પ્રિયંકા વાડ્રા ખુલાસો કરે છે કે બટાકામાંથી સોનુ બનાવવાનું મશીન ક્યાં છે

0
316
Photo Courtesy: washingtonpost.com

છેવટે આજે આપણને ખબર પડશે કે રાહુલ ગાંધીએ કહેલું બટાકામાંથી સોનુ બનાવવાનું મશીન ક્યાં રાખ્યું છે. આ ખુલાસો કરવા જઈ રહ્યા છે ખુદ પ્રિયંકા વાડ્રા!

Photo Courtesy: washingtonpost.com

મિત્રો, fryday ફ્રાયમ્સમાં ફરી એકવાર આપનું શાનદાર અને જાનદાર સ્વાગત છે… આજે આપણી વચ્ચે ઉપસ્થિત છે, દાદીના નાકને જીવંત રાખનાર, મા ગંગાની બેટી અને કોંગ્રેસનાં મહા સચિવ પ્રિયંકા વાડ્રા..

પંકજ પંડ્યા : વેલકમ પ્રિયંકાજી….

પ્રિયંકા વાડ્રા : આભાર…

પંકજ પંડ્યા : ચૂંટણીના સમયમાં ખાસ સમય કાઢીને અહીં પધારવા બદલ ખૂબ ખૂબ આભાર….

પ્રિ. વા : થેન્ક્સ અગેઇન…

પંકજ પંડ્યા :  સૌ પ્રથમ તો હું એ પૂછવા માગીશ કે પાછલા વર્ષોમાં જેટલા લોકોએ જાતિવાદી ઝેર ફેલાવવાનું કામ કર્યું છે… કોંગ્રેસે એમની તરફ પોતાનો હાથ લંબાવ્યો છે…. કંઈ ખાસ કારણ ?

પ્રિ. વા: મન ફાવે એવા આરોપ ના મૂકો….

પંકજ પંડ્યા : આ મનઘડત આરોપ નથી દીવા જેવું સ્પષ્ટ છે…

પ્રિ. વા: એમ તો મારી જોડે સાબિતી છે કે તમારું આતંકવાદી જૂથ જોડે કનેક્શન છે…

પંકજ પંડ્યા : નર્યો બકવાસ…. હું તો મરતાને ય મર કહું એમાંનો નથી….. અને હા… મારતા ને માર પણ નથી કહેતો….

પ્રિ. વા: રહેવા દો એ બધી ડાહી ડાહી વાતો… મેં કહ્યું ને…. કે મારી જોડે સાબિતી છે…

પંકજ પંડ્યા : જે વસ્તુ અસ્તિત્વમાં જ નથી એની સાબિતી ક્યાંથી હોય ?

પ્રિ. વા: તો હું આવી ત્યારે….. હું ખાતરીપૂર્વક કહી શકું છું કે તમે કોઈ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલ વ્યક્તિ સાથે ફોન પર વાત કરતા હતા….

પંકજ પંડ્યા : શું વાત કરો છો ? હું આતંકવાદી જોડે વાત કરતો હતો અને એ વાતની મને જ ખબર નથી ? તમે જ કહો કે હું આતંકવાદી જોડે શું વાત કરી રહ્યો હતો ?

પ્રિ. વા: તમે ફોન પર બોલેલા…હાઉ ઇઝ જૈશ

પંકજ પંડ્યા : હું આવું બોલવાનું તો દૂર..  ઊંઘમાં પણ વિચારી ના શકું….

પ્રિ. વા: મેં મારા સગા કાને સાંભળ્યું છે… શું તમે એમ કહેવા માંગો છો કે હું ખોટું બોલું છું ????

પંકજ પંડ્યા : હાહાહાહાહા…… હાહાહાહાહા…… હાહાહાહાહા…… હાહાહાહાહા……

પ્રિ. વા: હમણાં થોડીવાર પહેલાં સંત બનતા હતા… અને હવે પોલ ખૂલી ગઈ એટલે રાક્ષસની જેમ અટ્ટહાસ્ય કરો છો… કંઈ શરમ બરમ જેવું છે કે નહીં ?

પંકજ પંડ્યા : ઓ મોટા બેન…… તમારા ચરણ ક્યાં છે ? ક્યાંથી લાકડે માંકડું વળગાડો છો ? હું કોઈ જૈશના આતંકવાદી જોડે વાત નહોતો કરતો ….

પ્રિ. વા: તો કોની જોડે વાત કરતા હતા…

પંકજ પંડ્યા : મારો એક ફ્રેન્ડ છે…. જયેશ… ઘણા સમયથી એની જોડે વાત નહોતી થઈ એટલે એને ફોન જોડેલો અને જયેશ વોશરૂમમાં હતો એટલે એની પત્નીએ ફોન ઉપડેલો… એટલે મેં પૂછ્યું… “હાઉ ઇઝ જયેશ” …. હું જયેશ બોલેલો… જૈશ નહિ…

પ્રિ. વા: ઓહ… હાહાહાહા… હાહાહાહા…

પંકજ પંડ્યા : બીજી એક વાત પૂછું ?

પ્રિ. વા: પૂછો… પૂછો… મજા આવે છે….

પંકજ પંડ્યા : તમારા ભાઈ શ્રી રાહુલ ગાંધીએ પેલું બટાટામાંથી સોનુ બનાવવાનું મશીન ક્યાં મૂક્યું છે ?

