પાકિસ્તાની પત્રકાર હામિદ મીર દલાઈ લામાને આતંકવાદી માને છે!

0
309
Photo Courtesy: bizasialive.com

પુલવામા હત્યાકાંડ કરવાની જવાબદારી જેણે લીધી હતી તે જૈશ એ મોહમ્મદના સર્વેસર્વા મસૂદ અઝહરની તુલના પાકિસ્તાની પત્રકાર હમીદ મીરે નોબલ શાંતિ પુરસ્કાર પ્રાપ્ત કરનાર દલાઈ લામા સાથે કરી છે!

Photo Courtesy: bizasialive.com

ગુરુવારે UNની સુરક્ષા પરિષદમાં મસૂદ અઝહરને આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર કરવાનો પ્રસ્તાવ ચીને વીટો કરી દીધો હતો અને આથી મસૂદ અઝહર આંતરરાષ્ટ્રીય આતંકવાદી જાહેર થઇ શક્યો ન હતો. ભારતમાંતો આ ઘટનાના ઓવારણા લેનારાઓ પડ્યા જ છે પણ પાકિસ્તાનીઓને પણ મસૂદ અઝહરના બચી જવાથી આનંદ થાય તે સ્વાભાવિક છે.

પરતું આ આનંદના અતિરેકમાં પાકિસ્તાની પત્રકાર જે ત્યાંની Geo TVના સર્વેસર્વા છે તેવા હામિદ મીરે તો મસૂદ અઝહરની તુલના સીધેસીધી દલાઈ લામા સાથે કરી દીધી હતી. સુરક્ષા પરિષદનો નિર્ણય આવ્યાની મીનીટો બાદ જ હામિદ મીરે Tweet કરી હતી જેમાં તેમણે સિડની મોર્નિંગ હેરલ્ડ અખબારના એક આર્ટિકલને શેર કર્યો હતો જેમાં ચીન એવું કહે છે કે દલાઈ લામા આતંકવાદી છે!

હામીદ મીરે ઉપરોક્ત આર્ટિકલને ટેગ કરતા કહ્યું હતું કે, “શું એ સમજવું સરળ નથી કે શા બાતે ચીને UNSCમાં મસૂદ અઝહર વિરુદ્ધનો પ્રસ્તાવ રોકી લીધો? ભારત દાયકાઓથી ચીનના દુશ્મનને રક્ષણ આપી રહ્યું છે જેનું નામ છે દલાઈ લામા.”

હવે Tweet કરવાની ઉતાવળ હોય કે પછી ભારત સરકારની મશ્કરી કરવાની ઈચ્છા હોય હામિદ મીર એક મહત્ત્વની બાબત ભૂલી ગયા હતા કે દલાઈ લામાને મીરના દેશની મલાલાની જેમ જ નોબલ શાંતિ પુરસ્કારથી સન્માનિત કરવામાં આવ્યા છે અને આ નોબલ શાંતિ પુરસ્કાર તેમની ચીનના તિબેટ પરના કબ્જા વિરુદ્ધની ‘અહિંસક ચળવળને લીધે’ આપવામાં આવ્યો છે. ચીન માટે દલાઈ લામા ભલે આતંકવાદી હોય પરંતુ તેમની લડાઈ સંપૂર્ણપણે અહિંસક જ છે તેમાં કોઈને પણ શંકા ન હોવી જોઈએ.

તો સામે પક્ષે મસૂદ અઝહરે ભારતના રાજ્ય જમ્મુ અને કાશ્મીરના અસંખ્ય યુવાનોને ધર્મનું ઝેર પીવડાવીને અસંખ્ય નિર્દોષ નાગરીકો અને ભારતીય સેનાના જવાનોને મોતને ઘાટ ઉતારવાનું કૃત્ય કર્યું છે. આવા વ્યક્તિને નોબેલ શાંતિ પુરસ્કાર જીતનાર વ્યક્તિ સાથે કેવી રીતે સરખામણી કરી શકાય? ફક્ત એટલા માટે કારણકે તમે મસૂદ અઝહરને આતંકવાદી ગણતા નથી?

લાગતું વળગતું: આવી પત્રકારિતાનું અથાણું કરીએ તોય બેસ્વાદ જ લાગે!

બીજું, દલાઈ લામાને ભારતે રાજકીય શરણ આપી છે પરંતુ તેમણે ક્યારેય ભારતને નુકશાન પહોંચે તેવું કૃત્ય નથી કર્યું, જ્યારે મસૂદ અઝહરના આતંકવાદીઓ તો લડ કાં તો લડનારો દે ના ન્યાયે પાકિસ્તાનમાં પણ ખૂનામરકી ચલાવે છે તેનું શું? માત્ર ભારતના નુકશાનનો આનંદ લેવા માટે તમે આટલી સરળ સરખામણી સમજી શકતા નથી?

જો કે આમાં હામિદ મીરનો પણ વાંક નથી કારણકે તેમને અસત્ય બોલવાની આદત છે. બાલાકોટ એરસ્ટ્રાઈક્સ બાદ તેમણે પોતાના ટીવી શોમાં કહ્યું હતું કે જો બાલાકોટમાં કોઈ જાનહાનિ થઇ છે તો એ માત્ર એક કાગડાની થઇ છે!

ભારતમાં અને ગુજરાતમાં પણ હામીદ મીરને ચાહવાવાળા ઘણા બુદ્ધિજીવીઓ અને પત્રકારો છે જેઓ સતત અમન કી આશાની પૂંછડી પકડીને બેઠા હોય છે આ આર્ટિકલ એ તમામને સમર્પિત છે.

eછાપું

તમને ગમશે: અપચાની તકલીફે અમેરિકામાં અચાનક જ A2 Milk ને લોકપ્રિય બનાવી દીધું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here