ફૂડ ટ્રેન્ડસ 2019: આ વર્ષે કયા કયા ક્વિઝીન્સ રસોડા પર રાજ કરવાના છે?

  0
  152

  દર વર્ષે કોઈને કોઈ નવું ક્વિઝીન સમગ્ર વિશ્વમાં કે કોઈ એક દેશમાં સતત લોકપ્રિય થાય છે. ફૂડ બ્લોગના જમાનામાં આમ થવું જરાય આશ્ચર્ય પમાડે તેવું નથી. આ વર્ષે કયુ ક્વિઝીન રાજ કરશે?

  Photo Courtesy: cision.com

  ફૂડ બ્લોગીંગ એ આજે એક પ્રખ્યાત ચલણ છે અને તેને લગતા જાત જાતના ગ્રુપ્સ પણ ચાલે છે, ફેસબુક પર તેમ જ જાહેર જીવનમાં પણ. ખાવા-પીવાની અન્ય બાબતોની સાથે સાથે અહી લોકો દર વર્ષે શું નવા ટ્રેન્ડસ આવવાના છે એ બાબત પણ ડિસ્કસ કરે છે. દર વર્ષે જેમ ફિલ્મ કે ટી.વી. માં કયા નવા અને જોવાલાયક ફેરફાર આવવાના છે એ જેટલા ધ્યાનથી જોઈએ છીએ, વાંચીએ છીએ એટલું જ અગત્ય ખાવા-પીવાના ટ્રેન્ડ જાણવાનું પણ છે. એટલે જ આજે આપણે ચાલુ વર્ષે ખાણી-પીણીમાં શું ફેરફાર આવી શકે છે તે જોવાના છીએ.

  સૌથી પહેલા તો આપણે જોઈએ આવનારા સમયમાં પ્રચલિત થનારા ક્વીઝીન વિષે. તો આવનારા સમયમાં ભારતના કોસ્ટલ પ્રદેશોનું ક્વિઝીન, નોર્થ-ઇસ્ટ પ્રદેશનું ખાન પાન તથા ગ્લોબલ ક્વિઝીનમાં કોરિયન, તુર્કીશ, ઈઝરાયેલી ક્વિઝીન પ્રખ્યાત થઇ શકે છે.

  મેનુ ઇન્સ્પિરેશન કે મેનુ ડીઝાઈનીંગની વાત કરીએ તો, કલિનરી હેરિટેજ, એટલે કે શેફના નાની-દાદીની રેસીપી પરથી બનાવેલું મેનુ અને કોઈ સ્પેશિઅલ ક્વિઝીન આધારિત પોપ-અપ મેનુ, એટલે કે ટૂંકા સમય માટે કે ખૂબ ઓછા વ્યક્તિઓ માટે તૈયાર કરવામાં આવતું મેનુ આ વર્ષની ખાસિયત ગણાશે.

  નવી ચાલુ થનારી રેસ્ટોરન્ટની થીમની વાત કરીએ તો આવનારી રેસ્ટોરન્ટ નવા નવા ડાયટને આધારિત થીમ ધરાવતી હશે, જેમ કે કેટો ડાયટ, વિગન ડાયટ વગેરે. આ ઉપરાંત માઈક્રો રેસ્ટોરન્ટ એટલે કે ઓછી જગ્યા ધરાવતી રેસ્ટોરન્ટ જેમ કે ફૂડ ટ્રક તથા ફ્યુઝન ક્વિઝીન ધરાવતી રેસ્ટોરન્ટની પણ બોલબાલા રહેશે.

  બીજી વસ્તુ જે હાલમાં પ્રખ્યાત જ છે, પરંતુ એમાં સાથે સાથે પર્યાવરણનો ખ્યાલ રાખીને ‘નો વેસ્ટેજ ફૂડ’ બનાવાશે. આ ટ્રેન્ડ એટલે સુપર ફૂડ, એટલે કે એવી કુદરતી વસ્તુઓ જે ગુણોથી ભરપૂર હોય, કેલરીનું પ્રમાણ બહુ ભારે ના હોય અને જરૂરી ન્યુટ્રીશનનો એક મહત્વનો સોર્સ હોય જેમકે આદુ, હળદર, આમળાં વગેરે. એટલે કે, શક્ય છે કે આપણે આપણા ‘મૂળ’માં પાછા જઈશું, કેમકે આપણને એ ખોરાકનું મહત્વ સમજાશે.

