ગયા અંકમાં આપણે જોયું હતું કે કઈ રીતે Twitter શેડો બેનિંગ નો ઉપયોગ પોતાના પોલિટિકલ ફાયદા માટે કરે છે. એન્ટી નેશનાલીસ્ટ લોકોને ઘી કેળા અને નેશનાલીસ્ટ કે રાઈટ વીંગર લોકોને ખરા ખોટા કારણોસર હેરાન કરવા એ Twitter માટે ઓપન સિક્રેટ જેવું બની રહ્યું છે. અને આ Twitter એકલાને લાગુ નથી પડતી. ફેસબુક(ફેસબુક+ઇન્સ્ટાગ્રામ) અને Twitter પછી ત્રીજા નંબરનાં મોટા સોશિયલ નેટવર્ક એવા Reddit માટે પણ આ વાત સરખી લાગુ પડે છે. Reddit માં Indiaનું Subreddit (જે કમ્યુનિટી કે ગ્રુપની જેમ કામ કરે છે) r/India, આવા પૂર્વગ્રહયુક્ત વર્તન માટે જાણીતું છે. મોદીના વિરોધની લ્હાયમાં r/India, એના મોડરેટર અને મોટા ભાગના સભ્યો દેશ વિરોધી અને કોમન સેન્સના દુશ્મન થઇ બેઠા છે.
Reddit એ અહીંયા ઓછું જાણીતું નેટવર્ક છે પણ દેશની બહાર, ખાસ કરીને અમેરિકા અને બ્રિટનમાં Reddit ફેસબુકના એક મજબૂત વિકલ્પ તરીકે સામે આવ્યું છે. Reddit નું મૂળ એની કોઈ મુદ્દા કે શોખ આધારિત કમ્યુનિટી પર છે. Reddit માં ફિલ્મ, ટીવી સિરીઝ, સ્પોર્ટ્સ, સ્પોર્ટ્સ ટિમ થી લઈને આર્ટ, ક્રાફટ, તમારા વ્યવસાય કે શોખ દરેક માટે એની અલગ કમ્યુનિટી છે. ઘણી વાર કોઈ જગ્યા, કોઈ શહેર કે કોઈ રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતી કમ્યુનિટી પણ હોય છે. આવી દરેક કમ્યુનિટી Reddit પર Subreddit (ટૂંકમાં Sub) તરીકે ઓળખાય છે. આ દરેક Subreddit ના હોમપેઈજ નું Reddit પર સરનામું r/Subreddit ના સ્વરૂપમાં છે. જેમકે ભારત નું Subreddit r/India ના નામે ઓળખાય છે. (Reddit વિષે વધારે જાણકારી મેળવવી હોય તો માઉન્ટ મેઘદૂત પર આ પોસ્ટ માંથી મેળવી શકશો). ભારત અને ભારતની બહાર રહેતા અને Reddit પર ખાંખાખોળા કરતા લોકો માટે ભારત વિષે કઈ જાણવું હોય તો r/India એ સરળ અને મૂળભૂત જગ્યા છે.
અને આ વાત આપણા માટે ચિંતાજનક છે. 2015 સુધી ભારત માટે એક આદર્શ કમ્યુનિટી ગણાતું r/India આજકાલ ભારત અને ભારતીયોને શરમમાં મુકવાના મિશનમાં હોય એવું લાગે છે. આવો આ બંને વાત વિગતવાર જોઈએ.
નેટ ન્યુટ્રાલિટી: જયારે r/India એ ભારતને ઇન્ટરનેટ કંપનીઓના ચુંગાલમાંથી બચાવવામાં મદદ કરી.

દરેક ઇન્ટરનેટ વપરાશકારને કોઈપણ પ્રકારના ભેદભાવ વગર કોઈ પણ સાઈટ કે સર્વિસ વાપરવાનો હક્ક છે. પણ પૈસા ભૂખી ફોન કંપનીઓ અને ડેટા ભૂખી ઇન્ટરનેટ કંપનીઓ માટે આ વાત પોતાના ધંધા માટે ખૂંચતી હતી એટલે આ કંપનીઓ 2014-15માં ભારતમાં ઈન્ટરનેટ અને ઇન્ટરનેટની આઝાદીને ખતમ કરવા આવી ગઈ હતી. કોઈ સર્વિસ પ્રોવાઇડર માટે અમુક સાઈટનો ડેટા ફ્રી અને બાકીની કોઈ પણ સાઈટ માટે પૈસા ચૂકવવા પડે એવી સ્કીમો લઈને એરટેલ, વોડાફોન સહીત એ સમયના બધા મોટા પ્રોવાઇડર આવી ગયા હતા. અને આ સ્કીમનો ફાયદો માત્ર ફેસબુક, ગૂગલ, ફ્લિપકાર્ટ અને એમેઝોન જેવી મોટી કંપનીઓને જ મળે એવી ગોઠવણ થઇ ગઈ હતી. અને આ નેટ ન્યુટ્રાલિટી નો ભંગ છે.
