એક રોકાણકાર તરીકે શેરબજારમાં ‘બીગર પિક્ચર’ કેવી રીતે જોઈ શકાય?

0
243
Photo Courtesy: americasretirementincome.com

શેરબજાર હંમેશા લાંબી રેસનો ઘોડો હોય છે. પરંતુ અહીં લાંબે ગાળે મોટું વળતર મેળવવા માટે જે બીગર પિક્ચર જોવાની વાત છે એ શું છે?

Photo Courtesy: americasretirementincome.com

એક રોકાણકાર તરીકે શેરબજારમાં રોકાણ કરતા પહેલાં બે મહત્વના મુદ્દાઓને ધ્યાનમાં લેવાના છે

1) યોગ્ય અને સાચા ધંધામાં રોકાણ કરો

2) ‘લુક એટ ધ બીગર પિક્ચર’ સમગ્ર બહોળા પિક્ચરને ધ્યાનમાં લો

હવે આ બંને મુદ્દાઓને વિસ્તારથી સમજીએ.

સાચા યોગ્ય અને નફાકારક ધંધામાં રોકાણ કરવું મહત્વનું છે ધ્યાન રહે કે રોકાણ એ થ્રિલ નથી પરંતુ સ્લો એન્ડ સ્ટેડી અને ધીરજથી તમે આ રમત જીતી શકો છો.

પીટર લીચે કહ્યું છે કે “જે ધંધાને તમે પેન્સિલથી ચીતરી ના શકો એમાં રોકાણ કરવું નહી.“

ધંધાનો ઊંડો અભ્યાસ જરૂરી છે કારણકે તમે જયારે ધંધો મજબુત ફંડામેન્ટલ સાથે ખરીદો છો ત્યારે તમને ખાત્રી હોય છે કે લાંબાગાળામાં બજારની તેજી મંદી ને ખમી શકશે અને સાથે સાથે તમારી મુડીને ચક્રવૃદ્ધિ દરે વધારશે. આને આપણે એક દાખલાથી સમજીએ.

મારુતિ સુઝુકી 2003માં એક શેરે રૂ 125ના ભાવે બજારમાં લીસ્ટ થયો અને ડિસેમ્બર 2017માં એનો ભાવ હતો રૂ. 10,000 એટલે  કુલ 8,000 ટકાનું વળતર જે 15 વર્ષમાં આવેલી 2008ની મોટી મંદી અને અવારનવારના તેજી મંદીમાં પણ શકય બન્યું હતું.

આજે પણ મારુતિ શા માટે રોકાણ માટે યોગ્ય છે? એનું રહસ્ય છે.

1) એ માર્કેટમાં 50% હિસ્સા સાથે લીડર છે

2) એનાં માલની સરખામણી ન થઇ શકે એની પ્લાન્ટ કેપેસીટી હાજર માલ અને સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક અજોડ છે

3) આખા દેશમાં ફેલાયેલ સેલ્સ એન્ડ સર્વિસ નેટવર્ક

4) શરૂઆતમાં નવા નવા કાર ખરીદનારની પસંદ તરીકેની બ્રાન્ડ ઈમેજ હતી એમાંથી આજે પ્રીમીયમ કાર બનાવનાર તરીકે ઉભરી આવી

5) મજબુત રીસર્ચ એન્ડ ડેવલપમેન્ટ

6) અંદાજીત આવનારા ત્રણ વર્ષમાં 30 ટકા કમ્યુલેટીવ એન્યુઅલ ગ્રોથ રેટ ના દરે વૃદ્ધિ

7) PE મલ્ટીપલ 215x FY 20E

આ મજબૂતીને લીધે આજે પણ મારુતિના શેરમાં વૃદ્ધીની ક્ષમતા છે અને આવા ધંધામાં જ લાંબાગાળે વેલ્થ વધે.

આવા ધંધા ઓળખવા કઈ રીતે?

ફંડામેન્ટલસ એકદમ ઓછું દેવું મૂડી પર વધુ વળતર તંદુરસ્ત બેલેન્સશીટ આવક અને વૃદ્ધિ અને સતત કેશ ફલો.

ક્વોલીટી ઓફ બીઝનેસ હરીફાઈમાં ટકી શકે એવો માલ સ્પસ્ટ કોર્પોરેટ ગવર્નન્સ પોલીસી અને રિસ્ક મેનેજમેન્ટ પ્રોસેસ પારદર્શક અને કાબેલ અને દીર્ઘદ્રષ્ટા મેનેજમેન્ટ લીડરશીપ અને નિર્ધારિત ગોલ પુરા કારણો પ્લાન નવી ટેકનોલોજીનો સ્વીકાર અને નવી શોધો માટે નું સતત રીસર્ચ અને ડાયનેમિક ઇન્ડસ્ટ્રી લેન્ડસ્કેપ.

થોડી બુદ્ધિમતા અને રિસર્ચના સાધનો વડે તમે નબળા અને નુકશાનકારક ધંધાને ઓળખી શકો છો જે તમને આવતીકાલના વેલ્થ ક્રિએશનમાં મદદરૂપ થાય છે.

લાગતું વળગતું: રોકાણ તો બધા કરે પણ તમે શેરબજારમાં વેલ્થ કઈ રીતે ઉભી કરશો?

હવે બીજા મુદ્દાને જોઈએ

ભારત આજે વિશ્વમાં સૌથી વધુ ગતિએ વૃદ્ધિ પામતું અર્થતંત્ર છે અને 2025 સુધીમાં 5 ટ્રીલયન ડોલરનું અર્થતંત્ર એટલેક વિશ્વનું ત્રીજા નંબરનું અર્થતંત્ર બની જશે એવો અંદાજ છે.

