વોટીંગ લિસ્ટમાં નામ ચેક કરો, Netflix અને MPL પર કમાણી કરો અને બચાવો

0
346
Photo Courtesy: eci.gov.in

લોકસભાની ચૂંટણી નજીક છે ત્યારે તમારું નામ વોટર લિસ્ટમાં છે કે કેમ, Netflixના નવા અને સસ્તા પ્લાન કયા કયા છે અને એક મોબાઈલ ગેમ એપથી કમાણી કેવી રીતે કરી શકો આવો જાણીએ આ Tech Updateમાં.

Photo Courtesy: eci.gov.in

વર્ષ 2019 અને આ વર્ષની સહુથી મોટી ઘટના તેમજ લોકશાહીનો સહુથી મોટો તહેવાર આવી ચુક્યો છે. 11 એપ્રિલ 2019 થી લોકસભાની ચૂંટણી શરૂ થવા જઈ રહી છે. હાલમાં દેશભરમાં પ્રચાર પ્રસાર જોરશોરથી ચાલી રહ્યા છે. પ્રત્યેક પોલિટિકલ પાર્ટી મતદારોને પોતાની તરફ આકર્ષવાના પૂરા પ્રયાસો કરી રહી છે ત્યારે આજે આપણે આ આર્ટિકલની શરૂઆતમાં જ એક એવી application વિશે વાત કરીશું જે ચૂંટણી સમયે ખૂબ જ કામ આવી શકે છે.

Voter Helpline

આ application અત્યારે google play તેમજ Apple app store પર હાજર છે. આ application દ્વારા તમે voters list માં તમારું નામ છે કે કેમ તે જોઈ શકો છો, આ ઊપરાંત તમારું મતદાન મથક કયું છે તે પણ સરળતાથી જોઈ શકો છો. Application download કર્યા પછી સહુથી ઉપર તમે Search Your Name નામનો વિકલ્પ જોઈ શકો છો. અહીંયા ક્લિક કર્યા પછી તમારું નામ, પિતાનું નામ, જેન્ડર, શહેર, રાજ્ય, તાલુકો, મતવિસ્તાર ની માહિતી ભર્યા પછી search કરવાનું રહે છે. આ ઉપરાંત તમે EPIC એટલે મતદાર કાર્ડ નંબર પરથી પણ તમારું નામ search કરી શકો છો. જો તમારું નામ મતદાર યાદીમાં સામેલ હશે તો તરત જ તમારું નામ અને નીચે તમારા મતદાન મથકની માહિતી આવી જશે. આ ઉપરાંત આ applicationમાં તમને વિવિધ રાજકીય પાર્ટીના ઉમેદવારો વિશે તેમજ વીતેલી ચૂંટણીઓના પરિણામ પણ જોવા મળી જશે. આ application પરથી તમે મતદાર યાદીમાં તમારા નામ, સરનામાં માં સુધારણા તેમજ મતદાર યાદીમાં નામ ઉમેરવા ઇચ્છતા હોય તો તેના ફોર્મ પણ આસાની થી મળી જશે. આ ઉપરાંત પ્રથમ વખત મતદાન કરનાર યુવાઓ માટે અહીંયા મતદાન કઈ રીતે કરવું તેમ જ VVPAT મશીન નો ઉપયોગ કઈ રીતે કરવો તેની માહિતી પણ આપવામાં આવી છે. આ application ઉપરાંત તમે https://www.nvsp.in ઉપયોગ પણ કરી શકો છો.

લાગતું વળગતું: ઓફિશિયલ એન્ટરટેનમેન્ટ, સસ્તું સારું અને ટકાઉ

Netflixનો સહુથી સસ્તો પ્લાન

Online streaming ની દુનિયાના બેતાજ બાદશાહ એવા Netflix દ્વારા સહુથી સસ્તા plan માટેનું testing ચાલી રહ્યું છે. આમ તો વૈશ્વિક ક્ષેત્રે Netflix ખૂબ જ પ્રખ્યાત છે પણ ભારતમાં તેને Amazon Prime, Hotstar તેમ જ piracy મજબૂત ટક્કર આપે છે અને આ બધાનો સામનો કરવા હવે તેઓ સસ્તા પ્લાન તરફ નજર માંડી રહ્યા છે. પ્રતિમાસ 250 રૂપિયામાં તમને અનલિમિટેડ Netflix web shows તેમ જ movies ની મજ્જા મળશે પરંતુ આ પ્લાન માત્ર mobile કે tablet પૂરતો જ હશે અને smart tv, desktop કે laptop પર તમે તેનો આનંદ નહિ ઉઠાવી શકો, આ સિવાય આ પ્લાન માં તમને HD કે Ultra HD video streaming નહિ મળે. Screen sharing પણ એક જ device નું મર્યાદિત રહેશે. હાલ આ plan testing mode પર છે પરંતુ ટૂંક સમયમાં જ તેને officially release કરી દેવામાં આવશે. આ ઉપરાંત Netflix સાપ્તાહિક plan વિશે પણ વિચારી રહી છે જેની કિંમત 125 રૂપિયા હશે.

Mobile Premier League 

તાજેતરમાં જ launch થયેલી આ application ની જાહેરખબર આપ અત્યારે tv પર જરૂર જોઈ રહ્યા હશો. આ application પર હાલ 16 જેટલી games હાજર છે. આ games રમવા માટે તેમજ તેના અમુક tasks પુરા કરવા પર તમને MPL cash points મળી શકે છે, આ MPL cash ની મદદથી તમે games રમી અને cash prize જીતી શકો છો, જે તમે તમારા bank account માં સરળતાથી transfer કરી શકો છો. આ ઉપરાંત અહીંયા પણ તમે Dream 11 ની જેમ તમારી Mobile Premier League Team બનાવી શકો છો. MPL cash ની મદદથી તમે વિવિધ league માં તમારી team દ્વારા રમી અને cash prize પણ જીતી શકો છો. Minimum withdrawal 10 રૂપિયાનું છે. Bolxmash નામની game માં હું હમણાં થોડા સમય પહેલા જ 22 રૂપિયા જીત્યો હતો જઉં સરળતાથી મારા paytm માં મેં transfer કર્યા છે, તમે BHIM UPI દ્વારા તેમ જ net banking દ્વારા જીતેલી રકમ તમારા Bank Account માં પણ મેળવી શકો છો.

Final conclusion માં આ વખતે માત્ર એટલું કહીશ કે netflix અને mobile premier league download કરો કે ન કરો પણ 23 એપ્રિલ ના રોજ ગુજરાતમાં થનારા લોકસભા ચૂંટણીના મતદાનમાં મત આપવા ચોક્કસ જજો. દરેક મત મહત્વનો છે.

eછાપું

તમને ગમશે: પાકિસ્તાનની નવી લક્ઝરી આઈટમ – ભારતના ટમેટાં!

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here