બજારનું શું લાગે છે? ચુંટણી પછી બજાર વધશે કે ઘટશે?

    0
    263

    આવનારી લોકસભાની ચૂંટણીઓના પરિણામોની અસર દેશના શેરબજારો પર કેવી પડશે? શું બજાર ઊંચકાશે કે પછી ઉંધે માથે પટકાશે?

    આ સવાલોના મારો જવાબ છે ચુંટણીમાં કોઈપણ પક્ષની સરકાર બને ચુંટણી પછી બજાર વધશે જ આ હું કહેવા માંગું છું. આના કારણો જાણતા પહેલા થોડું બજાર વિષે.

    સૌ પ્રથમતો જેણે શેરબજારમાં લાંબાગાળાનું રોકાણ કરવું છે એમના માટે આવા સવાલો જ મૂર્ખતાપૂર્ણ છે. શેરબજાર પર આશરે 3500 કંપનીઓ લીસ્ટેડ છે એમાંથી ઓછામાંઓછી દસ ટકા કંપનીઓ એટલેકે આશરે 300 જેટલી કંપનીઓ એવી હોય છે જેનું ભવિષ્ય એકદમ ઉજળું હોય જે સતત વૃદ્ધિ પામતી હોય. વેચાણમાં નફામાં અને નવા સાહસો દ્વારા કે ટેકનોલોજી દ્વારા અને જેનું મેનેજમેન્ટ ઉત્તમ હોય. આવી કંપનીઓમાં લાંબાગાળાનું રોકાણ ગમે તેવા સંજોગોમાં તમને વાર્ષિક 15%થી 17% કે વધુ વળતર આપી શકે છે જરૂર હોય છે આવી કંપની શોધવાની થોડું રીસર્ચ કરવાની કે સારા રીસર્ચ સલાહકારની સલાહ લેવાની આવી કંપનીઓ વેલ્યુ ફોર મની હોય છે આ થઇ એક વાત.

    હવે મારા જવાબના સમર્થનમાં કારણો જાણીએ.

    છેલ્લા પાંચ વર્ષમાં નરેન્દ્ર મોદી સરકારે જે આર્થિક અને સામાજિક કલ્યાણના સુધારા કર્યા છે એનું પરિણામ હવે જોવા મળશે. એટલેકે ચુંટણી પછી  આજે આપણું અર્થતંત્ર એકદમ સુઘડ છે, મોંઘવારી કાબુમાં છે, બજેટની ખાધ કાબુમાં છે, વ્યાજદર ઘટવાની શક્યતા છે, આ સ્થિતિનું પરિણામ હવે બે ત્રણ વર્ષ તો રહેશે જ એથી બજાર ઉપર જશે. પછી આવનારી સરકાર કેવા પગલા લે એના પર આધાર છે.

    નરેન્દ્ર મોદી સરકારના સામાજિક કલ્યાણના પગલાની વાત કરીએ તો એ પગલાઓમાં “ગુડ ઇકોનોમિકસ“ છે જે અર્થતંત્રને ચેતનવંતુ બનાવે છે નહિ કે કોંગ્રેસ સરકાર જેવા લોન માફી યોજનાઓ જે અર્થતંત્ર પર બોજો બની રહે આને થોડાં ઉદાહરણોથી સમજીએ.

    જનધન યોજના આ યોજના હેઠળ હવે સરકારની સબસીડીઓ સીધી લાભાર્થીઓના બેંક ખાતામાં જમા થાય છે એથી ભૂતિયા બોગસ ખાતાઓ બંધ થયા અને સરકારને આશરે એક દસ હજાર કરોડની બચત થઇ. તો આ બચત જ આવનારી સરકાર માટે શુભ શરૂઆત છે વળી શું આ સીધી જમા યોજના નવી સરકાર બંધ કરી શકશે? જો કરે તો શું થાય? ઉહાપોહ અને ભ્રષ્ટાચારની બુ આવે અને પ્રજામાં રોષ ભડકે. આ 35 કરોડ જનધન ખાતા બેન્કિંગ વ્યવસ્થાને સૃધડ બનાવે છે.