2005માં ભારતનો GDP 800 બિલિયન ડોલર હતો. 2010માં એક 1.6 ટ્રીલયન ડોલર થયો અને 2018માં વધીને 2.6 ટ્રીલયન ડોલર થયો. આ વધારા પાછળ ગ્રાહકોએ કરેલ સૌથી વધુ ખર્ચ એમાં સૌથી મોટું કારણ છે પ્રજાની ખરીદશકિત વધી છે અને પ્રજા ખર્ચ પણ કરે છે. ગ્રાહકનો આ ખર્ચ આજે 1.5 ટ્રીલયન ડોલરથી વધીને 2030માં 6 ટ્રીલયન થવાનો અંદાજ છે. મજબુત અર્થતંત્ર આજ દરે વૃદ્ધિ દર્શાવે છે.

આનું સૌથી મોટું ઉદાહરણ 2008ની મંદી જયારે રોકાણકારો રોકાણકારો ગભરાટમાં બધું વેચીને ચાલ્યા ગયા હતા છતાં જે રોકાણકારો એ સમગ્ર બહોળા પિક્ચર ને જોયું 2008માં મંદીના સમયમાં રોકાણ પકડી રાખી ઉલટાનું વધુ રોકાણ કર્યું એમણે બે વર્ષના ગાળામાં જ મોટો નફો કર્યો.

2008ના લેહમેન ક્રાઈસીસમાં બજાર 61% પડ્યું જે 18 મહિનામાં જ 104% ઊછળ્યું. મુંબઈ સ્ટોક એક્સચેન્જ નો સેન્સેક્સ જે નીચાણમાં 03.12.2008ના 8854.81 હતો એ 7 એપ્રિલ 2010માં વધીને 18047.46 આંક થયો આનું કારણ એજ કે બજાર ઇન્ડિયા ગ્રોથ સ્ટોરી પર ચાલે છે.

શું તમે આવા બીગર પિક્ચર ને જુઓ છો ?

કેસ લઈએ ઓક્ટોબર 2016માં સેન્સેક્સ હતો 26000. નવેમ્બરમાં વિચાર્યું અમેરિકાની ચુંટણીના પરિણામ શું આવે એ જોઈએ.

ડિસેમ્બર 2016માં વિચાર્યું ડીમોનેટાઈઝેશનની શું અસર થાય એ જોઈએ.

2017માં જાન્યુઆરીમાં વિચાર્યું યુપીની ચુંટણી પછી વાત

માર્ચ 2017માં RBIની પોલીસી આવે એની રાહ જોઈએ

એપ્રિલ 2017માં સેન્સેક્સ 30000

જુન 2017માં GSTની અસર જોઈએ

જુલાઈ 2017માં ચોમાસું કેવું જાય છે એની રાહ જોઈએ

ઓગસ્ટ 2017માં સેન્સેક્સ 35000 પર

સપ્ટેમ્બર 2017માં થોભો અને રાહ જુઓ

જાન્યુઆરી 2018માં સેન્સેક્સ 35965

બજેટમાં શું આવે છે એની રાહ જોઈએ

માર્ચ 2019 સેન્સેક્સ 36422 અને હજી મંદીની રાહ જોવાઈ રહી છે

દાખલા તરીકે ડીસેમ્બર 2016માં ડીમોનેટાઈઝેશન હેઠળ સેન્સેક્સ 26500 -26800 સુધી હતો એ આશ્ચર્યજનક રીતે એપ્રિલ ૨૦૧૭માં વધીને 30005 થઇ ગયો.

પરંતુ આવા પ્રસંગોને અવગણી બીગર પિક્ચર પર ધ્યાન કેન્દ્રિત કરો અને દેશનું અર્થતંત્ર વધી રહ્યું છે એ જુઓ સાથે સાથે ધંધાના ફંડામેન્ટલસ પર ધ્યાન આપો.

રિસર્ચ એન્ડ રેન્કિંગ:  અનુવાદ નરેશ વણજારા

આ પ્રકારના પ્રેરણાત્મક આર્થિક આર્ટિકલ્સ અંગ્રેજીમાં વાંચવા રિસર્ચ એન્ડ રેન્કિંગ વેબસાઈટની અહીં ક્લિક કરીને અવશ્ય મુલાકાત લો.    

આ લેખ એક શૈક્ષણિક હેતુથી લખાયેલ લેખ છે અહી જણાવેલ નાણાકીય પ્રોડક્ટ કે શેરમાં રોકાણ કરવા કે લે વેચ કરવાની સલાહ નથી નાણાકીય પ્રોડકટ અથવા શેરમાં રોકાણ કે લે વેચ માટે તમારા નાણાકીય સલાહકારની સલાહ અચૂક લો

આ કોલમમાં આપવામાં આવતી રોકાણ અંગેની સલાહો અને તેના વિચારો શ્રી નરેશ વણજારાના પોતાના છે જે  મુંબઈ સ્થિત એક ઇન્વેસ્ટમેન્ટ નિષ્ણાત છે અને eછાપું  અહીં આપેલી સલાહને પોતાના તરફથી  કોઈ પણ પ્રકારનું અનુમોદન આપતું નથી. વધુ માહિતી માટે વાચક તેમનો સીધો સંપર્ક તેમના મોબાઈલ નંબર- 98217-28704 પર કોલ કરી અને યોગ્ય માર્ગદર્શન મેળવી શકે છે.

eછાપું

તમને ગમશે: ભારતની વિદેશનીતિ – બિનજોડાણવાદથી બહુજોડાણવાદ તરફ!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here