પ્રિ. વા: હાહાહાહા… હાહાહાહા… હાહાહાહા… હાહાહાહા… હાહાહાહા… હાહાહાહા

પંકજ પંડ્યા : ઓહ.. તમે એમના બેન થઈને મજાક ઉડાવો છો ? નોટ ગુડ…

પ્રિ. વા:  અરે એવું નથી….. પણ તમેય રહસ્ય  જાણશો તો અવાક થઈ જશો… પણ નથી કહેવાય એવું….

પંકજ પંડ્યા : કહી દો ને…

પ્રિ. વા: એમ ના કહેવાય…

પંકજ પંડ્યા : જુઓ.. તમને fryday ફ્રાયમ્સમાં આવીને ખૂબ મજા આવી એ તમે ખુદ સ્વીકાર્યું છે… કદાચ ઘણા સમય પછી તમે આટલું બધું હસ્યા છો… તો બટાકામાંથી સોનુ બનાવવાનું રહસ્ય જણાવી જ દો… પ્લીઝ…

પ્રિ. વા: ઓ.કે… ખરેખર એવું કોઈ મશીન છે જ નહીં….

પંકજ પંડ્યા : તો ?

પ્રિ. વા: તમને ખબર જ હશે કે લોખંડને પારસનો સ્પર્શ થવાથી એ સોનુ બની જાય છે….

પંકજ પંડ્યા : હા… મેં પણ સાંભળ્યું છે… પણ એનો આપણી વાતથી શો સંબંધ…

પ્રિ. વા: અમે ખરેખર તો પારસી છીએ…

પંકજ પંડ્યા : ઓહ… માય ગોડ…… ઓહ… માય ગોડ……

પ્રિ. વા: અને આ વાત લોકોને ખ્યાલ ના આવી જાય એટલે જ એ લોકો ને ધંધે લગાડવા જનોઈધારી બ્રાહ્મણ હોવાનું નાટક કરતો હતો.

પંકજ પંડ્યા : સ્માર્ટ બોય…

પ્રિ. વા: તમને જેમાં પપ્પુવેડા લાગતા હોય એમાં કંઈ ને કંઈ ગણતરી હોય છે…

પંકજ પંડ્યા : ગુડ… સાંભળ્યું છે કે શિમલા નજીક કૂફરીમાં તમે આલિશાન બંગલો બનાવડાવ્યો છે..

પ્રિ. વા:  અમારે બંગલો ય નહીં બનાવવાનો ?

પંકજ પંડ્યા : વાત એ નથી… પણ ત્યાં વારંવાર જમીનદોસ્ત કરીને ફરી ફરી બાંધકામ કરવામાં આવ્યું એવું આધારભૂત સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે….

પ્રિ. વા: એનાં બે કારણો છે…

પંકજ પંડ્યા : કયાં બે કારણો ?

પ્રિ. વા: એક તો તમે જાણો જ છો કે મારા પતિ શ્રી રોબર્ટ વાડ્રા બહુ મોટા જમીન દોસ્ત છે…

પંકજ પંડ્યા : હાહાહાહા… અને બીજું કારણ ?

પ્રિ. વા: બીજું કારણ લાગણીઓથી જોડાયેલું છે.

પંકજ પંડ્યા : લાગણીઓથી ? Fryday ફ્રાયમ્સના ચાહકોને એ જાણવામાં વધુ રસ છે… જણાવો….

પ્રિ. વા: જ્યારે બંગલાનું કામ ચાલતું હતું ત્યારે હું અવારનવાર ત્યાં મુલાકાત લેતી હતી અને આદતવશ ત્યાં કામ કરતા મજૂરો જોડે વાતચીત કરતી… વાત વાતમાં જાણવા મળ્યું કે એ કામ પૂર્ણ થયા પછી એ લોકોને નવું કામ જલ્દી નહીં મળે તો શું થશે એ અંગે તેઓ ચિંતિત હતા… મેં સંકલ્પ કર્યો કે મારા બંગલાનું કામ શક્ય હોય ત્યાં સુધી લંબાય એવા પ્રયત્ન હું કરીશ…

પંકજ પંડ્યા : વાઉ…. તમે અને તમારો સમગ્ર પરિવાર હંમેશા ગરીબોની પડખે ઊભો રહ્યો છે… એ બાબત ખરેખર પ્રશંસનીય છે…

પ્રિ. વા: થેન્ક્સ…

પંકજ પંડ્યા : અને ગરીબોની ગરીબાઈને ઊની આંચ આવે માટે તમારી વર્ષોની તપસ્યાને તો સો સો સલામ….

પ્રિ. વા: હવે બસ….

પંકજ પંડ્યા : અરે તમે તો નારાજ થઈ ને પંજો ઊગામો છો …. હમણાં તો કહેતા હતા કે તમને ….

પ્રિ. વા: હા… મજા આવી ગઈ … પણ મજાની ય એક લિમિટ હોય… ચાલો હું જાઉં હવે…

પંકજ પંડ્યા : ઓ.કે. ઓલ ધ બેસ્ટ….

(Disclaimer : The contains here are absolutely imaginary and has nothing to do with reality.. There is no intention to hurt anyone  as it has only created for pun and fun by default… If someone is still hurt, please take care)

eછાપું

તમને ગમશે: r/India Reddit એટલે લેફટીસ્ટ પોલિટિકલ બાયસનું સચોટ ઉદાહરણ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here