IPL 2019 | મેચ 20 | RCB IPLના એક્ઝીટ ડોરની નજીક પહોંચ્યું

0
148
Photo Courtesy: iplt20.com

રોયલ ચેલેન્જર્સથી જીત ખબર નહીં કેમ આટલી દૂર ભાગે છે. તે ગમે તેટલી કોશિશ કરે છે પણ તેના નસીબમાં આ સિઝનમાં એક પણ વિજય નથી આવ્યો, જ્યારે આ મેચમાં તો તેણે જીતની કોઈ કોશિશ પણ નહોતી કરી.

Photo Courtesy: iplt20.com

કોઈના પણ નસીબ એટલા તો ખરાબ નથી જ હોતા કે તે મહેનત કરીને તેને સુધારી કે બદલી ન શકે. રોયલ ચેલેન્જર્સ ખબર નહીં પણ કેમ જીતવાના કોઈ પ્રયાસો જ નથી કરી રહ્યું. અગાઉની મેચમાં કોલકાતા નાઈટ રાઈડર્સ સામે 200નો ટાર્ગેટ ઉભો કર્યો તો પણ પાંચ બોલ બાકી રહેતા હારી ગયું હતું અને આ મેચમાં તો જાણેકે આખી ટીમને જીતવામાં કોઈ રસ જ ન હોય એવું લાગી રહ્યું હતું.

દિલ્હી કેપિટલ્સે એક અઘરી પીચ પર બેંગ્લોરને પહેલી બેટિંગ કરવાનું કહ્યું. પાર્થિવ પટેલના તરત આઉટ થવા બાદ જવાબદારી કેપ્ટન કોહલી પર આવી ગઈ અને તે પહેલેથી જ ધીમી બેટિંગ કરવા લાગ્યો. મોઈન અલી સિવાય કોહલીના સામે છેડે આવતા બેટ્સમેનોને શરૂઆત તો સારી મળી પરંતુ તેઓ રન ગતિને એટલી ઝડપી ન બનાવી શક્યા કે વિરાટ કોહલીને કોઈ રાહત થાય. એક પછી એક વિકેટો પડતી જતી હતી અને મોઈન અલીએ કોહલીને ટેકો આપ્યો પરંતુ તેના આઉટ થયા બાદ કોહલી પણ આઉટ થઇ ગયો.

તેમ છતાં આ પીચ પર 150નો ટાર્ગેટ સાવ સરળ તો નહોતો જ રહેવાનો. RCBને ગઈ મેચ તેના બોલરોએ હરાવી હતી અને આજે પણ એ જવાબદારી તેમણે જ લીધી હતી. શિખર ધવનની વિકેટ પડ્યા બાદ પૃથ્વી શૉ અને દિલ્હીના કેપ્ટન શ્રેયસ ઐયરે પીચની પરવા કર્યા વગર જ શોટ્સ રમવાનું શરુ કર્યું હતું જેણે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ઇનિંગ વિરુદ્ધ ટીમ પર પ્રેશર પડવા દીધું ન હતું. પૃથ્વીના આઉટ થયા પછી પણ શ્રેયસે એક છેડો જાળવી રાખતા સારી બેટિંગ કરી હતી.

શ્રેયસ ઐયરને કોલિન ઇન્ગ્રામનો સાથ મળ્યો હતો. એક તરફ DC સરળ વિજય તરફ આગળ વધી જ રહ્યું હતું અને વિજયના દ્વાર સુધી આવીને તેની ત્રણ વિકેટો ફટાફટ પડી ગઈ હતી. આ વિકેટોમાં સહુથી મહત્ત્વની વિકેટ ઋષભ પંતની હતી જેણે ખરેખર જવાબદારી નિભાવીને ટીમને છેક જીત સુધી લઇ જવાની હતી, પણ તે અત્યંત ખરાબ શોટ લગાવીને આઉટ થઇ ગયો હતો. તેમ છતાં દિલ્હી કેપિટલ્સ છેવટે તો આરામથી જીતી ગયા હતા.

દિલ્હીની આ જીતથી બેંગ્લોર હવે IPLની બહાર નીકળવાથી માત્ર એક કે બે હાર જ દૂર છે. અહીંથી ભાગ્યેજ કોઈ ટીમ કમબેક કરતી હોય છે. બે સિઝન અગાઉ મુંબઈ ઇન્ડિયન્સ લગભગ RCBની જ પરિસ્થિતિનો સામનો કરી રહ્યા હતા અને ત્યારબાદ સળંગ 7 મેચો જીતીને તે પ્લેઓફ્સમાં પહોંચ્યા હતા અને છેવટે ચેમ્પિયન્સ પણ બન્યા હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર કદાચ આ હકીકતથી પ્રેરણા મેળવી શકે છે.

ટૂંકું સ્કોરકાર્ડ

IPL 2019| મેચ 20| રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વિ. દિલ્હી કેપિટલ્સ

એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર

ટોસ: દિલ્હી કેપિટલ્સ (બોલિંગ)

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 149/8 (20) રન રેટ: 7.45

વિરાટ કોહલી 41 (33)

મોઈન અલી 32 (18)

કાગિસો રબાડા 4/21 (4)

ક્રિસ  મોરીસ 2/28 (4)

દિલ્હી કેપિટલ્સ 152/6 (18.5) રન રેટ: 8.21

શ્રેયસ ઐયર 67 (50)

પૃથ્વી શૉ 28 (22)

નવદીપ સૈની 2/24 (4)

મોઈન અલી 1/22 (4)

પરિણામ: દિલ્હી કેપિટલ્સ 4 વિકેટે જીત્યા

મેન ઓફ ધ મેચ: કાગિસો રબાડા (દિલ્હી કેપિટલ્સ)

અમ્પાયરો: યશવંત બારડે અને એસ રવિ | નંદન (થર્ડ અમ્પાયર)

મેચ રેફરી: મનુ નૈયર

પોઈન્ટ્સ ટેબલ

eછાપું

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here