IPL 2019 | મેચ 9 | કે એલ રાહુલની ફોર્મવાપસી; પંજાબ આરામથી જીત્યું

0
372
Photo Courtesy: iplt20.com

ચંડીગઢ પાસે આવેલા મોહાલીમાં રમાયેલી આજની મેચ વગર કોઈ ઉતાર ચડાવ કે પછી વિવાદ વગર જ પૂર્ણ થઇ ગઈ હતી. જો આ હાઈ સ્કોરિંગ ગેમ ન હોત તો દર્શકોને ખરેખર કંટાળો આવત.

Photo Courtesy: iplt20.com

ક્રિકેટમાં ઘણી મેચો એવી હોય છે કે જાણેકે તે જે-એ ફોર્મેટના નિયમોનું જાણેકે અક્ષરસઃ પાલન કરતી હોય. આજની મેચ પણ એવી જ એક મેચ બની રહી હતી.

કિંગ્સ ઈલેવન પંજાબે મોહાલીની પરંપરાગત બેટિંગ પીચ પર ટોસ જીતીને મુંબઈ ઇન્ડિયન્સને બેટિંગ આપવાનું રિસ્ક લીધું. શરૂઆતમાં રોહિત શર્માની તાબડતોડ બેટિંગ જોતા એવું લાગ્યું કે કદાચ KXIPને છેલ્લે પસ્તાવાનો વારો આવશે, પરંતુ હાર્ડસ વિલ્યોને સમયસર રોહિત શર્માને lbw આઉટ કરી દીધો હતો. જો કે રિપ્લે જોતા ખ્યાલ આવ્યો કે રોહિત નોટ આઉટ હતો પરંતુ તેમ છતાં તેણે રિવ્યુ લેવાનું મુનાસીબ ન માન્યું.

રોહિતની વિદાય બાદ ડી કોકે MIની ઇનિંગની જવાબદારી સંભાળી અને કેટલાક આકર્ષક શોટ્સ માર્યા હતા. ડી કોકના સામે છેડે એક પછી એક વિકેટો પણ પડી રહી હતી અને ડી કોકના પણ આઉટ થવાથી મુંબઈ ધાર્યો સ્કોર એટલેકે 170+ નહીં કરી શકે તેવું લાગી રહ્યું હતું. હાર્દિક પંડ્યાએ ફરીથી પોતાનું ફોર્મ દેખાડતા માત્ર 19 બોલમાં 31 રન બનવા MIને 176 રનના ટ્વેંટી20 ફોર્મેટના સન્માનજનક સ્કોર પર પહોંચાડ્યું.

કિંગ્સ ઈલેવન પંજાબને એક સારી શરુઆતની જરૂર હતી. કે એલ રાહુલના ફોર્મ અંગેની જાણેકે તેને ખુદને ચિંતા હોય તેમ તેણે શાંતિથી રન બનાવવાનું શરુ કર્યું હતું. તો સામે છેડે ક્રિસ ગેલે પોતાનો ઝંઝાવાત જારી રાખ્યો હતો. આ બંનેએ પહેલી વિકેટ માટે 57 રન બનાવ્યા હતા. ગેલના આઉટ થયા બાદ મયંક અગરવાલ રાહુલ સાથે જોડાયો હતો અને તેણે અને રાહુલે રનગતિ વધુ ફાસ્ટ બનાવી હતી. મયંક અગરવાલ એવા સમયે આઉટ થયો હતો જ્યારે KXIP સુરક્ષિત ભૂમિ પર પહોંચી ગયું હતું.

આમ આ IPLમાં કદાચ આ પહેલી મેચ હતી જેમાં કોઇપણ પ્રકારના ઉતાર ચડાવ કે પછી વિવાદ થયો ન હતો અને લોકેશ રાહુલના ફોર્મમાં પરત આવવાને લીધે કિંગ્સ ઈલેવન પંજાબે એક આસાન વિજય મેળવી લીધો હતો.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019 | મેચ 9 | કિંગ્સ ઈલેવન પંજાબ વિ. મુંબઈ ઇન્ડિયન્સ

પંજાબ ક્રિકેટ એસોસિએશન આઈ એસ બિન્દ્રા સ્ટેડિયમ, મોહાલી (ચંડીગઢ)

ટોસ: કિંગ્સ ઈલેવન પંજાબ (બોલિંગ)

મુંબઈ ઇન્ડિયન્સ 176/7 (20) રન રેટ: 8.8

ક્વિન્ટન ડી કોક 60 (39)

રોહિત શર્મા 32 (18)

હાર્દિક પંડ્યા 31 (19)

મુરુગન અશ્વિન 2/25 (4)

હાર્ડસ વિલ્યોન 2/40 (4)

કિંગ્સ ઈલેવન પંજાબ 177/2 (18.4) રન રેટ: 9.61

લોકેશ રાહુલ 71* (57)

ક્રિસ ગેલ 40 (24)

મયંક અગરવાલ 43 (21)

કૃણાલ પંડ્યા 2/43 (4)

પરિણામ: કિંગ્સ ઈલેવન પંજાબ 8 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: મયંક અગરવાલ (કિંગ્સ ઈલેવન પંજાબ)

અમ્પાયરો: વિનીત કુલકર્ણી અને ક્રિસ ગેફની | અનીલ કુમાર ચૌધરી (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: વેન્ગાલીલ નારાયણ કુટ્ટી

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here