r/India એ સેવ ધ ઇન્ટરનેટ અને AIB જેવા લોકપ્રિય અને (એ સમય પૂરતા)જાગરૂક લોકો અને ઓનલાઇન પોપ્યુલર લોકોનો સહારો લઈને નેટ ન્યુટ્રાલિટીને બચાવવા અને આ કંપનીઓ ના ઝીરો રેટિંગના પ્લાન્સને નિષ્ફળ બનાવવા મંડી પડ્યા હતા. r/India ના પ્રયાસોના લીધે એરટેલનો “એરટેલ ઝીરો” પ્લાન સાવ નિષ્ફળ ગયેલો. અને એના સહુથી મોટા પાર્ટનર એવા ફ્લિપકાર્ટને જોડાયા બીજાજ દિવસે એ પ્લાન માંથી નીકળી જવું પડેલું. અને એરટેલ જેવી દેશી કંપનીઓ સાથે બાથ ભીડ્યા પછી ફેસબુક, જેનું internet.org જે ભારત સિવાય ઘણી બધી જગ્યાએ ઘુસાડવામાં આવ્યું છે એની સામે પણ ઓનલાઇન કમ્યુનિટી અને ખાસ r/India એ જોરદાર લડત આપી હતી.
લાગતું વળગતું: નેટ ન્યુટ્રાલિટી એટલે શું? અને એનો ગ્રાહક તરીકે આપણો ફાયદો શું? |
અમેરિકામાં ચાલતી જાહેર ચળવળની જેમ, પોતાના વિસ્તારના લોકસભાના મેમ્બરને પત્ર(ઇમેઇલ) થી પોતાના મંતવ્યો પહોંચાડવા. ભારતીય રીતે કોઈ એપ્પ કે સર્વિસના રેટિંગ ડાઉન કરવા, કે પછી ફેસબુકના internet.org (જેના પર પ્રતિબંધ મુકવામાં આવેલો, અને જે Free Basics ના નામે ફરી એકવાર શરુ કરવામાં આવેલું) માટેના જોરશોરના પ્રચાર સામે સિસ્ટેમેટિક લડત આપવા એ દરેક કામ માટે r/India એક કોમન જગ્યા બની રહી હતી.
અને જયારે આજથી ત્રણેક વર્ષ પહેલા TRAIએ નેટ ન્યુટ્રાલિટીને માન્યતા આપી, અને દરેક નાગરિકોને કોઈ પ્રકારના ભેદભાવ વગર ઇન્ટરનેટનો ઉપયોગ કરવા દેવાની આઝાદી આપી ત્યારે આ r/Indiaના સહારે ચાલતી આ ચળવળને સફળતા મળી. આજે આપણે અમુક કાયદાકીય રીતે પ્રતિબંધિત સાઈટને બાદ કરતા આખું ઇન્ટરનેટ સર્ફ કરી શકીએ છીએ, આ વાત એક કાયદો બની ગઈ છે. અને આ સફળતા નાનીસૂની નથી, ઇન્ટરનેટના ઘર એવા અમેરિકામાં પણ નેટ ન્યુટ્રાલિટી નથી, અને છેલ્લા દોઢ બે વર્ષથી અમેરિકન સરકાર અને પ્રજા વચ્ચે સતત આ બાબતે ખેંચતાણ ચાલ્યા કરે છે. ઓપન ઇન્ટરનેટ અને નેટ ન્યુટ્રાલિટીને કાયદો બનાવવો અને એનો ભંગ કરનારને સજા કરવી એ જોગવાઈ ભારત સહીત માત્ર 15 દેશોમાં જ છે.
