આવો માણીએ મોરક્કોની કેટલીક મનભાવન વાનગીઓને

0
367
Photo Courtesy: goodfood.com.au

ઉત્તર આફ્રિકામાં આવેલો તથા ભૂમધ્ય સમુદ્ર અને એટલાન્ટીક મહાસાગર બંનેની કોસ્ટલ લાઈન ધરાવતો દેશ એટલે કે મોરક્કો. આ દેશ એના અંતરિયાળ પર્વતીય ભૂગોળ અને વિશાળ રણ માટે જાણીતો છે.

મોરોક્કન ક્વીઝીન ઉપર મોરોક્કોના સદીઓથી અન્ય સંસ્કૃતિઓ અને રાષ્ટ્રો સાથે થતા વૈચારિક આદાન-પ્રદાનનો પ્રભાવ જોવા મળે છે. મોરોક્કન ક્વીઝીન સામાન્ય રીતે મેડીટરેનિયન અને  અરબી ક્વીઝીનનું એક અનોખું મિશ્રણ છે. મોરોક્કન ક્વીઝીનને વિશ્વના સૌથી વૈવિધ્યપૂર્ણ ક્વીઝીન્સ પૈકીનું એક ગણવામાં આવે છે. જે બહારના વિશ્વ સાથે મોરોક્કોના સદીઓ લાંબા વૈચારિક આદાન-પ્રદાનનું એક પરિણામ છે.

મોરોક્કો મેડેટરેનિયન અને કેટલાક ટ્રોપિકલ ફળો અને શાકભાજીની વિશાળ શ્રેણી પેદા કરે છે, જેનો ત્યાંના ખાનપાનમાં મોટેપાયે ઉપયોગ કરવામાં આવે છે. ફલેવરીંગ માટે અનરિફાઇન્ડ ઓલીવ ઓઈલ, આથવેલા લીંબુનો ઉપયોગ કરવામાં આવે છે. સાથે વાપરવામાં આવે છે કેટલાક મસાલા જેવાકે તજ, જીરું, હળદર, મરી, આદુ, તલ, જાવિન્ત્રી, લવિંગ, વરીયાળી વગેરે. આ ઉપરાંત ફુદીનો, કોથમીર અને તાજો ઓરેગાનો મોટા પ્રમાણમાં વપરાય છે. ખાવાનું બનાવવા માટે એક વિશિષ્ટ વાસણનો ઉપયોગ કરવામાં આવે છે કે જે માટીનું બનેલું એક કન્ટેનર હોય છે અને તેને એક પોઇન્ટેડ ઢાંકણ હોય છે, જેને ટઝીન તરીકે ઓળખવામાં આવે છે. આ પ્રકારના વાસણનું નામ તેમાં બનાવવામાં આવતી એક મુખ્ય ડીશ પરથી પાડવામાં આવ્યું છે.

મોટા ભાગના લોકો જેનાથી પરિચિત હોય એવી મુખ્ય મોરોક્કન વાનગી છે કૂસકૂસ કે જે રવા જેવું જ ઘઉંમાંથી બનતી એક પરંપરાગત વાનગી છે, જેને વરાળથી પકવીને બનાવવામાં આવે છે. તેને પરંપરાગત રીતે તેની ઉપર મીટ સ્ટયૂ કે વેજીટેબલ સ્ટયૂ રેડીને પીરસવામાં આવે છે.

કૂસકૂસ ઉપરાંત બસ્તીલા અથવા પાસ્તિલા કે જે એક મીટ પાઈ છે તે, ટઝીન, જેને લોકો મુખ્યત્વે લંચ સમયે મેઈન કોર્સમાં બ્રેડ જોડે ખાવા માટે કરે છે તે અને અહીનો સ્થાનિક સૂપ હરિરા કે જે શિયાળામાં ગરમી મેળવવા માટે પીવામાં આવે છે, તે વિશ્વમાં ખૂબ પ્રખ્યાત છે. અહીના ખોરાકમાં બ્રેડનો બહુ વિશાળ ઉપયોગ થાય છે અને તેમાં પણ રવામાંથી બનાવવામાં આવતી ખોબ્ઝ તરીકે ઓળખાતી બ્રેડ ખૂબ જ વપરાય છે.

હરિરા સૂપ:

Photo Courtesy: goodfood.com.au

સામગ્રી:

1 ટેબલસ્પૂન ઓલીવ ઓઈલ

3 મધ્યમ ગાજર, છોલીને ઝીણું સમારેલું

1 મોટી ડુંગળી, ઝીણું સમારેલી

2 કળી લસણ, ઝીણું સમારેલું

1 ટીસ્પૂન જીરું પાઉડર

½ ટીસ્પૂન ધાણા પાઉડર

½ ટીસ્પૂન હળદર પાઉડર

¼ ટીસ્પૂન તજ પાઉડર

મીઠું, સ્વાદ મુજબ

800 ગ્રામ ટામેટા, પ્યુરી કરેલા

500 ગ્રામ કાબુલી ચણા, બાફેલા

1 કપ મસૂરની દાળ

4 કપ વેજીટેબલ સ્ટોક

½ લીંબુનો રસ

¼ કપ કોથમીર, ઝીણું સમારેલી

 

રીત:

