મૂકાકાકાએ નાનાભાઈનું દેવું ભર્યું શું એ ઇન્ટરનેશનલ સ્કેમ છે??

2
339
Photo Courtesy: indiatoday.in

ચાલો જાણીએ એક એક્સક્લુઝિવ માહિતી કે કેમ મુકેશ અંબાણીએ પોતાના નાના ભાઈ અનીલ અંબાણીનું સંપૂર્ણ દેવું ચૂકવી આપ્યું? આમ કરીને તેમણે શું છુપાવ્યું છે.

31મી માર્ચ નજીક આવે છે એટલે બેલેન્સશીટમાં ખર્ચો બતાડવો પડે નહિ તો આવક વધતી જતી હતી. ત્રણ લાખની કંકોત્રીએ વોટ્સએપમાં ફરતી થઇ ચુકી હતી. ઘરમાં બે લગ્ન, ચાર-પાંચ રિસેપ્શન અને આખા બોલીવુડને નચાવ્યા પછી પણ આવક વધતી જ જતી હતી. ટેક્સ એટલો વધી જતો હતો કે આપણા મહેનત વગરનાં રૂપિયા સરકાર લઇ જાય એટલે કઈક જુગાડ કરવો પડે એમ હતો, બીજી બાજુ હજુ ચાંલ્લાનાં કવર ખોલવાના પણ બાકી હતા. આ બધી અધધધ આવકને કયા હેડ નીચે લઇને ટેક્સ ચોરી કરવી એ સમજાતું નહતું પછી ધ્યાન પડ્યું દેવાળિયા ભાઈની બેલેન્સશીટ ઉપર.

ભાઈને દેવું ભરવા માટે સુપ્રિમ કોર્ટે આપેલો છેલ્લો દિવસ આવી ગયો હતો અને આ બાજુ માર્ચ એન્ડીગ પહેલા પ્રોફિટ સગેવગે કરવો પડે તેમ હતો. બીજી બાજુ હોળી નજીક આવતી હતી અને કામવાળી બાઈ પણ ગામડે જવા ઈચ્છતી હતી. કાકી પણ કામવાળી ગામડે જવાના સમાચારથી અપસેટ હતા એટલે મૂકાકાકાએ એક ઇન્ટરનેશનલ પ્લાન બનાવ્યો. કામવાળીને કીધું કે તને એક કંપની ખરીદી આપું પણ તારે હોળીની રજા નહિ પાડવાની, એમ કહીને પોતે કામવાળીને આપેલા ઘરેણા ગીરવે મુકાવ્યા. જુનાં ભાવે સોનાની ખરીદી હોઈ પ્રોફિટ થતો હતો અને ગીરવે મુકાવીને એનાથી લોન લીધેલા નાણાથી નાના ભાઈ નું દેવું ભરી દીધું અને જે કંપનીએ દેવું આપ્યું હતું અને ઉઘરાણી કરતી હતી તે કંપની લગ્ન નાં ચાંલ્લા માંથી ખરીદી લીધી જેથી 31 માર્ચ પહેલા આવક વધારે ન બતાવવી પડે.

લાગતું વળગતું: ઘરની બહાર કેરીનાં ગોટલા ફેંકશો તો ઇન્કમ ટેક્સની નોટીસ આવશે

બીજી બાજુ કાકીની કામવાળી બાઈને કંપનીની CEO બનાવી દીધી અને કામવાળી બાઈએ જે ઘરેણા ગીરવે મુક્યા હતા એને નવી ખરીદેલી કંપનીએ લોન ટેકઓવર કરાવી લીધી અને ઘરેણા છોડાવી લીધા. આમ, મૂકાકાકાએ સમાજમાં સારું લગાડ્યું કે જોયું કેવું નાનાભાઈનું દેવું ભરી દીધું પણ પડદા પાછળ એમણે પોતાના ચાંલ્લાનાં કવરો સેટ કરી દીધા હતા. તદઉપરાંત કામવાળી બાઈને સેટ કરી દીધી અને નીતાકાકીને પણ ખુશ કરી દીધા કેમકે કામવાળીએ હોળીની ગામડે જવા માંગેલી રજા કેન્સલ કરાવી આપી. અને જે કંપની નાના ભાઈ ને હેરાન કરતી હતી એને પણ ખરીદી લીધી.

આમ ઘી ઢળ્યું તો ખીચડીમાં જ એવી પરિસ્થિતિ નું સર્જન કરી દીધું પણ આ વાત તમને પેઈડ મીડિયા ક્યારેય નહિ સમજાવે કારણકે આ વાત અમે ઉપજાવી કાઢેલી છે એટલે આવી વાત માં આવી ને મુકેશકાકા નાં ઘરે કામવાળી/વાળા ની જગ્યા ખાલી થઇ છે એવું સમજી ને એપ્લાય નાં કરવું તેમજ એરિક્સન કંપનીના શેરો ખરીદી ન લેવા આવું કરનાર નું સમગ્ર જોખમ પોતાના શિરે રહેશે .

અજ્ઞાન ગંગા

મૂકાકાકા: “દર્દ દેવું અને દુશ્મન વધારવા ના જોઈએ.”
અનિલ: “પણ મોટોભાઈ હોય ત્યાં સુધી વધે તો વાંધો નહિ.”

લી – વ્યવસ્થિત લઘર વઘર અમદાવાદી

eછાપું

તમને ગમશે: ઓફીસમાંથી ગુલ્લી મારતા અમેરિકન સરકારને કરાવ્યું 450 મીલીયન ડોલરનું નુકશાન

2 COMMENTS

  1. Saru j karyu barno mans rupiya lay jay tena karta ghar no mans lay ja te saru.biju ke te mahenat thi rupiya kamay che.mla.mantri . Rajkarni.ni jem des ma thi katki kari ne nathi khata

  2. એકદમ સાચી રીતે ખોટી વાત રજૂ કરી…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here