IPL 2019 | મેચ 5 | ધીમી પીચે મેચને રસપ્રદ બનાવી

0
315
Photo Courtesy: iplt20.com

ઘણીવાર એવું બને છે કે લો સ્કોરિંગ મેચ ખૂબ રસપ્રદ બની જતી હોય છે. આજની આ મેચ પણ એવી જ રહી હતી, જો કે તેમાં ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડની ધીમી અને નીચી પીચનો મોટો ફાળો રહ્યો હતો.

Photo Courtesy: iplt20.com

પોતપોતાની પહેલી મેચ જીતી ચૂકેલી દિલ્હી કેપિટલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ આજે દિલ્હીના ફિરોઝશાહ કોટલા મેદાન પર IPL 2019ની ચોથી મેચ રમ્યા હતા. ધીમી અને નીચી રહેતી પીચ પર દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે ટોસ જીતીને પહેલા બેટિંગ લેવાનો નિર્ણય લીધો હતો.

શરૂઆતમાં બોલ બેટ પર સારો આવતો હોવાથી પૃથ્વી શો અને શિખર ધવને તેજ શરૂઆત કરી હતી, પરંતુ પૃથ્વી શો ફરીથી સારી શરૂઆત બાદ આઉટ થઇ ગયો હતો જ્યારે શિખર ધવને પોતાની અડધી સદી પૂરી કરી હતી. પરંતુ બાદમાં DCના બેટ્સમેનોની તકલીફ શરુ થઇ હતી.

શ્રેયસ ઐયર અને અન્ય બેટ્સમેનો સતત ધીમી થઇ રહેલી પીચ પર શોટ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા અને પોતાની વિકેટો ગુમાવતા રહ્યા હતા. દિલ્હી કેપિટલ્સની પહેલી મેચના હીરો ઋષભ પંતે શરૂઆત તો ગઈ મેચના અંદાજમાં જ કરી હતી પરંતુ ડ્વેન બ્રાવોએ પંત અને કોલિન ઇન્ગ્રામને એક જ ઓવરમાં આઉટ કરી દેતા દિલ્હી મોટો સ્કોર ઉભો નહીં કરી શકે તે નક્કી થઇ ગયું હતું.

ટોસ વખતે શ્રેયસ ઐયરે 170-180નો સ્કોર ખડો કરવાનું કહ્યું હતું પરંતુ છેવટે દિલ્હી કેપિટલ્સ માત્ર 147 રન જ કરી શક્યા હતા.

સતત ધીમી થઇ રહેલી પીચ પર કદાચ આટલો ટાર્ગેટ એચીવ કરવો પણ CSK માટે અઘરો પડી શકે તેમ હતો. અંબાતી રાયુડુના જલ્દીથી આઉટ થઇ ગયા બાદ શેન વોટ્સન અને સુરેશ રૈના એ પાવર પ્લેની ઓવરોમાં જ DCના બોલરોની નબળી બોલિંગનો ફાયદો ઉઠાવતા તેમની બરોબરની ધોલાઈ શરુ કરી હતી. એક રીતે જોવા જઈએ તો ચેન્નાઈ સુપર કિંગ્સના બેટ્સમેનોએ પાવર પ્લેની ઓવરોમાં જ રનચેઝ સમાપ્ત કરી દીધો હોય એવું લાગી રહ્યું હતું.

તેમ છતાં, અમિત મિશ્રાએ દિલ્હી કેપિટલ્સ માટે ખતરનાક બની ગયેલા વોટ્સન અને રૈનાની વિકેટ લીધી હતી અને પોતાની ટીમ માટે એક ચાન્સ ઉભો કર્યો હતો. ત્યારબાદ પીચે ફરીથી પોતાનો સ્વભાવ દેખાડવાનું શરુ કર્યું હતું અને ધોની અને જાધવને રન બનાવવામાં તકલીફ પડી હતી. 19મી ઓવરના છેલ્લા દડે ધોનીએ સિક્સર મારીને મેચ CSKના ખિસ્સામાં લાવી દીધી હતી. છેલ્લી ઓવરના પહેલા દડે જાધવની વિકેટ અને પછી પણ બે દડા પર રન ન થતા ટેન્શન વધ્યું હતું, પરંતુ બ્રાવોની બાઉન્ડ્રીએ મેચ છેવટે ચેન્નાઈના પક્ષમાં લાવી દીધી હતી.

ટૂંકું સ્કોરબોર્ડ

IPL 2019 | મેચ 5 | દિલ્હી કેપિટલ્સ વિ. ચેન્નાઈ સુપર કિંગ્સ

ફિરોઝશાહ કોટલા ગ્રાઉન્ડ, દિલ્હી

ટોસ: દિલ્હી કેપિટલ્સ (બેટિંગ)

દિલ્હી કેપિટલ્સ 147/6 (20) રન રેટ: 7.35

શિખર ધવન 51 (45)

રિષભ પંત 25 (13)

ડ્વેન બ્રાવો 3/33 (4)

દિપક ચાહર 1/20 (4)

ચેન્નાઈ સુપર કિંગ્સ 150/4 (19.4) રન રેટ 7.73

શેન વોટ્સન 44 (26)

મહેન્દ્ર સિંગ ધોની 32* (35)

સુરેશ રૈના 30 (16)

અમિત મિશ્રા 2/35 (4)

કાગીસો રબાડા 1/26 (3.4)

પરિણામ: ચેન્નાઈ સુપર કિંગ્સ 6 વિકેટે જીત્યું.

મેન ઓફ ધ મેચ: શેન વોટ્સન (ચેન્નાઈ સુપર કિંગ્સ)

અમ્પાયરો મરાઈસ ઈરેસમસ અને નીતીન મેનન | અનીલ દાંડેકર (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: જવાગલ શ્રીનાથ

પોઈન્ટ્સ ટેબલ

Photo Courtesy: iplt20.com

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here