સની દેઓલની છબી દેશભક્ત કલાકારની છે. પુલવામા હુમલા બાદ જ્યારે આખો દેશ આક્રોશમાં હતો ત્યારે સની દેઓલની હાલત કેવી હતી આવો જાણીએ આ કાલ્પનિક ઇન્ટરવ્યુમાં…

અય મેરે વતન કે લોગો…. જરા આંખ મેં ભર લો પાની….
જો શહીદ હુએ હૈ ઉન કી…. જરા યાદ કરો કુરબાની…
મિત્રો, ગત મહીને દુનિયા આખી વેલેન્ટાઈન ડે ઊજવવામાં વ્યસ્ત હતી ત્યારે કાશ્મીરના પુલવામા ક્ષેત્રમાં નરાધમોએ સ્યુસાઇડ બૉમ્બ હુમલા વડે આપણા CRPFના 44 જવાનોને મોતના મુખમાં ધકેલી દીધા… સમગ્ર દેશ જ્યારે ગહેરા શોકમાં ડૂબેલો છે અને ફ્રાય ડે ફ્રાયમ્સને એક વર્ષ પૂરું થઈ રહ્યું છે ત્યારે આજનો આ એપિસોડ હું મા ભોમની રક્ષા કાજે વીરગતિ પામેલા શહીદોને સમર્પિત કરું છું…
મિત્રો, આપણું fryday ફ્રાયમ્સ એક વર્ષનું થઈ ગયું છે અને આજના આપણા એપિસોડના મહેમાન છે…. સની પાજી…. Give him a big round of aplause…
પંકજ પંડ્યા : વેલકમ સની પાજી
સની દેઓલ : આભાર… સત શ્રી અકાલ…
પંકજ પંડ્યા : સત શ્રી અકાલ..
સની દેઓલ : આ વખતે કેમ મને યાદ કરવો પડ્યો ? બેશક હું રાહ તો જોતો જ હતો….
પંકજ પંડ્યા : ff કે ઘર દેર હૈ અંધેર નહીં હૈ…. જે રાહ જુએ એનો વારો આવે જ..
સની દેઓલ : હાહાહાહા….. મને પણ ગમ્યું… હાલના માહોલમાં મારા memes બને છે પણ મને કોઈ પૂછતું નથી..
પંકજ પંડ્યા : કોઈ વાંધો નહિ…. હવે તમે fryday ફ્રાયમ્સના મંચ પર આવી ગયા જ છો તો બધી જ આગ ઓકી નાખો….
સની દેઓલ : ખરેખર…. થેન્ક યુ વેરી મચ યાર… CRPFના જવાનો પર હુમલો થયો છે ત્યારથી શું વાત કરું ? મારી અંદર જબરદસ્ત આગ ભભૂકી રહી છે ?
પંકજ પંડ્યા : આ ક્ષણે શું ચાલી રહ્યું છે તમારા મનમાં ?
સની દેઓલ : ખૂન ખૌલ ઊઠા હૈ… સોચતા હૂં…બોર્ડર કે ઉસ પાર જા કર સારી રેલ પટરિયાં ઉખાડ ફેંકુ… સારી ઇમારતે ગિરા દૂ…. સબ કુછ તહસ નહસ કાર દૂ….
પંકજ પંડ્યા : ઔર હેન્ડ પમ્પ ???
સની દેઓલ : અબે ઑય ???? (ઓય.. ઓય.. ઓય.. ઓય.. ઓય.. ઓય..)
પંકજ પંડ્યા : સોરી… તમે એટલું જોરથી ગરજયા કે હજુ કાનમાં પડઘા પડે છે….. સોરી… રિયલી સોરી…..
સની દેઓલ : અબે ઓય…. તુજે પતા નહીં હૈ કી પૂરે પાકિસ્તાન સે હેન્ડ પમ્પ તો મૈ બહોત પહેલે હી ઉખાડ ફેંક ચૂકા હૂં…
પંકજ પંડ્યા : ઓહ… તમને શું લાગે છે ? પાકિસ્તાન સાથે ભારત સરકારે કેવો વહેવાર કરવો જોઈએ ?
સની દેઓલ : ઉનકે સાથ ગંદી બાત કરની ચાહીએ …..
