હવે તમારી મરજી વિરુદ્ધ કોઇપણ તમને WhatsApp ગ્રુપમાં એડ નહીં કરી શકે!

  0
  300

  અલગ અલગ એપ્સ સમયાંતરે પોતાની એપમાં નવા નવા ફેરફારો કરતી રહે છે. આવા કેટલાક મહત્ત્વના ફેરફારો ત્રણ મહત્ત્વની એપ્સ પર આવ્યા છે તેના વિષે જાણીએ.

  આમ તો વિવિધ એપ્સમાં અપડેટ્સ આવવી એ કોઈ નવી વાત નથી પરંતુ જો આપણી રોજીંદી જરૂરિયાત બની ચૂકેલી એપ્સમાં કોઈ અપડેટ આવે તો તેના વિષે આપણને જાણકારી હોવી અત્યંત જરૂરી છે. આજે આપણે ત્રણ મહત્ત્વની એપ Paytm, WhatsApp અને Google દ્વારા આપવામાં આવેલી નવી અપડેટ્સ વિષે માહિતી લઈશું જે આપણા બધા માટે અત્યંત ઉપયોગી બની શકે છે.

  Paytm Postpaid

  Photo Courtesy: freekaamaal.com

  Indian E Commerce giant અને Digital Payment Service Provider તરીકે Paytm છેલ્લા ઘણા સમયથી ભારતીય બજારમાં ખાસ્સી પકડ જમાવી ચૂક્યું છે. આમ તો આપણા વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ નોટબંધીનો ઐતિહાસિક નિર્ણય કર્યો અને ત્યાર પછી Digital Transactions ને જે મહત્વ આપ્યું તેનાથી Paytm ને ખાસ્સો એવો ફાયદો થયો છે. આકર્ષક cashback અને અમુક કિસ્સાઓમાં તો Goldback ની અત્યંત લલચામણી offers paytm નો ઉપયોગ કરવા ખાસ્સું આકર્ષિત કરે છે. Paytm Banks પછી હવે Paytm દ્વારા Paytm Postpaid ની સેવા શરુ કરવામાં આવી છે.

  Paytm Postpaid એ હકીકતે Credit Card જેવી જ એક system છે જેમાં તમને તમારા ભૂતકાળના વપરાશ પર તમને Paytm દ્વારા અમુક રૂપિયાની Credit આપવામાં આવે છે જેના દ્વારા તમે Paytm Mall પરથી Shopping કરી શકો છો, તમારી Travelling Tickets કે પછી Movie Tickets બુક કરાવી શકો છો, અમુક સમયે તમે તમારા Utility payments પણ કરી શકો છો. Paytm Postpaid પર તમને 35 થી 40 દિવસની Credit Limit મળતી હોય છે. જોકે Repayment બાબતે Paytm ખાસ્સું strict છે. સમય પર Repayment ના કરવા પર તમારું Paytm Postpaid બંધ થઇ શકે છે તેમ જ તમારા પર કાયદાકીય પગલાં ભરવાનો હકક paytm ધરાવે છે. જો તમારું outstanding 50 રૂપિયા સુધી હશે તો Due Day પછી દરમાહિને 5 રૂપિયા નો દંડ લાગશે. જેમ જેમ તમારું Outstanding વધતું જશે તેમ જ તમારા પર લાગેલો દંડ પણ વધી જશે. 5000 રૂપિયાથી વધુ ની બાકી રકમ પર દર મહિને તમને 600 રૂપિયાનો દંડ લાગશે. જેમ જેમ તમારો વપરાશ વધશે તેમ તેમ તમારી Credit Limit પર તેની effect તમને જોવા મળશે.

  લાગતું વળગતું: WhatsApp પર આવી ચડેલો એક Bug જેની માહિતી તમને હોવી જ જોઈએ

  Whatsapp

  આમ જુઓ તો લગભગ દર મહિને Whatsapp દ્વારા કોઈ ને કોઈ નવી Update આવતી જ રહે છે પણ અત્યારે Android Beta Version માં જે Update આવી છે તે ખરેખર આશીર્વાદરૂપ છે.  બિનજરૂરી Groups માં લોકો તમને કોઈ જ permission વગર Add કરી દેતા હોય તો આ update તમારા માટે ખુબ કામની છે. નવી Update મુજબ હવે તમે નક્કી કરી શકો છો કે તમને કોણ કોઈ પણ whatsapp group માં add કરશે. Settings -> Privacy -> Groups -> અને અહીંયા તમને ત્રણ વિકલ્પ મળશે. ૧) Everyone ૨) My Contacts અને ૩) Nobody અહીંયા તમે જે વિકલ્પ નક્કી કરશો તે મુજબ તંન કોઈ Whatsapp group માં add કરશે. જો તમે Nobody પસંદ કરશો તો જયારે કોઈ તમને Whatsapp Group માં add કરવાનો પ્રયત્ન કરશે ત્યારે તમને નોટિફિકેશન ના રૂપમાં એક Invitation મળશે. ૨૪ કલાક સુધી આ Invitation Link Active હશે. મોટાભાગના users Whatsapp ની આ Update ની રાહ જોઈ રહ્યા હશે.

  Google Bolo

  Tech Giant Google દ્વારા Google Bolo Application launch કરવામાં આવી છે, જોકે અત્યારે આ Application નું Early Access version Google Play Store પર ઉપલબ્ધ છે, ટૂંક સમયમાં જ આ Application નું Full Version launch કરી દેવામાં આવશે. આ Application માત્ર ભારતીય users માટે જ launch કરવામાં આવી છે જેના દ્વારા બાળકોને English શીખવાડવામાં આવશે. Text To Speech તથા artificial intelligence ઉપર આ Application કામ કરે છે જેમાં 100 જેટલી વાર્તાઓ Pre-Loaded હશે. બાળકોએ બસ આ વાર્તાઓ પુરી કરવાની છે. જો કોઈ શબ્દના ઉચ્ચારણ પર તેઓ અટકશે તો તે શબ્દ ના ઉચ્ચારણ માટે પણ આ Application મદદ કરશે. નીતિન કશ્યપ જે Google India માં Product Manager છે તેમનું કહેવું છે કે ઉત્તરપ્રદેશના ૨૦૦ ગામ ના છોકરાઓને સાથે રાખી આ Application તૈયાર કરવામાં આવી છે અને તેના પરિણામો ખુબ જ ઉત્સાહજનક છે. હકીકતે આ પ્રકાર ની application માત્ર બાળકો માટે નહિ પરંતુ નહિવત અથવા ઓછું English જાણતા તમામ લોકો માટે આ Application ખુબ જરૂરી છે.

  Final Conclusion તરીકે એટલું કહી શકું કે Paytm Postpaid અથવા Whatsapp Group Update વિષે કોઈને કહો કે ના કહો પણ Google Bolo Application વિષે તમારા નજીકના દોસ્તોને ચોક્કસથી જણાવજો.

  eછાપું

  તમને ગમશે: સ્વિડન પાસે એ ચૂંટણી મંત્ર છે જે ભારત અપનાવવા માંગે છે

  LEAVE A REPLY

  Please enter your comment!
  Please enter your name here