    લાગતું વળગતું: આંશિક રૂપે મફત LPG કનેક્શન આપતી પ્રધાનમંત્રી ઉજ્જવલા યોજનાની નવી સિદ્ધિ

    હવે જોઈએ ઉજ્જવલા યોજના જે અંતર્ગત ગરીબોને ગેસના ચુલાનું વિતરણ થયું આનાથી સ્ત્રીઓનું સ્વાસ્થ્ય સુધારશે. સમય બચાવશે જેઓ પકોડા બનાવી વેચે છે ટીફીન સર્વિસ આપે છે જેવા ગૃહ ઉદ્યોગને વેગ મળશે, ગેસ કંપનીઓને ફાયદો થશે અને લોકોને પોષણયુક્ત ભોજન મળશે. આયુષ્યમાન યોજના ગરીબ કુટુંબ દીઠ પાંચ લાખ રૂપિયા સુધીની તબીબી સેવા મફત આપતી એક વીમા યોજના છે એથી વીમા કંપનીઓને ફાયદો, મેડીકલ ઇક્વિપમેન્ટ કંપની અને દવા કંપનીઓને ફાયદો. હેલ્થકેર ઇન્ડસ્ટ્રીને ફાયદો. સ્વચ્છ ભારત યોજના, આ યોજનાને લીધે ઘેર ઘેર માત્ર શૌચાલયો જ નથી બન્યા પરંતુ એક આખી રીસાયકલ ઇન્ડસ્ટ્રી ઉભી થઇ છે કચરાને સાફ કરવાની. આથી રોજગારી વધશે અને શું નવી સરકાર શૌચાલયો તોડી પાડશે કે એની તરફ ધ્યાન નહિ આપે? તો ઠેર ઠેર જાહેરમાં શૌચ કરનારના ફોટા સોશિયલ મીડિયામાં ફરતા થશે અને ગંદકી માટે સરકારને માથે માછલાં ધોવાશે. તો આ છે મોદી સરકારના સમાજ કલ્યાણની યોજનાઓ પાછળનું ગુડ ઇકોનોમિક્સ!

    છેલ્લા પાંચ વર્ષમાં ઈન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સરકારે જે હરણફાળ ભરી છે નવા નવા હાઇવે અને રસ્તાઓ બાંધવામાં વેગ આવ્યો છે, રેલ્વેમાં સુધારાઓ થયા છે, વિમાનસેવામાં વધારો થયો છે, નવા એરપોર્ટ બન્યા છે, સ્માર્ટ સીટીઓ અસ્તિત્વમાં આવી છે એના પરિણામો આવવાના હવે શરુ થયા છે જે આવનારા દિવસોમાં અર્થતંત્રને ઔર વિકાસના માર્ગે લઇ જશે.

    આમ આવનારી નવી સરકાર માટે એક મજબુત અર્થતંત્ર અને સુઘડ કલ્યાણકારી યોજનાઓ આ સરકાર વારસામાં આપી રહી છે જેને નવી સરકાર અભરાઈએ ચઢાવવાની મૂર્ખતા નહિ જ કરે પરંતુ આગળ વધારવાની કે એનાથી વધુ ઉત્તમ કરવાના પ્રયત્નો કરશે જ તો જ સરકાર ટકશે નહિ તો એ નવી સરકાર માટે હરાકીરી બની રહેશે.

    હા જો કદાચ મોદી સરકાર પાછી નહિ આવે તો તત્કાલ બજારમાં કરેક્શન આવશે પણ એ અતિ ટુંકા ગાળાનું રહેશે કારણો ઉપર જણાવ્યાએ જ આ કરેક્શન નવું ખરીદવાની તક જ કહેવાય.

    ચુંટણીની જાહેરાત થતાં જ બુકીઓ કયા પક્ષને કેટલી બેઠકો મળશે એના પર બેટિંગ લેવાનું શરુ કરી દેશે આ બેટિંગના આંકડાઓ જ કોની સરકાર આવશે એ ચિત્ર સ્પષ્ટ કરતુ જશે અને જેમ જેમ આ ચિત્ર સ્પષ્ટ થતું જશે એમ જો મોદી સરકાર ના આવે તો એના કારણો બજાર ડિસ્કાઉન્ટ કરતુ જશે અને આવશે એવા એંધાણ બજારમાં તેજી લાવવા માંડશે.

    તો આ છે શેરબજારમાં રોકાણ માટેની ઉત્તમ તક આજે છે અને નહિ કે ચુંટણીના પરિણામો પછી શેરબજાર હમેશા આગાહીઓ ને લઈને ચાલતું હોય છે અને તેજી મંદી એને આધારે આવતી જતી હોય છે.

    તો આજથી જ રોકાણ શરુ કરી દો થોડું થોડું લેવા માંડો.

    રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

    આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

    આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

    આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

    eછાપું

    તમને ગમશે: વ્લાદિમીર પુતિન એકવાર પેસેન્જર એરક્રાફ્ટને ઉડાવી દેવાનો હુકમ આપી ચૂક્યા હતા

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here