પંકજ પંડ્યા : ગંદી બાત છી… છી….. છી.. મોદીજી તો જ્યાં સુધી પાકિસ્તાન સરકાર આતંકવાદીઓ વિરુદ્ધ કડક પગલાં ના લે ત્યાં સુધી કોઈ પણ પ્રકારની દ્વિપક્ષીય મંત્રણા માટે રાજી નથી…. અને ગંદી બાત ?
સની દેઓલ : ઓય લાગતા હૈ તેરી સોચ હી ગંદી હૈ….. મૈ તો કહે રહા હૂં કિ તૂ જૈસે pun દી બાત કરતા હૈ, RJ રોનક FUN દી બાત કરતા હૈ ઔર મોદીજી મન દી બાત કરતે હૈ…. ઠીક વૈસે હી પાકિસ્તાન સે અબ GUN દી બાત કરને કા વક્ત આ ગયા હૈ… મૈ બંદૂક કી બાત કરતા હૂં… અબ સમજે ?
પંકજ પંડ્યા : સમજી ગયો…. તમે તો પંજાબી મોડમાં આવી ગયા…. આપણો કાર્યક્રમ ગુજરાતીમાં છે….
સની દેઓલ : જબ ખૂન ખૌલ ઊઠતા હૈ ના.. તો પંજાબી આ હી જાતી હૈ…
પંકજ પંડ્યા : હોતા હૈ… તમને જમવામાં શું ભાવે ?
સની દેઓલ : આ કોઈ સમય છે આવા ફાલતુ પ્રશ્નો પૂછવાનો ? અત્યારે કાશ્મીરી પુલવામા પર સોય અટકી ગઈ છે અને તમને કાશ્મીરી પૂલાવમાં રસ છે ?
પંકજ પંડ્યા : ઓહ સોરી…. અત્યારે પ્રજામાં જે દેશપ્રેમનો જુવાળ છે એ અંગે આપનું શું કહેવું છે ?
સની દેઓલ : દેશપ્રેમ કાયમી ધોરણે હોવો જોઈએ… પણ ઘણી બધી બાબતોમાં આપણી પ્રજા ઉન્માદી છે… અત્યારે જે દેશપ્રેમ જાગી રહ્યો છે… કહોને કે ભભૂકી રહ્યો છે તે હંમેશાં માટે પ્રજ્વલ્લિત રહેવો જોઈએ…
પંકજ પંડ્યા : તમને શું લાગે છે? આ ઊભરો શમી જશે ?
સની દેઓલ : ના શમે તો સારું… બાકી તો જે પ્રજા બેન્ક એકાઉન્ટમાં CR… એટલે કે ક્રેડિટ (જમા નાણાં) અને PF (પ્રોવિડન્ટ ફંડ) ગણ્યા કરવામાંથી નવરી ના પડતી હોય એ પ્રજાએ CRPFના જવાનોની શહીદી પર દેશભરમાં જે જુવાળ પેદા કર્યા છે…. શહીદોને શ્રદ્ધાંજલિ અર્પવા સરઘસો અને સભાઓનું આયોજન કર્યું છે તેમ જ શહીદોના પરિવારોને આર્થિક મદદ પહોંચાડવા માટે દાનનો ધોધ વહાવ્યો છે એ માટે મારા ભારત દેશની પ્રજાને કોટી કોટી સલામ……
પંકજ પંડ્યા : વાહ… તમે કવિતા જેવું કરો ખરા ?
સની દેઓલ : ઢાઈ કિલો કા હાથ કિસી પે પડ જાએ, તો આદમી ઊઠતા નહિ… ઊઠ જાતા હૈ…
ટુકડે ઐસે કરતા હૂં કિ ફિર જૂડ ન પાએ, ઇસ કદર ટૂટ જાતા હૈ…
પંકજ પંડ્યા : વાહ… વાહ… વાહ.. વાહ…
સની દેઓલ : અબ બહોત દેર હો ચૂકી હૈ.. મુજે યહાં બુલાને કે લઈએ આપ કા ધન્યવાદ… ચલો અબ મૈ જાતા હૂં..
પંકજ પંડ્યા : તૂ સી જા રહે હો ? તૂ સી ના જાઓ..
સની દેઓલ : અબ તો… પાકિસ્તાન તેરે ટૂકડે હોંગે….
પંકજ પંડ્યા : જય માતા દી…. જય માતા દી….
(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)
eછાપું
તમને ગમશે: Fryday ના હીરો ગોવિંદા પોતાને હિરો નંબર વન કેમ ગણાવે છે?