અતિશય લોકપ્રિય ચેટ મેસેન્જર WhatsApp હવે એક નવી સિક્યોરિટી વ્યવસ્થા લઈને આવ્યું છે. આ ઉપરાંત Instagram અને PUBGની કેટલીક લેટેસ્ટ અપડેટ્સ મેળવીએ.

Whatsapp IRIS Scanner Security
Technology જયારે હરણફાળ ભરી રહી છે ત્યારે તેમાં Security ને પણ સતત Update કરતા રહેવું જરૂરી છે. પહેલા માત્ર PIN CODE થી phone ની security નું ધ્યાન રખાતું હતું, એ પછી Pattern આવી ત્યાર બાદ Finger Sensor અને હવે IRIS Scanner નો ઉપયોગ થઇ રહ્યો છે. અત્યાર સુધી Passcode અથવા Pattern દ્વારા Third Party Applications દ્વારા તમે તમારી Whatsapp Chat secure રાખી શકતા હતા. હવે Whatsapp દ્વારા પણ તેની Application Open કરવા માટે IRIS Scanner અથવા તો Finger Sensorની સુવિધા ઉપલબ્ધ બનાવવામાં આવી છે.. શરૂઆતના સમયે આ Feature માત્ર iOS users માટે જ launch કરવામાં આવ્યું છે પણ ટૂંક સમયમાં Android Users પણ આ Feature નો ઉપયોગ કરી શકશે. iOS users કઈ રીતે આ feature use કરી શકે તે માટેના Steps નીચે મુજબ છે.
Open Whatsapp -> Settings -> Account -> Privacy -> Security -> Screen Lock -> Select Face ID or Touch ID -> Select Time Interval -> Done
બસ ઉપરોક્ત Steps Follow કરતા જ તમારા iPhone/iPad પર Face ID અથવા Touch ID નો ઉપયોગ શરુ થઇ જશે.
લાગતું વળગતું: જરા વિચારો તો ખરા કે PUBG વગરની દુનિયા કેવી હશે?? |
Instagram Bug
જો તમે Regular Instagram User હશો તો તમે જાણતા જ હશો કે છેલ્લા કેટલાક દિવસ થી Instagram પર બહોળી સંખ્યમાં Followers ધરાવતા લોકો તેમના ઘણા Followers ઘટી ગયાની ફરિયાદ કરતા નજરે આવી રહ્યા છે. આ મામલે Twitter અને Instagram બંને પર સતત થઇ રહેલી ફરિયાદોને ધ્યાનમાં રાખી Instagram દ્વારા જવાબ આપવામાં આવ્યો છે કે તેઓની System માં BUG છે અને BUG ને બહુ જલ્દી દૂર કરવામાં આવશે. આ BUG ને લીધે ખાસ વધુ તો કોઈ નુકશાન નથી થયું પણ તેમ છતાં Instagram ના Account Holders ઘણા પરેશાન છે.
PUBG Zombie Mode
Player Unknowns Battle Ground એટલે કે PUBG ના વિરોધમાં ભલે ગમ્મે તેટલા સૂર ઉઠતા રહે પણ એ સાથે જ Developers દ્વારા game ની નવી update વિષે માહિતી આપી દેવામાં આવી છે. નવી updateમાં છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં રહેલ Zombie Mode નો સમાવેશ થઇ જશે. આ update હાલ Beta version માં છે અને ટૂંક સમયમાં તેને Stable Update તરીકે Launch કરવામાં આવશે, જોકે આ Limited Time Event જ હશે તેવું પણ સ્પષ્ટ રીતે કહી દેવાયું છે. Resident Evil અને PUBG નું આ joint update હશે. આ update હેઠળ Players Zombie Army ને મારી અને તેમની પાસે થી વિશેષ Items તેમજ Resources મેળવી શકશે. આ સિવાય હમણાં Launch થયેલા Vikendi MAP માં પણ હાલ Snow Weather છે જેને બદલાવીને ટૂંક સમયમાં Moonlight Weather આપવામાં આવશે જેથી Players Game ની પુરી મજ્જા લઇ શકે.
eછાપું
તમને ગમશે: Project Loon દ્વારા પ્યુર્ટો રિકોના એક લાખ અસરગ્રસ્તો સુધી ઈન્ટરનેટ પહોંચ્યું