આવી પત્રકારિતાનું અથાણું કરીએ તોય બેસ્વાદ જ લાગે!

  0
  141

  આંતરરાષ્ટ્રીય કોર્ટમાં પાકિસ્તાની વકીલે ભારતીય મિડીયામાં છપાયેલા કેટલાક લેખોનો આધાર લઈને કુલભૂષણ જાધવને રો નો જાસૂસ ઠેરવવાની કોશિશ કરી હતી જેણે ભારતીય પત્રકારિતાની કહેવાતી તટસ્થતા પર સવાલ ઉભા કરી દીધા છે.

  Photo Courtesy: starofmysore.com

  ધ હેગમાં આવેલી આંતરરાષ્ટ્રીય અદાલતમાં (International Court of Justice – ICJ) બે દિવસ અગાઉ ભારતના વ્યાપારી કુલભૂષણ જાધવ જેને પાકિસ્તાને ઈરાનથી અપહરણ કરીને મારીમચડીને રો નો એજન્ટ ગણાવી પોતાની જ લશ્કરી અદાલત દ્વારા ફાંસીની સજા અપાવડાવી છે તેને છોડાવવા ભારતે દલીલો કરી હતી. ગઈકાલે દલીલો કરવાનો વારો પાકિસ્તાનનો હતો અને તેના તરફથી તેના વકીલ ખાવર કુરેશીએ દલીલો કરી હતી અને ભારતની દલીલોનો જવાબ આપ્યો હતો.

  કોઇપણ અદાલતની આ સામાન્ય પ્રક્રિયા હોય છે, પરંતુ આશ્ચર્ય ત્યારે થયું હતું કે ખાવર કુરેશીએ પોતાનો કેસ રજૂ કરવા માટે ભારતીય મિડીયામાં પ્રકાશિત કેટલાક આર્ટિકલ્સ કોર્ટ સામે પ્રસ્તુત કર્યા હતા. કુરેશીનો આ પ્રયાસ એ સાબિત કરવા માટે હતો કે કુલભૂષણ જાધવ પાકિસ્તાનના દાવા અનુસાર રો નો એજન્ટ છે કારણકે ભારતીય મિડિયા પણ તેને સમર્થન આપી રહ્યું છે.

  કુરેશીએ 2017માં ધ ઇન્ડિયન એક્સપ્રેસમાં છપાયેલ એક આર્ટિકલ જે પત્રકાર કરન થાપર દ્વારા લખવામાં આવ્યો હતો એ રજૂ  જેમાં થાપરે ભારતના વિદેશ મંત્રાલય પર જાધવ અંગે લીધેલા નિર્ણય પર સવાલ ઉભો કર્યો હતો.

  ત્યારબાદ કુરેશીએ ફ્રન્ટલાઈનમાં છપાયેલા પ્રવિણ સ્વામીનો એક આર્ટિકલ કોર્ટ સમક્ષ રજૂ કર્યો હતો જેનું શિર્ષક હતું, India’s secret war. આ આર્ટિકલમાં સ્વામીએ લખ્યું હતું કે, “તે (જાધવ) શું છે તેનો અસ્વિકાર કરવો ભારત માટે અશક્ય છે.” અને તેમણે એવો દાવો પણ કર્યો હતો કે જાધવ પાકિસ્તાનમાં જાસૂસી મિશન પર કાર્યરત હતા.

  લાગતું વળગતું: NDTV ભારત પાકિસ્તાન વચ્ચે નોર્વેને જબરદસ્તીથી કેમ મધ્યસ્થી કરાવવા માંગે છે?

  આ પછી પાકિસ્તાની વકીલે ધ ક્વિન્ટમાં છપાયેલ ચંદન નંદી દ્વારા લખવામાં આવેલો આર્ટિકલ રજૂ કર્યો હતો જેમાં નંદીએ સ્પષ્ટ આરોપ મૂક્યો હતો કે જાધવ પાસે બે પાસપોર્ટ છે એક પોતાના નામે અને બીજો હુસૈન મુબારક પટેલના નામનો અને તેમણે સાબિતી પણ આપવાની કોશિશ કરી હતી કે જાધવ રો નો જાસૂસ છે.

  નોંધવાની વાત એ છે કે આ તમામ આર્ટિકલ્સ ભૂતકાળમાં પાકિસ્તાની મિડીયામાં વ્યાપક રીતે ફેલાવવામાં પણ આવ્યા હતા.

  આપણે ત્યાં જ્યારે પણ સામાન્ય લોકો દ્વારા પત્રકારો, અખબારો કે મેઈન સ્ટ્રીમ મિડિયાને પોતાના ઉત્સાહ પર કાબુ રાખવાની સલાહ આપવામાં આવતી હોય છે ત્યારે આ પત્રકારો સામાન્ય વ્યક્તિને તેને પત્રકારિતામાં કે પછી આર્ટિકલ લખવામાં અથવાતો હેડલાઈન કેમ બાંધવી એની શું ભાન પડે છે એમ કહીને તેમનું અપમાન કરી લેતા હોય છે. પરંતુ પોતે લક્ષ્મણરેખા વતીને દેશ વિરુદ્ધ જઈને લખે છે તેનું ભાન તેમને નથી પડતું.

  ભલે અખબારી આર્ટિકલ્સને મજબૂત પૂરાવા અથવાતો પૂરાવો પણ ગણીને દુનિયાની કોઇપણ અદાલત પોતાનો નિર્ણય નથી જ કરતી પરંતુ ગઈકાલની ICJની ઘટનાએ માત્ર ભારતમાં જ નહીં પરંતુ વિદેશમાં પણ ભારતના કહેવાતા તટસ્થ પત્રકારો, છાપાંઓ, મિડિયા હાઉસીઝની થૂ થૂ જરૂર કરી દીધી છે.

  અગાઉ વિજય માલ્યાના પ્રત્યાર્પણ કેસમાં પણ માલ્યાના વકીલોએ ભારતીય મિડિયામાં છપાયેલા આર્ટિકલ્સનો આધાર લઈને એ સાબિત કરવાની કોશિશ કરી હતી કે CBIના સ્પેશિયલ ડિરેક્ટર રાકેશ અસ્થાના રાજકીય દબાણમાં આવી જઈને માલ્યા સામે કેસ ઉભો કરવામાં આવી રહ્યો છે.

  જો તટસ્થ પત્રકારિતા એટલે દેશની વિરુદ્ધ જવા સુધીની લક્ષ્મણરેખા ઓળંગવાની વાત હોય તો શરમ છે આવી તટસ્થ પત્રકારિતાને!

  eછાપું

  તમને ગમશે: LOL! પાકિસ્તાની IT કંપનીઓ પણ આવી જ છે…

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here