જેમ દરેક નાની મોટી ચળવળ પછી થાય છે એમ એ ચળવળની પાછળ રહેલા મોટા માથાના મગજમાં રાઈ ભરાઈ જાય છે અને પછી એક સમયના હીરો ધીમે ધીમે પોતાનાજ અભિમાનમાં ઝીરો બનતા જાય છે…
લેફટીસ્ટ r/India: મોદી વિરોધથી લઈને કોમન સેન્સના વિરોધ સુધી

r/India વિવાદો થી પર નથી. એના મોડરેટર્સ લેફટીસ્ટ અને ભારત વિરોધી છે. આ ચળવળના થોડા સમય માંજ r/India નો વડાપ્રધાન મોદી પરનો દ્વેષ સામે આવવા મંડ્યો. ગુજરાત વિધાનસભાની ચૂંટણી આસપાસના સમય થી r/India ના ડાબેરી મોડરેટર ભારત કે ભાજપ તરફી કોઈ પણ પોસ્ટને પહેલા શેડો બેન અને પછી સીધા બેન કરવા માંડ્યા. મોદી પર મીમ (Meme) બનાવવો, એના પર જોક બનાવવા અને રેગ્યુલર ડાબેરી “આર્મચેર” ચળવળકારીની જેમ અમન કી આશાઓ કરે રાખવી એ r/Indiaની રોજની પ્રવૃત્તિ બની ગઈ. અને r/India ના મોડરેટર પોતાની આ ડાબેરી અને ભારત વિરોધી દ્રષ્ટિને r/Indiaની બહાર પણ ફેલાવવા લાગ્યા.
દા.ત. ભાવનગર પાસે એક યુવાનની હત્યા કરવામાં આવી હતી અને એ “દલિત યુવાનની માત્ર ઘોડી રાખવા માટે હત્યા કરી હતી” એવા સમાચાર આવ્યા હતા. એ સમાચાર થોડા સમયમાં જ ફેક ન્યુઝ સાબિત થયા હતા. પણ આ સમાચારનું રેડ્ડિટ પર r/India ની બહાર ડિસ્કશન નીચેની લિન્કમાં જુઓ. આ પોસ્ટમાં “એક્ચ્યુઅલ સમસ્યા” કે એના ફેક હોવા વિશેની ચર્ચાઓ બાજુમાં મૂકીને r/India ના સભ્યો ભારતની જાતિપ્રથા અને બીજી પેઢીના NRI ની જાતિ વિશેની ચર્ચાઓમાં પડી ગયા હતા. નીચે દેખાય છે એમ, 850 ઉપરની કામેન્ટ્સમાં Fake શબ્દનો ઉલ્લેખ માત્ર ત્રણ વાર જ આવે છે. અને એ ત્રણેય કમેન્ટ ને સહુથી ઓછા વોટ્સ મળ્યા છે.
Indian lowest-caste Dalit man killed ‘for owning horse’ from news
અને આ લેફટીસ્ટ બાયસ r/India માં બે મોઢે જોવા મળે છે. અને આ બાયસ માત્ર મોડરેટર્સ નો નથી, ઘણા સામાન્ય યુઝર્સ પણ આ બાયસથી પીડાય છે. અને જેના પરિણામ સ્વરૂપ આ લોકોએ કોમન સેન્સ અને શિષ્ટાચાર સાથે પણ દુશ્મની કરી લીધી છે. પાંચ મહિના પહેલા પાટણના BJP MP લીલાધર વાઘેલાને ગાયે ઢીંક મારી અને તેઓને ICUમાં દાખલ થવું પડ્યું. એક તરફ સામાન્ય હિન્દુઓનો ગાય માટેનો પ્રેમ અને આદર આ ડાબેરીઓને પહેલેથી ખૂંચે છે (પુલવામામાં જવાનો પર હુમલો કરનાર આતંકીએ ભારતીય સેનાને ગૌમૂત્ર પીનારી સેના કહ્યું ત્યારે અંદરોઅંદર ઘણા ડાબેરીઓ અને મોદી વિરોધીઓની છાતી ગજ ગજ ફૂલી ગઈ હતી). એમાં જયારે ગુજરાત, ભાજપ અને ગાય ને લગતા કોઈ સમાચાર આવે ત્યારે અને એ નેગેટિવ હોય ત્યારે આ ડાબેરીઓ ઉછળી ઉછળીને ટાણા મારશે. એક બુઝુર્ગ MP ને ગાયે ઢીંક મારી ત્યારે એની તબિયતની ચિંતા કરવાના બદલે, કે રસ્તે રઝળતી ગાયોની સમસ્યાના ઉપાય વિષે કોઈ ચિંતા કરવાને બદલે આ ડાબેરી ગાંડાઓ ગાય પર જોક્સ બનાવવા લાગ્યા હતા. અને મોડરેટર્સ પણ સામાન્ય યુઝર્સની સાથે આ “ઉજવણી”ના ભાગ બન્યા હતા. એક ભારતીય તરીકે શરમ આવે એવી એવી કમેન્ટ્સ આ પોસ્ટના જવાબમાં વાંચવા મળી હતી. જે હજીય નીચેની લિન્કમાં વાંચી શકાય છે.આ બધું r/India માં બહુ કોમન છે અને આના વિષે મોડરેટર ને કોઈ ફરિયાદ કરવા જાય કે ભારત અને એની સારી બાબતો વિષે કોઈ વાત કરવા જાય એટલે એ યુઝરને માથે શેડો બેન કે કાયમી બેન થવાની તલવાર સતત લટકતી રહે છે.
