એક તાજી RTI અનુસાર વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના પુરોગામી મનમોહન સિંહ કરતા પોતાના શાસનકાળમાં વધુ વિદેશયાત્રાઓ કરી હોવા છતાં તે સરવાળે સસ્તી રહી છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કોઇને કોઇ મુદ્દે ટાર્ગેટ કરતા વિરોધપક્ષો પાસે એક કાયમી આક્ષેપ છે કે વડાપ્રધાનના વિદેશપ્રવાસો પાછળ પ્રજાના નાણાંનો ધુમાડો કરવામાં આવે છે. મોદીજીના વિદેશપ્રવાસોની ફલશ્રુતિ બાબતે વાદવિવાદ થતા રહેશે. પરંતુ, જ્યાં સુધી પ્રજાના નાણાના વિદેશપ્રવાસો પર થતા ખર્ચના આક્ષેપો ની વાત છે, આ બાબતે એક રસપ્રદ એનાલિસિસ રજુ કરવાની ઇચ્છા છે.
Financial Year | Cabinett Ministers incl.PM | Sate Ministers | Total |
2010-11 | 371,630,413 | 47,614,036 | 419,244,449 |
2011-12 | 6,615,778,490 | 49,999,990 | 6,665,778,480 |
2012-13 | 2,168,982,923 | 48,609,059 | 2,217,591,982 |
2013-14 | 427,843,722 | 69,137,636 | 496,981,358 |
2014-15 | 884,870,975 | 24,088,670 | 908,959,645 |
2015-16 | 759,849,941 | 45,357,178 | 805,207,119 |
2016-17 | 369,991,852 | 30,370,024 | 400,361,876 |
2017-18 | 238,597,917 | 37,989,298 | 276,587,215 |
ઉપર મુજબના અધિકૃત આઁકડાઓ પરથી જોઇ શકાય છે કે, UPA શાસનના આખરી ચાર વર્ષ્ એટલે કે 2010-11 થી 2013-14 દરમિયાન વડાપ્રધાન સહિતના મંત્રીમંડળના વિદેશ પ્રવાસો પાછળ થયેલ કુલ ખર્ચ રુપિયા 9,799,596,269/- હતો જેની સામે હાલના NDA શાસનના પ્રથમ ચાર વર્ષના ગાળામાં એટલે કે 2013-14 થી 2017-18 દરમિયાન વડાપ્રધાન સહિતના મંત્રીમંડળના વિદેશ પ્રવાસો પર થયેલ કુલ ખર્ચ હતો રુપિયા 2,391,115,855/- એટલે કે 979.95 કરોડ મનમોહન સરકારના છેલ્લા ચાર વર્ષ ની સામે મોદી સરકારે પ્રથમ ચાર વર્ષ દરમિયાન કરેલ વિદેશપ્રવાસોનો ખર્ય માત્ર 239.11 કરોડ !!!
વાત માત્ર વડાપ્રધાનના વિદેશપ્રવાસોની કરીએ તો, એક અહેવાલ અનુસાર, 2009 થી 2014 સુધી સતામાં રહેલ UPA-2 ના વડાપ્રધાન મનમોહનસિંહ દ્વારા કુલ 38 વિદેશપ્રવાસો કરવામાં આવેલ જેના પર કુલ 493.22 કરોડ થયેલ જ્યારે હાલના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પોતાના કાર્યકાળ દરમિયાન કુલ 44 જેટલા વિદેશપ્રવાસો કરેલ છે.
મતલબ કે મોદીએ મનમોહનસિંહ કરતા 6 વિદેશપ્રવાસો વધુ કર્યા છે જેના પર થયેલો કુલ ખર્ચ મનમોહનસિંહની સરકારે કરેલ ખર્ચ કરતા પણ 50 કરોડ રુપિયા ઓછો થયો છે. તાજેતરમાં જ યોજાયેલ એક મિડીયા વાર્તાલાપ દરમિયાન એક રસપ્રદ વાત દેશને જાણવા મળેલ છે કે અગાઉની તમામ સરકારોએ સ્થાપિત કરેલ પ્રણાલિકાઓ ને ચાતરીને વડાપ્રધાનના પ્રવાસમાં સાથે રહેતા પ્રતિનિધિમંડળ અને મિડીયાકર્મીઓને આપવામાં આવતી ભેટસોગાદો, મહેમાનગતી અને મોંઘા શરાબ અને ખાનપાન થી થતી સરભરાની પ્રણાલિ પર મોદી સરકારે તેના કાર્યકાળ દરમિયાન અંકુશ મુકેલ છે જે પણ એક કારણ હોઇ શકે કે શ્રી મનમોહનસિંહ કરતા 6 જેટલા વિદેશપ્રવાસો વધુ કરવા છતાં પણ ખર્ચમા રુપિયા ૫૦ કરોડ જેટલી બચત કરી છે.
લાગતું વળગતું: નરેન્દ્ર મોદીની વિદેશ યાત્રાઓથી ભારતને થતા દેખીતા ફાયદાઓ |
આ ઉપરાંત એક મહત્ત્વનું કારણ જેણે વડાપ્રધાન મોદીની વિદેશ યાત્રાઓને મનમોહન સિંગ કરતા સસ્તી બનાવી તે છે નરેન્દ્ર મોદીની સિંગલ ટીકીટ ડબલ પ્રવાસનો મંત્ર. વડાપ્રધાન નરેન્દ્ર મોદી પોતાની વિદેશયાત્રાઓનું પ્લાનિંગ એ રીતે કરે છે કે તેઓ એક જ સફરમાં એકથી વધુ ગંતવ્યોએ પહોંચી શકે. બીજું, તેઓ શક્ય હોય ત્યાં સુધી જે તે દેશમાં સવારે જ ઉતરાણ કરવાનું પસંદ કરે છે જેથી આખો દિવસ કામકાજ કરીને રાત્રે બીજા દેશ તરફ ઉડી શકે. આને કારણે મોંઘી હોટલોમાં પોતાનો તેમજ સમગ્ર પ્રતિનિધિ મંડળના રાત્રી રોકાણનો જબરો ખર્ચ બચાવી શકાયો છે. એટલું જ નહીં વડાપ્રધાન મોદી ભારત પરત થાય ત્યારે પણ ધ્યાન રાખે છે કે તેઓ મોડી રાત્રે અથવાતો વહેલી સવારે ભારત આવી શકે જેથી બાકીનો દિવસ તેઓ પોતાના કાર્યાલયમાં ગાળી શકે.
મનમોહન સરકારના ચાર વર્ષના વિદેશપ્રવાસો પરના ખર્ચના માત્ર 25.43% જેટલો જ ખર્ચ મોદી સરકારે પોતાના ચાર વર્ષના શાસનમાં કરવા એ બન્ને સમયગાળા દરમિયાન ભારતની વૈશ્વિક છબી અને વધતા જતા મહત્વની ઉપલબ્ધિની પણ સરખામણી કરવા જઈએ તો આપણને આશ્ચર્ય થાય કે એવા ક્યા કારણો છે જેને લઈને સરકારના વિરોધીઓ ને મોદીના વિદેશપ્રવાસોની ટીકા કરવાનો અધિકાર કે કારણ ઉપસ્થિત થાય છે!!
eછાપું
તમને ગમશે: ભારતમાં સામ્યવાદીઓ અસ્તિત્વ ટકાવી રાખવામાં કેમ સફળ છે?