દેશ અત્યારે જ્યારે આતંકવાદી ઘટનાનો સામનો કરી રહ્યો છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના શબ્દો અને કૃત્યોને હાયપર નેશનાલિઝમ તરીકે ખપાવનારાઓ પણ પડ્યા છે.

હાઇપર નેશનાલિઝમનો હું પણ સખ્ત વિરોધી છું. કોઈ સંઘ કાર્યકર જ્યારે સંતાનના બર્થ ડે પર કેકને બદલે સુખડી કાપે છે, ત્યારે હસવું આવે છે. ભલાદમી, સુખડી પણ શા માટે કાપવી? મંદિરે દર્શન કરો, બે સારા કાર્ય કરો અને સારું ખાઓ-પીઓ. જ્યાં ફેનેટિઝમ હોય, ત્યાં મને રુચતું નથી. ઈવન, સૈન્યની વાત હોય તો પણ મને જે સાચું લાગ્યું તે લખ્યું જ છે. મુંબઇ એટેક વખતે આપણાં કમાન્ડોને દિલ્હીથી મુંબઇ પહોંચવામાં 40 કલાક લાગી ગયા હતા. મેં એ વિષયે કચકચાવી ને લેખો લખ્યા હતા.
મારા પુસ્તક “મહા-ભારતની રામાયણ” આવા અનેક લેખો ગ્રંથસ્થ છે. પણ, નિખાલસતાથી કહું તો નેશનલ સિકયુરિટી બાબતે મને હાલની સરકાર અને શાસકો પર શ્રદ્ધા છે. આ શ્રદ્ધા હવામાંથી ટપકી નથી, તેમના અનેક એકશન્સમાંથી જન્મી છે. કોઈપણ સમજુ અને વિચારશીલ વ્યક્તિ આ બાબત સ્વીકારશે જ. શક્ય છે કે, ઘણાં લોકોને મોદીના હિન્દુત્વ સામે વાંધો હોય. પણ, એ સ્કોર સેટલ કરવાની આ વેળા નથી.
લાગતું વળગતું: મોદી મેજીક?- કેપ્ટન અમરિંદર સિંઘ ને આખરે કેનેડાના વડાપ્રધાન ટ્રૂડો મળશે |
મોરારિબાપુએ જે વાત અનેક વખત કહી છે, એ હું પણ કહું છું: “મોદીની રાષ્ટ્રભક્તિ શંકાથી પર છે.” એટલે જ જેઓ માત્ર મૌકે પે ચોક્કા મારવા નીકળ્યા છે, તેમને બે સાચી વાત કહેવી પડે છે. કેટલાક સળંગડાહ્યા લોકોને તો આજે અટલજી યાદ આવી જાય છે! માત્ર પોતે મોદીવિરોધી કે ભાજપવિરોધી ન ગણાઇ જાય એ માટે તેઓ વાજપેયીના વખાણ કરે છે. એ જ અટલજી જ્યારે સત્તા પર હતા ત્યારે આ લોકો જ તેમની કેટલી હદે ટીકા કરતા હતા, આપણને ખ્યાલ જ છે. જે બેવકુફો એમ સમજે છે કે, કાશ્મીરી યુથને મલમ લગાવવાથી સમસ્યા હલ થઈ જશે, એ મૂર્ખ છે અથવા મુસ્લિમ છે.
કાશ્મીર સમસ્યા એક મોટું અર્થતંત્ર છે, તેનો બિઝનેસ અબજો રૂપિયાનો છે. ત્યાં ચાર વખત ગયો છું, મંત્રીઓ, તંત્રીઓ અને સંત્રીઓ સાથે ઇન્ટરવ્યૂ કર્યા છે, એમના માઇન્ડસેટ વિશે સંપૂર્ણ માહિતી છે. કોઈની વાત funny ત્યારે લાગે જ્યારે તેમાં ફિલોસોફી વધુ હોય અને વાસ્તવિકતા ઓછી હોય. જે અટલજીના ચાહકો ઉમટી પડ્યા છે એમને યાદ અપાવું કે, તેમના કાળમાં જ અફઝલ પાક્યો, કારગિલ, સંસદ પર હુમલો થયો અને કંદહાર થયું. મારો અભ્યાસ છે એટલે લખ્યું. બાકી, આર્મ ચેર ક્રિટિક તો કોઈનાથી ચૂપ રહેવાના નથી, એ ખ્યાલ છે. મોદી હોય કે રાહુલ,,, કાશ્મીરમાં સખ્ત હાથે જ કામ લેવું પડશે. મમતા, સિદ્ધુ જેવા લોકોના નિવેદનો અને ફેસબુક કે વ્હોટ્સએપ્પ પરની ડાબેરી મિત્રોની પોસ્ટ વાંચ્યા પછી મને જરૂરી લાગ્યું એટલું કહ્યું. બાકી તમતમારે નવજોત સીધુની જેમ હાંકયા કરો. અભિવ્યક્તિની આઝાદી જ છે.
eછાપું
તમને ગમશે: હવે માઉન્ટ એવરેસ્ટ પર બધા જ ચડાઈ નહીં કરી શકે