષેપો લાગેલા છે.

    Twitter ઇન્ડિયાએ ઘણા એવા એકાઉંટ સસ્પેન્ડ કરેલા છે જે જનરલી રમુજી ટ્વીટ્સ કરતા હોય. પણ ક્યારેક કોઈને રમુજી રીપ્લાય આપવામાં કે સાચું કહેવામાં Twitter ઇન્ડિયાને એવું લાગી આવે છે કે કોઈ પણ ભળતું કારણ દઈને એ આવા રાઈટ વીંગર એકાઉન્ટ્સનેજ સસ્પેન્ડ કરે છે. જોકે આવાજ કે આનાથી પણ ખરાબ શબ્દો અને લાગણીઓ “વ્યક્ત” કરનાર અભિવ્યક્તિ સ્વતંત્રતાના ચેમ્પિયન્સ એવા ડાબેરી એકાઉન્ટ્સ માત્ર એટલેજ સલામત છે કારણકે એ ડાબેરી છે અને Twitter ઇન્ડિયાના મોટામાથાઓના પોલિટિકલ બાયસનું સમર્થન કરે છે. અને જયારે એના જ Tweets અને એમાં ખુલ્લેઆમ વ્યક્ત થયેલી bigotary સામે આવે છે ત્યારે એ લોકો પોતાના જુના Tweets જાણે કઈ ન થયું હોય એમ ડીલીટ કરી નાખે છે. અને પછી ડીલીટ થયેલા Tweetsમાં પોતેજ ઉઘાડા પડે છે. અને પછી રાઈટ વીંગર્સ કે પોતાને ન ગમતા હોય એવા એકાઉન્ટ્સને Shadow Ban કરે છે.

    Courtesy: Wikihow

    જોકે આ Shadow Ban કરવાની શરૂઆત અને એનો સહુથી અસરકારક ઉપયોગ રેડ્ડિટે કર્યો હતો. ReddIT અને Twitter બંનેએ 2015 આસપાસથી Shadow Ban કરવાનું શરુ કર્યું હતું. પણ RedITTના Shadow Ban કે સેન્સરશિપની વાતો આપણા સામે અત્યારસુધી એટલે નહોતી આવી કારણકે 1, ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વીટર પ્રેમી ભારતીય પ્રજા માટે રેડ્ડિટ હજુય નવું છે. અને 2, રેડ્ડિટ અને એના મોડરેટર તરફથી Shadow Banનો ઉપયોગ બહુ અસરકારક અને મહદઅંશે બિનવિવાદાસ્પદ રહ્યો છે. ઘણા કેસ માં મોડરેટર પોતાના નિર્ણયો અને એની પાછળની સમજૂતી વહેલા મોડા આપી દેતા હોય છે. અને કદાચ એક કમ્યુનિટીના મોડરેટરનું વર્તન વિવાદાસ્પદ હોય તો એ કમ્યુનિટીના તટસ્થ સભ્યો પોતે એક બીજી કમ્યુનિટી બનાવી શકે છે. પણ આ વાત બહુ લાંબી ચાલી શકે એવું લાગતું નથી. કારણકે RedITTને હમણાંજ ચાઈનીઝ કંપની ટેન્સેન્ટ તરફથી બહુ મોટું ઇન્વેસ્ટમેન્ટ મળ્યું છે.

    ટેન્સેન્ટ(Tencent) એક ચાઈનીઝ ઇન્ટરનેશનલ જાયન્ટ છે, જે બે મોટી ગેમ PUBG, ફોર્ટનાઇટ અને વી ચેટ(WeChat) માં મેજોરીટી હિસ્સો ધરાવે છે. ચાઈનીઝ સરકારની સેન્સરશીપ અને વિરોધી અવાજ દબાવવાની એની નીતિ વિશ્વ આખામાં જાણીતી છે એવામાં એક ચાઈનીઝ કંપની, જેના પર ચાઈનીઝ સરકારના ચાર હાથ હોવાની અફવાઓ છે, એ ReddITમાં મોટા પાયે ઇન્વેસ્ટમેન્ટ કરે એ વાત હળવાશથી લેવાય એ શક્યજ નથી. એટલે ReddIT, જ્યાં અભિવ્યક્તિ સ્વાતંત્ર્યનું વધારે મહત્વ છે એના યુઝર્સ ચાઈનીઝ ઇન્વેસ્ટમેન્ટનો વિરોધ મોટેપાયે કરી રહ્યા છે.

    આ ReddIT અને એની એક મહત્વની કમ્યુનિટી જે વખતોવખત સેન્સરશીપ, Shadow Ban અને ખોટા પોલિટિકલ કારણોના લીધે વિવાદાસ્પદ બની છે, એના વિષે આપણે આવતા સોમવારે આ જ કોલમમાં વિસ્તાર થી ચર્ચા કરીશું.

    ત્યાં સુધી

    મે ધ ફોર્સ બી વિથ યુ…..

    eછાપું 

    તમને ગમશે: કિમ જોંગ ઉન દ્વારા છોડવામાં આવેલા મિસાઈલોનો હિસાબ તમારી પાસે છે?

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here