Cow attacks BJP MP Liladhar Vaghela, 2 ribs broken, admitted in ICU from india
પણ આ બધું r/Indiaમાં શા માટે થાય છે?
r/India, જમીની વાસ્તવિકતા થી દૂર છે. ભારત અને ભારતીયો માટે બનેલું આ Subreddit ભારતીયો દ્વારા બનેલું નથી. આ Subreddit માં વાતચીત કરતા, આપવોટ કે ડાઉનવોટ કરતા યુઝર્સ માંથી માત્ર 25% યુઝર્સ ભારતમાં રહે છે. બાકીના 75% યુઝર્સ કા તો સાચા ભારત થી દૂર વસતા NRI છે, (આવોજ એક NRI આપટાર્ડ એક્ટિવિસ્ટ જર્મનીમાં બેઠો બેઠો ભારતની સમસ્યાઓની ચર્ચા યુટ્યુબ પર કરે છે), અને કા તો બીજા દેશના નાગરિક કમ યુઝર્સ છે જેને ભારતની ભારતીયો દ્વારા થતી બદનામીમાં મજા લેવી હોય છે. આ વાત નું પૂરેપૂરું ડિસ્કશન તમે અહીંથી વાંચી શકો છો.
તો શું r/India નો કોઈ ઉપાય જ નથી?
ઉપાય છે. r/India ની સેન્સરશિપથી ત્રાસીને અમુક યુઝર્સ તરફથી r/IndiaSpeaks શરુ કરવામાં આવ્યું છે જેનો મુખ્ય મુદ્દો સેન્સરશીપ નો અભાવ છે. અમુક રિપીટેશન ટાળવા કે એ Subreddit ના નિયમો ને જાળવી રાખવા માટે ડીલીટ કરવામાં આવેલી પોસ્ટ્સ સિવાય r/IndiaSpeaks લગભગ સેન્સરશીપ થી મુક્ત છે.
Reddit ભારતમાં એટલું ચાલતું નથી, તો આ આખી પોસ્ટમાં કકળાટ કરવાનો શું મતલબ?
ઘણા લોકો પ્રાઇવસી કે બીજા સોશિયલ કારણથી ફેસબુક થી કંટાળી ગયા છે. એવા લોકો જે બીજા સોશિયલ નેટવર્ક તરફ જાય છે એના માટે Reddit એક આકર્ષક જગ્યા છે. બીજું ભારત ની બહાર Reddit ખાસ્સું પ્રચલિત છે. એવામાં જયારે ભારત વિષે કોઈ પણ નિર્ણય લેવાનો થાય ત્યારે એક Reddit નો યુઝર ભારત માટેના Subreddit પરની માહિતી જ જોવાનો, અને એના પરથી જ નિર્ણય લેવાનો. હવે આ માહિતી કોઈ એક તરફી બાયસ ધરાવનારી અને દેશ વિરોધી હોય ત્યારે એ માહિતી પરથી લેવાનારો નિર્ણય પણ એક તરફી અને મોટાભાગે નુકસાન કરનારો જ હોવાનો. અને એ નુકસાન કેવું હોય એ અમેરિકાનો કે બ્રિટિશરોને પૂછો જે આજે પણ ટ્રમ્પ અને બ્રેક્ઝિટને ભોગવી રહ્યા છે.
સોશિયલ નેટવર્ક હોય, માસ મીડિયા, લેખકો કે ફિલ્મ ઇન્ડસ્ટ્રી, આ બધાજ લેફટીસ્ટ લોકો થી ભરેલા છે. અને ભારતમાં આ ડાબેરીઓ અને અર્બન નક્સલોએ દેશને અને પ્રજાને પોતાના એજન્ડા પાળવા માટે નુકસાન કરવા સિવાય બીજું કશુંજ નથી કર્યું. તેમ છતાં આ લેફટીસ્ટ લોકો આવી ઊંચી જગ્યાએ વર્ષોથી રાજ કરે છે, એ કઈ રીતે? જાણીશું આવતા અંકમાં,
ત્યાં સુધી,
મે ધ ફોર્સ બી વિથ યુ….
eછાપું
તમને ગમશે: ઈમરાન ખાન ના ત્રીજીવાર કુબૂલ હૈ, કુબૂલ હૈ, કુબૂલ હૈ પાછળની કહાની