  ડાઈનીંગ ટ્રેન્ડસમાં આપણે જાણીએ છીએ અને અનુભવીએ છીએ એ પ્રમાણે ફૂડ ડીલીવરી સર્વિસ, મીલ સબસ્ક્રિપ્શન સર્વિસ અને ટેક-આવે સર્વિસનું ચલણ હજુ વધશે. તો ઘરે ખાવાનું બનાવવામાં યુટ્યુબ ચેનલ કે રસોઈના પ્રોગ્રામમાં આવતી રેસીપી બનાવવાનું ચલણ આવી શકે છે (આ હાશ! કોણ બોલ્યું? ;-))

  કિચન ટૂલ્સમાં સ્પેશિઅલ ગેજેટ્સ જેવાં કે એર-ફ્રાયર, સૂપ મેકર વગેરે તમારા રસોડામાં દેખાઈ શકે છે, જેના વડે તમે સ્પેશિઅલ વાનગીઓ બનાવી શકો છો, ઓફકોર્સ એ તમારા ખિસ્સા પર સ્પેશિઅલ વજન પાડશે! આ ઉપરાંત ગેસ કૂકિંગનો પર્યાય, એટલે કે ગેસ વગર થઇ શકતી રસોઈ માટે જરૂરી પ્રકારના સાધનો માર્કેટમાં આવશે.

  લાગતું વળગતું: લંચ બોક્સ હુઆ પુરાના… આવ્યો છે હેલ્ધી બાઉલ મીલ કા ઝમાના!

  ઘણા નવા ઘરોમાં મલ્ટી-યુટીલીટી કિચન- એટલેકે બેકિંગ, કૂકિંગ બધું એક જ જગ્યા એ થી શકે એવી તમામ સગવડ ધરાવતું કિચન આવી શકે છે.

  પીણાં તથા મોકટેલની વાત કરીએ તો ભારતીય સ્વાદ ઉપરથી ઈન્સ્પાયર થયેલા પીણાંનો ટ્રેન્ડ આવશે તો સાથે સાથે પ્રો-બાયોટીક ડ્રીન્કસ જેવાકે દહીંનો બેઝ ધરાવતું ડ્રીંક અને ઇન્ફ્યુસ્ડ વોટર પણ એટલા જ પ્રખ્યાત થશે.

  અને હવે વાત ડેઝર્ટ ટ્રેન્ડસની, તો લો-સુગર કે નો-એડેડ સુગર ટ્રેન્ડ આવી રહ્યો છે જેને પરિણામે નેચરલ સ્વીટનર જેવા કે ખજૂર અને અંજીર કે ફ્રુટનો રસ ધરાવતા ડેઝર્ટ ખાવા મળી શકે છે. આ ઉપરાંત વિગન કે સ્પેશિઅલ ડાયટ વાળા વિકલ્પ જેમકે વિગન ચીઝકેક કે કેટો બ્રાઉનીના વખાણ સાંભળવા મળશે. તો ભારતીય મીઠાઈઓ નવા વાઘા પહેરશે જેમકે ગુલાબજાંબુ કપકેક કે પછી મિષ્ટી દોઈ મેક્રોન્સ.

  આમ આવનારું વર્ષ એક રીતે જોઈએ તો આપણી સંસ્કૃતિ કે આપણા મૂળ તરફ પાછા જવા માટે મહત્વનું રહેશે અને એ અસર ખાણીપીણી જગતમાં એટલા જ પ્રભાવથી જોવા મળશે.

  તો આ ઉપરાંત કેટલીક એવી બાબતો છે જે 2019માં જ રહે તો સૌથી સારું રહેશે. આવા ટ્રેન્ડ્સ એટલેકે મોલેક્યુલર ગેસ્ટ્રોનોમી (સાચે! આટલું ઓછું અને આવીરીતે બનાવેલું ભાવે કેવી રીતે?), એબ્સર્ડ સર્વવેર (કૂકરમાં બિરયાની, રમકડાના સ્કૂટર પર સ્ટાર્ટર, ઇન્જેકશનની સીરીન્જમાં ચટણી!, કંઇક તો વિચારો!), રેઈનબો ફૂડ (એક જ રંગનું ચાલશે ભાઈ, આટલા બધા રંગ નથી જોઈત!), લિક્વિડ નાઈટ્રોજન (ધુમાડા વાળો આઈસ્ક્રીમ, બિસ્કીટ અને બીજું કેટલુય! થેન્ક્સ, બટ નો થેન્ક્સ), એડીબલ ફ્લાવર્સ (ભાઈ ખાવાનું આપો ને, ફૂલ નથી ખાવા!)

  eછાપું

  તમને ગમશે: ‘મિત્ર’ મોદીને મળીને ગદગદ થયા બેન્જામીન નેતનયાહુ

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here