  1. એક મોટી તપેલીને મધ્યમ આંચ મૂકી તેમાં ઓલીવ ઓઈલ ગરમ થવા મૂકો, ઓઈલ ગરમ થાય એટલે તેમાં ગાજર અને ડુંગળી ઉમેરો અને તે નરમ થાય ત્યાંસુધી પકવો. ત્યારબાદ તેમાં લસણ, જીરું પાવડર, ધાણા પાવડર, હળદર પાવડર, તજ પાવડર અને મીઠું ઉમેરો અને તેને હલાવતા રહી લગભગ 2 મિનીટ સુધી પકવો.
  2. ત્યારબાદ તેમાં ટામેટા નાખી 5 થી 7 મિનીટ માટે પકવો.
  3. તેમાં કાબુલી ચણા અને મસૂરની દાળ ઉમેરો, વેજીટેબલ સ્ટોક ઉમેરી અને તેજ આંચ પર એકઉભરો લાવો.એક ઉભરોઆવે એટલે, આંચને ઓછી કરો અને દાળ નરમ થાયત્યાં સુધીરાંધો.
  4. આંચબંધ કરો અનેલીંબુનો રસ અને3 ટેબલસ્પૂનકોથમીર તેમાં ઉમેરો.બાકીના 1 ટેબલસ્પૂન કોથમીરને સૂપ પર ભભરાવી ગરમાગરમ સર્વ કરો.
લાગતું વળગતું: eછાપું મેક્સિકન ફૂડ ફેસ્ટિવલ – શું આ સ્વાદની તમે અવગણના કરી શકશો?

પીલાફ:

Photo Courtesy: thehungrybites.com

સામગ્રી:

2 કપ બાસમતી ચોખા

2 ટેબલસ્પૂન માખણ

2 ટેબલસ્પૂન ઓલીવ ઓઈલ

1 ડુંગળી, સમારેલી

2 કળી લસણ, બારીક સમારેલી

1 અથવા 2 નાના ટુકડા તજ

½ ટીસ્પૂન મીઠું

½ ટીસ્પૂન આદુ
½ ટીસ્પૂન સફેદ મરી

½ ટીસ્પૂન જીરું

½ ટીસ્પૂન હળદર પાઉડર
¼ કપ ઝીણું સમારેલી કોથમીર

¼ કપ વટાણા

1 લાલ અથવા પીળું કેપ્સીકમ, ઝીણું સમારેલું

1 ગાજર, ઝીણું સમારેલું
આશરે 1 લીટર વેજીટેબલ સ્ટોક

¼ ટીસ્પૂન કેસર

રીત:

  1. એક પેનમાં, લગભગ ઉકળવા લાગે ત્યાં સુધી, સ્ટોક ગરમ કરો.
  2. દરમિયાનમાં, એક અન્ય પેનમાં કેસરસિવાયની બાકીની સામગ્રી ભેળવો. ચોખા અને શાકભાજીને મધ્યમ આંચ પર, લગભગ ૧૦ મિનીટ, અથવા ડુંગળીઅર્ધપારદર્શકથાયઅને ચોખાનો રંગ બદલાવાનો શરૂ થાય ત્યાં સુધી પકવો.
  3. હવે ભાતમાં સ્ટોક અને કેસર ઉમેરી ફક્ત એક જ વાર હલાવો.
  4. સ્ટોકમાં એક ઉભરોલાવો, અનેજરૂર મુજબ મીઠું ઉમેરો.
  5. ચોખાને ઢાંકીને આંચ ધીમી કરો, અનેલગભગ ૨૫ મિનીટ અથવા જ્યાં સુધી પાણી શોષાઈ ના જાય અને ચોખા ચઢી ના જાય ત્યાંસુધી મિશ્રણને ખદખદવા દો.
  6. ભાતને કાંટાની મદદથી સહેજ હલાવી, ગરમાગરમ સર્વ કરો.

ઝાલુક

Photo Courtesy: jonnyjonnyuk.wordpress.com

સામગ્રી:

1 મોટી રીંગણા, છોલીને સમારેલ

4 મોટાં ટામેટાં, છોલી, બીજ કાઢીને સમારેલા

3 કળી લસણ, ઝીણું સમારેલા

1/3 કપ સમારેલી કોથમીર

1 ટીસ્પૂન લાલ મરચું પાઉડર

1 ટીસ્પૂન જીરું પાઉડર

1 ½ ટીસ્પૂન મીઠું

¼ કપ ઓલિવ તેલ

1/3 કપ પાણી

લીંબુના નાના ટુકડા

રીત:

  1. એક મોટા અને ઊંડા તપેલામાં, લીંબુના ટુકડા સિવાયની બધી જ સામગ્રી ભેગી કરી, ઢાંકી, મધ્યમ આંચે, વચ્ચે વચ્ચે હલાવતા રહી, 30 મિનીટ માટે ખદખદવા દો.
  2. હવે પોટેટો મેશરની મદદથી ટામેટા અને રીંગણાને બરાબર મેશ કરી લો.
  3. હવે તેમાં લીંબુના ટુકડા ઉમેરી, દસેક મિનીટ માટે, અથવા રસો ઓછો થાય ત્યાંસુધી, ઢાંક્યા વગર ખદખદવા દો.
  4. એક પ્લેટમાં વચ્ચે ઝાલુક મૂકી, આજુબાજુ લવાશ અને અન્ય ક્રિસ્પી બ્રેડ મૂકીને પીરસો.

eછાપું

તમને ગમશે: સત્તાની ટોચ પર કમબેક કરનારા કેટલાક જબરદસ્ત વૈશ્વિક આગેવાનો

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here