ચાલો જાણીએ સેમસંગના ત્રણ નવા સ્માર્ટફોન્સ S10, S10E અને S10+ વિષે

  0
  144

  ટેક્નોલોજી જાયન્ટ સેમસંગ દ્વારા ત્રણ નવા મોડલ્સ S10, S10E અને S10+ હાલમાં જ બજારમાં ઉતારવામાં આવ્યા છે. ચાલો જાણીએ તેના તમામ specifications વિષે detailed info!

  Photo Courtesy: timesnownews.com

  અને અંતે Internet પર ખાખાખોળા કરનારાઓ નો અંદાજ સાચો પડ્યો અને Samsung દ્વારા વધુ એક વખત Game Changer Devices Launch કરવામાં આવ્યા. તાજેતરમાં જ Samsung દ્વારા તેમના Flagship Phone ના 3 નવા Model Launch કરવામાં આવ્યા અને Folded Phone launch કરી અને વધુ કીર્તિમાન સ્થાપિત કરવામાં આવ્યો. આજે આપણે અહીંયા Samsung S10, S10E અને S10+ વિષે ચર્ચા કરીશું.

  S10 અને S10+માં In Display Finger Print Scanner એ સહુથી મોટો બદલાવ છે. Vivo દ્વારા જે Technologyની શરૂઆત થઇ હતી એ હવે Samsung S10 Series માં પણ હાજર છે. In Display Finger Print Scannerની સાથે સાથે IRIS Scanner પણ Phoneની Securityમાં મહત્વનો ભાગ ભજવશે. Screen Sizeની જયારે વાત છે તો S10Eમાં તમને 5.8 Inch જયારે S10માં તમે 6.1 Inch અને S10+માં 6.4 Inchની Full HD AMOLED Screen મળશે. અત્યાર સુધી મોટાભાગના High End Phone અથવા Flagship Phonesમાં Screen પર Notch આવતું હતું જેમાં Front Camera, IRIS Scanner અને Auto brightness Sensors રાખવામાં આવતા હતા જે ઘણી વખત અત્યંત Irritating લાગતું હતું. Samsung દ્વારા એ Irritating Notchને જ ગાયબ કરી દેવામાં આવ્યું છે અને Front Screen પર જ Displayમાં Camera, Iris Scanner અને Auto Brightness Sensor સેટ કરી દેવાયા છે.

  Cameraમાં આ વખતે Samsung દ્વારા પણ હરણફાળ ભરવામાં આવી છે. Samsung Galaxy S10+ Model માં Rear Cameraમાં Main Camera તરીકે 16 Megapixel Ultra Wide Cameraનો ઉપયોગ થયો છે જયારે અન્ય બે Camera તરીકે 12 Megapixel Wide Lens Camera તથા 12 Megapixel Telephoto Cameraનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Front Cameraમાં પણ Main Camera તરીકે 10 Megapixelના Cameraનો ઉપયોગ થયો છે જયારે Secondary Camera તરીકે 8 Megapixelનો RGB Depth Cameraનો ઉપયોગ કરવામાં આવ્યો છે. Samsung Galaxy S10માં તમને S10+વાળા 3 Rear Camera મળશે જયારે Front Cameraમાં માત્ર 8 Megapixelનો Camera મળશે. Samsung Galaxy S10E મોડેલમાં તમને Main Camera તરીકે 16 Megapixel Ultra Wide Camera તથા 12 Megapixel Wide Lens Camera મળશે.

  જયારે Front Cameraમાં અહીંયા પણ તમને માત્ર 8 Megapixelનો એક જ Camera મળશે. તમે S10 ધરાવો કે S10+ અથવા S10E તમે cameraના resultમાં ક્યારે પણ નિરાશ નહિ થાઓ એ વાત નક્કી છે. Auto Sensor હોય કે F2.4 aperture mode અથવા F1.5 aperture mode કે પછી Ultra wide Panorama અથવા તો Live Focus Selfie એ તમને શ્રેષ્ઠ camera result મળશે તે નક્કી છે. 4K Ultra HD તથા HDR 10+ Video Recording પણ હવે ઉપલબ્ધ છે.

  લાગતું વળગતું: કેવા છે બે નવાનક્કોર Samsung Galaxy S9 અને S9+ સ્માર્ટફોન્સ?

  Camera અને Display પછી હવે Performanceની મુદ્દાની વાત કરીએ તો Samsung દ્વારા Samsung S10+માં 4100MaHની battery આપવામાં આવી છે જયારે S10માં તમને 3400MaHની battery મળશે અને S10Eમાં તમને 3100MaH ની battery મળશે. Samsung દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે સામાન્ય વપરાશકર્તાને S10+માં દોઢ દિવસ જયારે S10 અને S10E વપરાશકર્તાને એક આખો દિવસ Battery Backup મળશે. જોકે આ વપરાશ તમારા Network Connection તેમ જ કઈ કઈ Application નો કેટલો ઉપયોગ કરો છો તેના પર નિર્ધારિત છે.

