જ્યારે શાહરૂખે મિત્ર કરન જોહરના Twitter લોચામાં મદદરૂપ થયો!

0
233
Photo Courtesy: dnaindia.com

થોડા દિવસ અગાઉ Twitter પર નિર્માતા-નિર્દેશક કરન જોહરથી થયેલી એક ભૂલને લીધે  હોબાળો મચ્યો હતો, પરંતુ તેના મિત્ર શાહરૂખ ખાને આવીને બાજી સંભાળી લીધી હતી.

Photo Courtesy: dnaindia.com

શુક્રવારે સવારે એટલેકે અક્ષય કુમારની ફિલ્મ ‘કેસરી’ રિલીઝ થયાના એક દિવસ બાદ Twitter પર એક ઘટના ઘટી હતી. અક્ષય કુમારના એક ફેને કેસરીની પહેલા દિવસની કમાણીને શાહરૂખ ખાનની ફિલ્મ ‘ઝીરો’ ની કમાણી સાથે સરખાવીને શાહરૂખ ખાન વિષે અપશબ્દો લખ્યા હતા. આ Tweetની  ભાષા એટલી તો અભદ્ર હતી કે તેને અહીં પ્રકાશિત પણ ન કરી શકાય.

પરંતુ કરન જોહર જે કેસરી ફિલ્મના નિર્માતાઓમાંથી એક છે તેણે આ Tweet ‘ફેવરિટ’ કરી દીધી હતી અને શાહરૂખ ખાનના ફેન્સનો ગુસ્સો કરન જોહર પર તૂટી પડ્યો હતો. શાહરૂખ ખાનના ફેન્સ એટલા તો ગુસ્સે થયા હતા કે તેમણે તરત જ #ShameOnKaranJohar હેશટેગ ટ્રેન્ડ કરાવી દીધો હતો. સ્વાભાવિક છે કરન જોહર આ ટ્રેન્ડથી અવગત થયો હતો અને તેણે તરતજ એક Tweet કરી હતી.

“ફ્રેન્ડ્સ, મારા Twitter એકાઉન્ટમાં કોઈ ટેક્નીકલ પ્રોબ્લેમ છે! અજીબ ઘટનાઓ ઘટી રહી છે! જૂતાની તસ્વીર અપલોડ થવાથી માંડીને અચાનક કોઈની Tweet લાઈક થઇ જવા સુધી બધું જ થઇ રહ્યું છે. મેં એ Tweet બિલકુલ નથી વાંચી એટલે તેની સાથે સહમત થવાનો સવાલ જ નથી. મારી વાત સમજો અને જે કોઇપણ તકલીફ થઇ છે તે માટે હું માફી માંગુ છું અને આ મુદ્દાનો શક્ય તેટલો જલ્દી ઉકેલ લાવવાની કોશિશ કરું છું.”

હવે લોકોને રાહ હતી કે શાહરૂખ ખાન આ મામલે શું રિએક્શન આપે છે. કરન જોહરની Tweet કર્યાના લગભગ દોઢ કલાક બાદ શાહરૂખે આ મામલે હસ્તક્ષેપ કર્યો હતો. શાહરૂખે Tweet કરતા કહ્યું,

“મને સોશિયલ મિડિયા પર સ્પષ્ટતા કરવી ગમતી નથી. કરન જોહર ટેક્નિકલી અપંગ છે પરંતુ તેની કપડાંઓ અંગેની ચોઈસ ખુબ સરસ છે. જીવનની જેમ જ Twitter કોઈ નિયમ સાથે આવતું નથી આથી ભૂલ થવી કુદરતી છે અને આ ઉપરાંત તેની આંગળીઓ ખૂબ જાડી છે. તો પછી, બધા શાંતિ રાખો, પ્રેમ કરો યુદ્ધ નહીં તેમાં વધુ આનંદ છે.

આમ મામલો થાળે તો પડી ગયો હતો પરંતુ એક વાત અહીં સાબિત થઇ ગઈ હતી કે એમનેમ કોઈ આ પ્રકારની ભૂલ ન કરે. કોઇપણ વ્યક્તિ Tweet વાંચ્યા વગર તેને ReTweet અથવા તો લાઈક કરે તો એ તેની ભૂલ ગણાય છે. શાહરૂખ ખાનને અપશબ્દો કહેતી Tweetને લાઈક કરવાની ભૂલ કરન જોહરે સ્વિકારી લીધી હોત તો મામલો ત્યાંજ થાળે પડી ગયો હોત.

લાગતું વળગતું: મને મારી સેકસ્યુઆલિટી પર ગર્વ છે: કરન જૌહર

પરંતુ, કરન જોહરે ભૂલ સ્વિકારવાને બદલે ઓળીયો ઘોળીયો ટેક્નીકલ પ્રોબ્લેમ પર નાખી દીધો. Twitterનો કાયમી ઉપયોગ કરનારાઓ ને ખબર જ હશે કે જે ટેક્નિકલ ખામીઓ કરન જોહરે જણાવી છે એવું થવું શક્ય જ નથી. પણ આ તો શાહરૂખ ખાન મદદે આવ્યો એટલે કરન જોહરનું માન જળવાઈ ગયું નહીં તો સોશિયલ મિડીયામાં બાલ કી ખાલ કાઢનારા પણ છે જ.

eછાપું

તમને ગમશે: વાજપેયીની ઐતિહાસિક દિલ્હી – લાહોર બસયાત્રા જેને પાકિસ્તાન હજી યાદ કરે છે…

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here