જેમ વાળો એમ વળે એવો Samsung Galaxy Fold કેવો છે?

  0
  298

  ઘણા વર્ષો રાહ જોવડાવ્યા બાદ વળી શકે એવો સ્માર્ટફોન કોરિયન જાયન્ટ સેમસંગે લોન્ચ કર્યો છે જેનું નામ છે Samsung Galaxy Fold.

  Photo Courtesy: YouTube

  ગયા સપ્તાહે આપણે Samsung Galaxy S10, S10 Plus અને S10E જેવા અત્યાધુનિક Smartphones ની વાત કરી હતી. આમ તો આ પહેલા પણ Folded Smartphone આવી ચુક્યા છે. Californiaની Royole Corporation દ્વારા FlexPai નામ નો દુનિયાનો પહેલો Folded Smartphone Launch કરવામાં આવ્યો હતો જેની અંદાજિત કિંમત 95000 રૂપિયા હતી. આજે આપણે Samsung Galaxy Fold વિષે વાત કરશું.

  Displayની વાત કરીએ તો Folded Phone છે એટલે અહીં આપણને 2 Display મળશે. Main Displayમાં Samsung Galaxy Fold 7.3 Inchની Dynamic Amoled Display ધરાવે છે જયારે Cover Display અથવા તો Folded Phoneની Display તમને 4.6 Inchની Super Amoled HD Screen મળશે. Multi Tasking માટે Phone Unfold કરશો એટલે તમને હાથમાં Palmtop હોય તેનો અદ્દલ અહેસાસ થશે તે નક્કી છે.

  Camera વિષે વાત કરીએ તો Samsung Galaxy S10 અને તેની સિરીઝમાં જે ધમાકો કરવામાં આવ્યો છે તે અહીંયા પણ ચાલુ જ રહેવાનો છે. અહીંયા તમને Front Camera અથવા Selfie Camera તરીકે 2 વિકલ્પ મળશે. Phone જયારે Covered હશે અથવા Folded હશે ત્યારે 10 Megapixel નો Camera મળશે, જયારે Phone ને Unfold કરશો અને Dual Display નો ઉપયોગ કરશો તે સાથે જ તમને 10 Megapixel નો એક Camera તથા Depth Effect માટે 8 Megapixelનો બીજો Camera પણ મળશે.

  લાગતું વળગતું: રહો સદાય ફીટ! તમારી સતત સાથે રહેતા Smart Bands ની Smart Stories

  હવે વાત Main Camera વિષે કરીએ તો અહીંયા પણ તમને Triple Camera મળશે. Main Camera 12 Megapixel Telephone Lens મળશે અન્ય Camera તરીકે 12 Megapixel Wide Angle Camera મળશે અને 16 Megapixel નો Ultra Wide Camera પણ મળશે. જે અનુક્રમે F 2.4, F1.5/F2.4 Mode તથા F 2.2 aperture ધરાવે છે.

  હવે મુખ્ય મુદ્દા ની વાત તરીકે તેની Battery, RAM, Storage અને Processor વિષે વાત કરીએ. Samsung Galaxy Fold Smartphone 4380MaH ની battery ધરાવે છે. Samsung Galaxy Fold Wireless Charging માં પણ Fast Charging ની ક્ષમતા ધરાવે છે. 512 GB Storage ધરાવતા આ Phone માં તમને કોઈ Extra Memory Card Slot નહિ મળી શકે, જયારે Smooth User Experience માટે અહીંયા 12GB RAM નો ઉપયોગ થયો છે. Processor વિષે વાત કરીએ તો અહીંયા તમને Qualcomm SDM855 Snapdragon 855 Chipset મળશે જયારે Octa Core CPU અને Adreno 640 GPU મળશે. Out Of The Box અહીંયા તમને Android Pie Operating System મળશે.

  ભારતના બજારમાં Samsung Galaxy Fold April 2019 માં Launch થશે અને તેની અંદાજિત કિંમત 1,30,000 રૂપિયા જેટલી હોઈ શકે છે. આજના Final Conclusion તરીકે એટલું કહી શકાય કે આ Phone મારા-તમારા જેવા સામાન્ય વ્યક્તિઓ માટે નથી બન્યો.

  eછાપું

  તમને ગમશે: લ્યો કેનેડાએ પણ નોટબંધી જાહેર કરી; ભારતે આપેલું કારણ જ જવાબદાર

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here