  આ ત્રણેય Phone Wireless Powershare Technology થી સજ્જ છે એટલે તમે તમારો S10, S10+ અથવા S10E અન્ય S10, S10+ અથવા S10Eના Backside પર મૂકી તમારો Phone Charge કરી શકો છો. આ સિવાય તમે Samsung Watch અને Samsung Buds પણ Charge કરી શકો છો. Samsung Wireless Charge Duo Pad હવે Fast Charging 2.0 Technology થી સજ્જ છે એટલે Fast Wireless Charging પણ હવે આસાની થી શક્ય છે. Samsung દ્વારા Country Wise તેના Chipset અને Processorમાં બદલાવ કરવામાં આવતા હોય છે.

  આપણે ભારતીય બજારને ધ્યાનમાં લેતા તેના વિષે વાત કરીશું. ભારતમાં વેંચાવાના modelમાં તમને 2.7 GHz Octa core Exynos 9820 Octa (8 nm) Processor મળશે જયારે Mali-G76 MP12 graphics processor મળશે. RAM વિષે વાત કરીએ તો Samsung S10માં તમને 8 GB RAM મળશે જયારે S10+માં 8GB તથા 12GB એમ બે વિકલ્પ મળશે જયારે S10Eમાં તમને 6GB RAM મળશે. ત્રણે ત્રણ Model Water & Dust Resistant છે એટલે એ બાબતે બેફિકર રહેજો. Corning Gorilla Glassનો ઉપયોગ પણ થયો છે એટલે Phone એ બાબતે પણ Secure છે. આ સિવાય Out Of The Box Andorid Pie Operating System મળવાની છે.

  Final Conclusion વિષે વાત કરતા પહેલા અત્યંત મહત્વની વાત કે Samsung ના જે નવા નક્કોર Model આવ્યા તેની કિંમત કેટલી તો તે નીચે અમે આપી રહ્યા છીએ.

  Model Samsung S10 Samsung S10+ Samsung S10E
  128GB & 6GB RAM 55,900 Rs
  128GB & 8GB RAM 66,900 Rs
  512GB & 8GB RAM 84,900 Rs
  128GB & 8GB RAM 73,900 Rs
  512GB & 8GB RAM 91,900 Rs
  1TB & 12GB RAM 1,17,900 Rs

   

  જી હા સહુથી સસ્તો 55,900 રૂપિયા અને સહુથી મોંઘો 1,17,900 રૂપિયા ની કિંમત ધરાવે છે. આ તમામ મોડેલ ના Pre Booking પર તમને આકર્ષક Offer પણ મળી રહી છે. ત્રણ માંથી કોઈ પણ phone નું Pre Booking કરાવવા પર તમને AKG branded Samsung buds માત્ર 2999 રૂપિયામાં મળશે સામાન્ય રીતે તેની વહેંચાણ કિંમત 9990 રૂપિયા છે અથવા તો તમે Samsung Galaxy Watch માત્ર 9999 રૂપિયાની કિંમત પર ખરીદી શકો છો જેની સામાન્ય રીતે કિંમત 29990 રૂપિયા છે. જોકે આ offer મર્યાદિત સમય માટે જ છે એટલે વધુ માહિતી માટે તમે Samsung Website અથવા નજીકના Samsung Store નો સંપર્ક કરી શકો છો.

  હવે Final Conclusion વિષે વાત કરીએ તો ચોક્કસપણે Highend Phone ના વપરાશકર્તાઓ Samsung ના આ ત્રણેય Model અને તેમાં મળી રહેલ Technology થી ખુશ છે. ચોક્કસપણે શરૂઆતના સમયે કિંમત વધુ લાગી શકે છે માટે જો Samsung S10 Series માં જવા માંગતા હોય તો થોડી રાહ જોવી વધુ હિતાવહ છે આવનારા દિવસો માં Phone ની કિંમત ચોક્કસપણે ઘટશે. બાકી હાલમાં આ કિંમતમાં શ્રેષ્ઠ phone Samsung દ્વારા launch કરી દેવામાં આવ્યા છે. આમ તો આજના જ article માં Samsung Galaxy Fold વિષે પણ ચર્ચા કરવી હતી પણ એક સાથે બધું આપી દઈશું તો વાંચકને વધુ મજ્જા નહિ આવે તેમ જ અમને પણ નહિ ગમે એટલે આવનારા સપ્તાહે Apple ની ઊંઘ ઉડાવી દેનાર Samsung Galaxy Fold વિષે વિસ્તૃત ચર્ચા કરીશું.

  eછાપું

  તમને ગમશે: ચીનની દાદાગીરી સામે Marriott હોટેલ્સ લાચાર

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here